________________
- ૫૩૬ સવિકલ્પ નિશ્ચય મોક્ષમાર્ગ છે તે સાધક છે અને સવિકલ્પ છૂટીને નિર્વિકલ્પ આત્મઅનુભવ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે તે સાધ્ય છે.
‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી'માં આવે છે કે પહેલાં હું શુદ્ધ છું આદિ ચિંતવનથી આત્મામાં અહંપણું ધારે છે અને પછીતે વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ થાય છે. આ રીતે સવિકલ્પ ચિંતવનને સવિકલ્પ નિશ્ચય મોક્ષમાર્ગને સાધક કહ્યો અને નિર્વિકલ્પ ધ્યાનને નિર્વિકલ્પ નિશ્ચય મોક્ષમાર્ગ ને સાધ્ય કહ્યો છે.
જેમ દેવ-ગુરુ-શાસ્ત્રની રાગમિશ્રિત શ્રદ્ધાને વ્યવહાર સમ્યકત્વ કહ્યું છે તે સમ્યકત્વ નથી. છે તો રાગ પણ સમકિતનો આરોપ કરીને વ્યવહાર સમ્યગ્દર્શન કહ્યું છે, તેમ નિશ્ચય મોક્ષમાર્ગનો આરોપ કરીને સવિકલ્પ મોક્ષમાર્ગ કહ્યો છે.
સ્વના આશ્રયનો વિકલ્પ છે તેથી તેને સાધક કહ્યો છે. વિકલ્પ છે તે બંધનું કારણ છે તો પણ નિશ્ચયનો આરોપ મૂકીને સાધક કહેવામાં આવે છે. હું શુદ્ધ છું આદિના નિશ્ચયના સવિલ્પ ચિંતવનને નિશ્ચય નયનો પક્ષ કહ્યો છે ને! તેમ આરોપ કરીને કહેવાય છે. પ્ર. ૮ : નિશ્ચય નય અને વ્યવહાર નયનો વિરોધ છે કે મૈત્રી છે? ઉ. ૮ : નિશ્ચયનય અને વ્યવહાર નયને છે તો વિરોધ પણ સાથે રહે છે તે અપેક્ષાએ મૈત્રી પણ કહેવાય. સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનને સાથે રહેવામાં વિરોધ છે તેમ નિશ્ચય-વ્યવહારને વિરોધ નથી, સાથે રહે છે તેથી મૈત્રી કહેવાય. પ્ર.૯: જિનવાણીમાં કહેલાં વ્યવહારનું ફળ જો સંસાર છે તો જિનવાણીમાં કહ્યો શું કામ? ઉ.૯: નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્રની સાથે અપૂર્ણ દશાના કારણે રાગની મંદતામાં કેવા કેવા પ્રકારનો મંદ રાગ હોય, ચોથા-પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનોની ભૂમિકામાં કેવો મંદ રાગ હોય, પૂજા-ભક્તિ, અણુવ્રત, મહાવ્રત આદિ હોય તેનો વ્યવહાર બતાવવા જિનવાણીમાં કહ્યું છે, પણ એ રાગની મંદતાના વ્યવહારનું ફળ તો બંધન ને સંસાર છે. પ્ર. ૧૦ઃ શું વ્યવહાર નય સર્વથા નિષેધ કરવા યોગ્ય છે? ઉ. ૧૦ઃ વ્યવહારનય સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. સાધક જીવને જે રાગરૂપ વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. પ્ર. ૧૧ : નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ શું છે? ઉ. ૧૧ઃ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમગ્ગારિત્ર બે પ્રકારના નથી પણ તેમનું કથન બે પ્રકારે છે.
જ્યાં સાચા સમગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું નિરૂપણ કર્યું છે તે નિશ્ચય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર છે. તથા જે સમ્યગ્દર્શન તો નથી પણ સમ્યગ્દર્શનનું નિમિત્ત છે અથવા સહચારી છે તેને ઉપચારથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સચ્ચારિત્ર કહેવાય છે, પણ વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રને સાચું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર માની લે તો શ્રદ્ધા ખોટી છે; કારણ કે નિશ્ચય અને વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય અને ઉપચાર નિરૂપણ તે વ્યવહાર છે.