________________
૫૪ વળી કર્મના ઉપશમાદિતો પુદ્ગલના પર્યાય છે, તેનો કર્તા-હર્તા આત્મા નથી, પણ આત્મા જ્યારે પુરુષાર્થ કરે છે ત્યારે કર્મના ઉપશમાદિસ્વયં થઈ જાય છે. કર્મના ઉપદમાદિ છે તે તો પુદ્ગલની શક્તિ છે, તેનો કર્તા-હર્તા આત્મા નથી.
જીવનું કર્તવ્ય તો તત્વનિર્ણયનો અભ્યાસ જ છે. તે કરે ત્યારે દર્શનમોહનો ઉપશમ સ્વયં થાય છે, પણ કર્મની અવસ્થામાં જીવનું કાંઈ કર્તવ્ય નથી. પ્ર. ૮ઃ જો પુરુષાર્થથી જ ધર્મ થાય છે તો દ્રવ્યલિંગી મુનિને મોક્ષને અર્થે ગૃહસ્થપણું છોડી ઘણો પુરુષાર્થ તો કર્યો, છતાં તેને કાર્યસિદ્ધિ કેમ ન થઈ? ઉ. ૮ઃ તેણે ઊંધો પુરુષાર્થ કર્યો છે. અન્યથા પુરુષાર્થ કરી મોક્ષનું ફળ ઇચ્છે છે પણ તેથી કેવી રીતે ફળ સિદ્ધિ થાય? ન જ થાય. વળી તપશ્ચરણાદિવ્યવહાર સાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ તો શાસ્ત્રમાં શુભ બંધ કહ્યો છે, અને દ્રવ્યલિંગી મુનિ વ્યવહાર સાધનથી ધર્મ થશે એમ માની તેમાં અનુરાગી થાય છે અને તેનાથી મોક્ષ ઇચ્છે છે, તે કેવી રીતે બને?
વ્યવહાર સાધન કરતાં કરતાં નિશ્ચય ધર્મ થાય એમ માનવું છે તો એક ભ્રમ છે. રાગ કરતાં કરતાં વીતરાગતા કેમ પ્રગટે? પર્યાયમાં વીતરાગતા પ્રગટ કરવા શુદ્ધોપયોગ જ ઉપાય છે. અને તે અનુભૂતિની અવસ્થા જ ધર્મધ્યાન છે. આકુળતા રહિત- રાગ દ્વેષ રહિત અવસ્થા ધર્મ છે. પ્ર.૯૪ હજારો શાસ્ત્રોનો અભ્યાસ કરે ,વ્રતાદિપાળે, તો પણ દ્રવ્યલિંગી મિથ્યાદષ્ટિને સ્વ-પરના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કેમ થતો નથી? ઉ. ૯: ૧) તે જીવ તેના જ્ઞાનમાંથી કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદભેદ વિપરીતતાને ટાળતો નથી, તેથી તેને સ્વ-પરના સ્વરૂપનો સાચો નિર્ણય થતો નથી. ૨) તત્ત્વજ્ઞાનનો તેને અભાવ હોવાથી તેના શાસ્ત્રજ્ઞાનને અભાન કહે છે. ૩) પોતાનું પ્રયોજન સાધતું નથી માટે તેને જ કજ્ઞાન કહે છે. ૪) પ્રયોજનભૂત જીવાદિતત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવામાં તે જ્ઞાન લાગતું નથી એ જ જ્ઞાનનો દોષ થયો. તેથી તે જ જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહ્યું છે. કારણ વિપરીતતાઃ જેને તે જાણે છે તેના મૂળ કારણને ન ઓળખે અને અન્યથા કારણ માને તે કારણ વિપરીતતા છે.
સ્વરૂપ વિપરીતતા જેને તે જાણે છે તેના મૂળ સ્વરૂપને તોન ઓળખે અને અન્યથા સ્વરૂપ માને તે સ્વરૂપ વિપરીતતા છે. ભેદભેદ વિપરીતતા: જેને તે જાણે છે તેને “એ આનાથી ભિન્ન છે તથા એ આનાથી અભિન્ન છે” એમ યથાર્થ ન ઓળખતાં અન્યથા ભિન્ન-અભિન્નપણું માને તે ભેદભેદ વીપરીતતા છે.