________________
પર૧
૨. વર્તમાનમાં ભૂલ શું છે?
પ્ર. ૧: આત્માનું સ્વરૂપ જ્ઞાનમાં આવવા છતાં વીર્ય બહારમાં કેમ અટકતું હશે? ઉ. ૧ઃ જે વિશ્વાસ આવવો જોઈએ તે આવતો નથી તેથી અટકે છે. જાણપણું તો અગીયાર અંગનું થઈ જાય પણ ભરોસો આવવો જોઈએ તે આવતો નથી. ભરોસે ભગવાન થઈ જાય પણ એ ભરોસો આવતો નથી તેથી ભટક્યા-ભટક કરે છે. પ્ર. ૨ઃ તેમાં રુચિની ખામી છે કે ભાવભાસનમાં ભૂલ છે? ઉ.૨ મૂળ તો રુચિની ખામી છે. પ્ર. ૩ઃ વિકલ્પ વડે નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ કેમ થતી નથી? ઉ.૩ઃ વિકલ્પ વડે નિર્વિકલ્પચૈતન્યના અનુભવ તરફ જવાશે એમ જે માને છે તે વિકલ્પને અને નિર્વિકલ્પ તત્ત્વને બન્નેને એક માને છે, તેને વિકલ્પનો જ અનુભવ રહેશે પણ વિકલ્પથી પાર એવા નિર્વિકલ્પ ચૈતન્યનો અનુભવ તેને નહિ થાય. વિકલ્પને સાધન માને તે વિકલ્પનું અવલંબન છોડીને આઘો જાય નહિ, એટલે વિકલ્પથી પાર એવું ચૈતન્યતત્ત્વ તેના અનુભવમાં આવે નહિ. ભાઈ! ચૈતન્યતત્ત્વ અને વિકલ્પ એ બન્નેની જાત જ જુદી છે; ચૈતન્યમાંથી વિકલ્પની ઉત્પત્તિ નથી અને વિકલ્પનો પ્રવેશ ચૈતન્યમાં થતો નથી. આમ અત્યંત ભિન્નતાને ઊંડેથી વિચારીને તું ચૈતન્યની જ ભાવનામાં તત્પર રહે.
ચૈતન્યમાં જેમ જેમ નીતા થતી જાય છે તેમ તેમ વિકલ્પો શમતા જાય છે. ચૈતન્યમાં લીન થતાં વિકલ્પ અલોપ થઈ જાય છે. આ રીતે ચૈતન્યમાં વિકલ્પ નથી, એવા ભિન્ન ચૈતન્યને તું તીવ્ર લગનીથી તું ચિંતવ. પ્ર. ૪: આપ સહુ સમજવાનો અપાર મહિમા બતાવો છો. તેથી શું લાભ? અમે તો વ્રતાદિકરવામાં લાભ માનીએ છીએ. ઉ.૪ઃ સ્વભાવની રુચિપૂર્વક જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે છે તે જીવને ક્ષણે ક્ષણે મિત્ર મંદ પડતો જાય છે. એક ક્ષણ પણ સમજણનો પ્રયત્ન નિષ્ફળ જતો નથી.
અજ્ઞાની જીવ વ્રતાદિમાં ધર્મ માનીને જે શુભ ભાવ કરે તેના કરતાં સત્ સમજવાના લો જે શુભ ભાવ થાય છે તે ઊંચી જાતનો છે. વ્રતાદિમાં ધર્મ માનીને જે શુભ ભાવ કરે છે તે જીવને તો અભિપ્રાયમાં મિત્વ પોષાતું જાય છે, અને સત્ સમજવાના લક્ષે તો ક્ષણે ક્ષણે મિથ્યાત્વ તૂટતું જાય છે. અને જેને સત્ સમજમાં આવી જાય તેની તો વાત જ શું? પ્ર. ૫ઃ સમ્યગ્દર્શન થતું નથી એ પુરુષાર્થની નબળાઈ સમજવી? ઉ.૫ : વિપરીતતાને લઈને સમ્યગ્દર્શન અટકે છે અને પુરુષાર્થની નબળાઈને લઈને ચારિત્ર અટકે છે. એને બદલે સમ્યક નહિ થવામાં પુરુષાર્થની નબળાઈ માનવી એ તો ડુંગર જેવડા મહાદોષને રાઈ સમાન અલ્પ બનાવે છે. તે ડુંગર જેવડા વિપરીત માન્યતાના દોષને છેદી શકે નહિ.