________________
૫૩૫ પ્ર. ૨ સમ્યગ્દર્શન થવાવાળાના વ્યવહાર યોગ્યતા કેવી હોય? ઉ. ૨ઃ નિમિત્તથી કે રાગથી સમ્યગ્દર્શન થાય નહિ, પર્યાય - ભેદના આશ્રયે સમ્યગ્દર્શન થાય નહિ, આ બાજુ અંદરમાં ઢળવાથી જ સમ્યગ્દર્શન થાય અને બીજી કોઈ રીતે ન થાય. એવા પ્રકારની દઢ શ્રદ્ધા-જ્ઞાન એ સમ્યગ્દર્શન થવાવાળાની યોગ્યતા છે. પ્ર. ૩: ક્રમબદ્ધની શ્રદ્ધા થવી એ નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ છે? ઉ.૩ઃ “જે સમયે જે પર્યાય થવાની છે તે થવાની જ છે એ નિશ્ચય છે એમાં અજ્ઞાનીને શંકા થાય છે કે એમ માનતા તો નિયત થઈ ગયું ! અરે!નિયત એટલે નિશ્ચય છે અને પર્યાયના નિશ્ચયથી પર્યાયનીને પરની કબુદ્ધિ છૂટી જાય છે, એટલે જ્ઞાતા-દષ્ટ થાય છે અને જ્ઞાતાપણું થવું તે ક્રમબદ્ધનું પ્રયોજન છે. પર્યાય દષ્ટિ હટીને દ્રવ્યદૃષ્ટિ થઈ એ જ સમ્યગ્દર્શનનું કારણ છે. પ્ર. ૪: જેને દુઃખનો નાશ કરવો છે તેણે પ્રથમ શું કરવું? ઉ.૪: જેને ખરેખર દુઃખનો નાશ કરવો છે તેણે દુઃખના કારણરૂપ મિથ્યાત્વનો નાશ કરવો પડે. મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા તોડવા માટે પર તરફના વિકલ્પો છોડી, રાગનો પ્રેમ તોડી, મતિને અંદર જોડવી. વારંવાર બુદ્ધિપૂર્વક સ્વ તરફ જોડાણ કરવું. પૂર્ણ જ્ઞાનાનંદ ભગવાન આત્મામાં ફરી ફરીને મતિ-શ્રતને જોડવા. તેથી ભ્રાંતિનો નાશ થશે, ભ્રાંતિગત અજ્ઞાન દશાનો નાશ થશે, મિથ્યાત્વનો નાશ થશે કે જે દુઃખનું મૂળ છે. પ્ર. ૫. પાત્રતા માટે શું ભલામણ છે? ઉ. ૫ શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે મુમુક્ષુઓને આજીવિકા પુરતું મળતું હોય તો વિશેષ પ્રવૃત્તિ ન કરવી; આ તો રોટલા મળતા હોય તો ય માથે પોટલા બાંધે! અરેરે ! જવું છે ક્યાં? જીવન થોડું અને આ શું કરો છો ભાઈ! આવો મનુષ્ય ભવ મળ્યો છે ને આવા સત્ સમજવાના ટાણાં છે તો ચાર-છ-આઠ કલાક વાંચનશ્રવણ-મનન-સત્સમાગમ કરીને તારા આત્માનું કાંઈ હિત કરીને માનવ ભવ સફળ કર. પ્ર. ૬ તત્ત્વના સંસ્કાર ઊંડા કેમ પડે? ઉ.: આખા સિદ્ધાંતનો સારામાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ જવું તે છે. શ્રીમદ્રાજચંદ્ર કહ્યું છે ને! “ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા પડી છે. અહોભાગ્યશાળી હશે તેને આ તત્વનો રસ આવશે અને તત્વના સંસ્કાર ઊંડા ઊતરશે પ્ર. ૭ : મોક્ષમાર્ગ તો બે પ્રકારના છે ને? ઉ. ૭ઃ મોક્ષમાર્ગ એક જ છે પણ તેનું નિરૂપણ બે પ્રકારથી છે. એક વ્યવહાર અને બીજો નિશ્ચય. નિશ્ચય તો સાક્ષાત્ મોક્ષમાર્ગ છે, વ્યવહાર પરંપરા છે. અથવા સવિકલ્પ-નિર્વિકલ્પ ભેદથી નિશ્ચય મોક્ષમાર્ગ પણ બે પ્રકારથી છે. હું અનંત જ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું, એક છું, અખંડ છું, ધ્રુવ છું એવું ચિંતવન છે તે