________________
૫૪૧
૭. સમ્યગ્દર્શનની પહેલાંની સ્થિતિ અને સ્વાનુભૂતિઃ
પ્ર. ૧ઃ સમ્યગ્દર્શન થવા પહેલાં કેવા પ્રકારના વિચારો ચાલતાં હોય કે જેનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય? ઉ. ૧ઃ કેવા પ્રકારના વિચારો ચાલતાં હોય તેનો કોઈ નિયમ નથી. તત્વના કોઈ પણ પ્રકારના વિચારો ચાલતા હોય તેનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય છે. પ્ર. ૨ : આત્મઅનુભવ થતાં પહેલાં છેલ્લો વિકલ્પ કેવો હોય? ઉ. ૨: છેલ્લા વિકલ્પનો કોઈ નિયમ નથી. રાગથી ભિન્નતાપૂર્વક શુદ્ધાત્માની સન્મુખતાનો પ્રયત્ન કરતાં ચૈતન્યની પ્રાપ્તિ થાય છે. જ્યાં ત્રિકાળી જ્ઞાયક પ્રભુ તરફ પરિણતિ ઢળી રહી હોય, જ્ઞાયકધારાની ઉગ્રતા ને તીણતા હોય ત્યાં છેલ્લો કયો વિકલ્પ હોય તેનો કોઈ નિયમ નથી. પર્યાયને અંદર ઊંડાણમાં ધ્રુવ પાતાળમાં લઈ જાય ત્યાં ભગવાન આત્માની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શન થાય છે. પ્ર. ૩ઃ જેને સમ્યગ્દર્શન થવાનું જ છે એવા જીવની પૂર્વભૂમિકા કેવી હોય? ઉ. ૩ એ જીવને જેવું વસ્તુસ્વરૂપ છે તેવો સવિકલ્પ નિર્ણય હોય છે પણ સવિકલ્પથી નિર્વિકલ્પતા થાય જ એમ નથી. જેને થાય તેને પૂર્વના સવિકલ્પ નિર્ણયમાં ઉપચાર આવે છે. પ્ર. ૪: સ્વાનુભવ મનજનિત છે કે અતીન્દ્રિય છે? ઉ.૪ઃ સ્વાનુભવમાં ખરેખર મન કે ઇન્દ્રિયનું અવલંબન નથી. તેથી તે અતીન્દ્રિય છે; પણ સ્વાનુભવમાં મતિ-શ્રુતજ્ઞાન છે ને મતિ-શ્રુતજ્ઞાન મનના કે ઇન્દ્રિયના અવલંબન વગર હોતો નથી તે અપેક્ષાએ સ્વાનુભવમાં મનનું અવલંબન પણ ગયું છે. ખરેખર મનનું અવલંબન તુયું તેટલો સ્વાનુભવ છે; સ્વાનુભવમાં જ્ઞાન અતીન્દ્રિય છે. પ્ર. ૫ઃ નિર્વિકલ્પ અનુભૂતિમાં મનનો સંબંધ છૂટી ગયો છે. એ વાત કેટલા ટકા સાચી? ઉ.પ સો એ સો ટકા સાચી, ત્યાં નિર્વિકલ્પરૂપ જે પરિણમન છે તેમાં તો મનનું અવલંબન જરા પણ નથી, તેમાં તો મનનો સંબંધ તનછૂટી ગયો છે, પણ તે વખતે અબુદ્ધિપૂર્વક જે રાગ પરિણમન બાકી છે તેમાં મનનો સંબંધ છે. પ્ર. ૬ઃ અનુભવ દ્રવ્યનો છે કે પર્યાયનો? ઉ. ૬: “અનુભવ”માં એકલું દ્રવ્ય કે એકલી પર્યાય નથી, પણ સ્વસમ્મુખ વળીને પર્યાય દ્રવ્ય સાથે તદ્રુપ થઈ ગઈ છે, ને દ્રવ્ય-પર્યાય વચ્ચે ભેદ નથી રહ્યો, આવી જે બન્નેની અભેદ અનુભૂતિ તે અનુભવ છે. દ્રવ્યપર્યાય વચ્ચે ભેદ રહે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ થાય નહિ. પ્ર. ૭ઃ ત્રિકાળી દ્રવ્યના આશ્રયથી નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ થાય ને તે જ સમયે હું આ આનંદને અનુભવું છું એવો ખ્યાલ આવે?