________________
૫૧૩ તે છૂટું પડ્યું નથી. ભેદજ્ઞાન થઈને અંદર સ્વાનુભૂતિ થાય તો તે જ્ઞાનની સાથે આનંદ આવ્યા વગર રહેતો નથી. જેમ જેમ આગ્નવથી નિવૃત્ત થતો જાય તેમ તેમ જ્ઞાનની દશા વધતી જાય છે. અને જેમ જેમ જ્ઞાનદશા વધે તેમ તેમ આસ્રવોથી નિવૃત થતો જાય છે. સ્વાનુભૂતિ પ્રગટ થઈને જ્ઞાનદશા પ્રગટે તેની સાથે આનંદ હોવો જ જોઈએ. જો આનંદનથી તો જ્ઞાનદશા યથાર્થ નથી. પ્ર. ૧૩ઃ પુરુષાર્થ કરવા માટે જોર કોના ઉપર આપવું? ઉ. ૧૩ઃ હું જ્ઞાયક છું, ધ્રુવ છું એવું જોર હોય અને પર્યાયમાં અધૂરાશ છે તેનું જ્ઞાન હોય - એ બન્ને રીતે પુરુષાર્થ ઉપડે છે. દ્રવ્યસ્વભાવે આત્મા શુદ્ધ છે એવું જોર હોવા છતાં દ્રવ્યમાં શુક્યા છે અને પર્યાયમાં અશુદ્ધતા છે એ બન્નેનું જ્ઞાન પ્રમાણમાં સાથે રહે છે. પરિણતિ ભલે દ્રવ્ય પર દષ્ટિ દેતો પણ જ્ઞાન સાથે રહે છે. જો એકલું દ્રવ્ય ઉપર જોર જાય અને પર્યાય કાંઈ છે જ નહિ એમ માને તો દ્રવ્ય ઉપરનું જોર ખોટું થાય છે. દ્રવ્ય ઉપર જોર રાખે અને પર્યાયમાં રાગ કે કાંઈ નથી એમ જાણે તો દ્રવ્યનું જોર ખોટું થાય છે. બન્ને - દષ્ટિ અને જ્ઞાન સાથે રહે છે. અને તો જ તેની દષ્ટિ પામ સમ્યક છે. સમ્યજ્ઞાન સાથે ન હોય તો દ્રવ્યદૃષ્ટિ પણ સમ્યફ નથી. દ્રવ્યદૃષ્ટિની મુખ્યતાપૂર્વક પ્રમાણજ્ઞાન સાથે જ રહે છે. પ્ર. ૧૪: અનેકાન્તની શૈલી એવી છે કે બન્ને પાસાથી સ્વરૂપ તરફ જવાની પ્રેરણા મળે? ઉ. ૧૪: હા, અનેકાન્તનું સ્વરૂપ જ એવું છે. દ્રવ્યદષ્ટિએ શુદ્ધ છું એમ દષ્ટિમાં એકાંત આવ્યું ત્યારે દ્રવ્ય-પર્યાય પણ સાથે રહે છે. એટલે કે સમ્યક એકાંતની સાથે અનેકાન્ત રહેલું છે અને તે એકાંત સાચું થાય છે. પ્ર. ૧૫: ‘જીવનને આત્મમય બનાવી દેવું જોઈએ” એ કઈ રીતે? ઉ. ૧૫ઃ હા, જીવન આત્મમય જ બનાવી દેવું જોઈએ. આ જીવન બધું રાગમય-વિક૫મય છે તેને બદલે આત્મમય બનાવી દેવું જોઈએ. બસ, હું આત્મા છું, આ શરીર તે હું નથી, હું ચૈતન્યમૂર્તિ છું, ચૈતન્યનું સ્વરૂપ તે જ હું છું. એમ જીવન આત્મમય બની જવું જોઈએ. ડગલે પગલે, પ્રસંગે પ્રસંગે, પર્યાયે પર્યાયે આત્મા જ યાદ આવે એવું આત્મમય જ જીવન બનાવવું. આ બધું પરદ્રવ તે કોઈ મારું નથી, મારો આત્મા જુદો છે; હું ચૈતન્યમય છું; પરના આશ્રયે વિચાર આવે તે બધા વિચાર નિરર્થક છે. કાંઈ સારભૂત નથી; હું તો એક આત્મા છું એમ પહેલાં ભાવના કરે, પ્રયત્ન કરે. કેમ કે એકદમ સહજ થવું મુશ્કેલ પડે. પણ આત્મમય જીવન જો થઈ જાય તો બધું છૂટી જાય, પરની એકત્વ બુદ્ધિ તૂટી જાય. અંતરદષ્ટિ કરે કે હું આત્મા છું, આ બધું બહાર દેખાય છે તે હું નથી. હું તો અંતરમાં કોઈ જુદું ચૈતન્ય દ્રવ્ય છું. પોતે બહારની કલ્પનાથી માની લીધું છે કે આ શરીર તે હું, ઘર-કુટુંબ આદિ બધું તે હું એમ પોતે માન્યું છે, પણ આ બધું કાંઈ હું નથી, હું તો ચૈતન્ય આત્મા છું. એમ આત્મામય જીવન બનાવી દેવું.
અનંતકાળમાં ઘણું કર્યું, ત્યાગ-વૈરાગ્ય આદિબધું ય કર્યું, પણ યથાર્થ કરવા યોગ્ય કર્યું નથી. હું