________________
૫૧૪. તો આત્મા છું. આ વિભાવ મારું સ્વરૂપ નથી. એમ પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને જે વૈરાગ્ય આવે તે બરાબર છે. હું તો આત્મા છું એવું સહજપણે કરવાનો પ્રયત્ન કરવો. પહેલાં સહજ હોતું નથી, પણ સહજ કરવાનો પ્રયત્ન કરે.
આ ઉદયભાવ છે તે હું નથી, હું તો પારિણામિક ભાવે રહેનારો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. તે પારિણામિક ભાવમારું સ્વરૂપ છે, આ ઉદયભાવતે મારું સ્વરૂપનથી એમ આત્મમય જીવન બનાવવું.
તો આ સર્વ રીતે ત્તત્વનો યથાર્થ નિર્ણય કરી હું જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા છું અને પછી ભેદજ્ઞાન કરી સર્વ વિભાવ ભાવોથી-રાગથી હું ભિન્ન છું જીવન આત્મમય બની જાય છે - દવાનુભૂતિ પ્રગટ થઈ જાય છે.. સ્વાનુભૂતિઃ સમ્યગ્દર્શન પ્રાપ્તિ માટે આત્માનુભૂતિ એ અનિવાર્ય શરત છે. આત્માનુભૂતિ વિના સઘળા પ્રયત્નો વૃથા છે. સ્વાનુભૂતિથી જ બીજું બધું સનાથ છે. આત્માનુભૂતિને સ્વાનુભૂતિ પણ કહે છે કારણ કે અનુભૂતિ પોતાના આત્માની જ હોય છે, બીજા આત્માની નહિ. સ્વાનુભવ, અનુભવ આદિ નામોથી એને અભિહિત કરવામાં આવે છે.
अनुभौके रसकौं रसायन कहत जग,
___ अनुभौ अभ्यास यहु तीरथकी ठौर है। अनुभौकी जो रसा कहावै सोइ पोरसा सु,
अनुभौ अधोरसासौं ऊरधकी दौर है। अनुभौकी केलि यहै कामधेनु चित्रावेलि,
अनुभौको स्वाद पंच अमृतकौ कौर है। अनुभौ करम तोरै परमसौं प्रीति जोरै, '
___ अनुभौ समान न धरमकोऊ और है॥ નિજ તત્ત્વોપલબ્ધિ (આત્માનુભૂતિ) વિના સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ નથી અને સમ્યકત્વની ઉપલબ્ધિ વિના નિર્વાણ (મોક્ષ) થતો નથી.
બીજુ કહેવાથી અને દુર્વિકલ્પોથી શો લાભ? એક માત્ર પરમાર્થ સ્વરૂપ આ આત્માનો જ અનુભવ કરો; કારણ કે નિજરસના ફેલાવથી પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપી શુદ્ધાત્માથી ઊંચું વિશ્વમાં બીજુ કાંઈ નથી. એક માત્ર નિજ શુદ્ધાત્માનો જ અનુભવ કરવો એ જ સાર છે. ___एक देखीये जानिये, रमी रहिये इक कौर; समल, विमल न विचारिये, यहै सिद्धि नहि और ॥
સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાંની સાથે જ જ્ઞાની આત્માને અમુક લબ્ધિઓ સહજ પ્રગટ થાય છે. પરિણામસ્વરૂપ એના જીવનમાં સામાન્ય માનવીની અપેક્ષાએ અનેક વિશેષતાઓ પ્રગટ થઈ જાય છે.