________________
૫૨૬
પ્ર. ૩ઃ અજ્ઞાનીએ શું કરવું? વિધિને અમલમાં કેમ મૂકવી? ઉ.૩: પહેલાં વસ્તુસ્થિતિનું સાચું જ્ઞાન કરીને આત્માનું ભાન કરવું. શુભ રાગના ક્રિયાકાંડ કરવા તે સાચા ઉપાય નથી. જ્ઞાનસ્વભાવનો અનુભવ કરીને તેની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. વિધિ યથાર્થ સમજાય તો પરિણતિ ગુલાંટ માર્યા વગર રહે નહિ. વિકલ્પની જાત અને સ્વભાવની જાત બન્નેને ભિન્ન જાણતાંવેત પરિણતિ વિકલ્પમાંથી છૂટી પડીને સ્વભાવ સાથે તન્મય થાય છે. વિધિ જાણે પછી એને શીખવવું ન પડે કે તું આમ કર. જે વિધિ જાણી તે વિધિથી જ્ઞાન અંતરમાં ઢળે છે. સમ્યકત્વની વિધિને જાણનારું જ્ઞાન પોતે કાંઈ રાગમાં તન્મય નથી, સ્વભાવમાં તન્મય છે અને એવું જ્ઞાન જ સાચી વિધિને જાણે છે. તત્ત્વનો પ્રથમ યથાર્થ નિર્ણય કૃતજ્ઞાનના અવલંબનથી કરવાનો છે અને પછી ભેદજ્ઞાન કરી નિજ ભગવાન આત્માનું શ્રદ્ધાન કરી અનુભવ કરવાનો છે. આ જ વિધિ છે. પ્ર. ૪: વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય સમ્યગ્દર્શન થાય કે નહિ? ઉ. ૪: કોઈ કાળે ન થાય. સમ્યગ્દર્શન થવાનું કારણ તો પોતાના ત્રિકાળી સ્વભાવની રુચિ જ છે. પ્રથમ રાગ ન છૂટે, રાગની રુચિ છોડી સ્વભાવની રુચિ કરે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શનમાં રાગની ભિન્નતા થાય છે. રાગ છૂટતો નથી પણ રાગને દુઃખરૂપ જાણીને તેની રુચિ છૂટે છે. શુદ્ધ આત્મવસ્તુ કે જેમાં રાગ કે મિથ્યાત્વ છે જ નહિ, તે શુદ્ધ વસ્તુમાં પરિણામ તન્મય થતાં મિથ્યાત્વ ટળે છે. વસ્તુમાં વિકલ્પ નથી અને વિકલ્પમાં વસ્તુ નથી. એમ બન્નેની ભિન્નતા જાણીને પરિણતિ વિકલ્પમાંથી છૂટી પડીને જ્યારે સ્વભાવમાં આવે ત્યા મિથ્યાત્વ ટળી જાય છે. એટલે કે “ઉપયોગ’ અને ‘રાગાદિનું ભેદજ્ઞાન તે સમ્યકત્વનો માર્ગ છે. ચિદાનંદ સ્વભાવનો અનંત મહિમા ભાસીને તેનો અનંતો રસ આવવો જોઈએ. ત્રિકાળી ધ્રુવ નિજ ભગવાન આત્મા પર નજર એકાગ્રતા કરે છે તેથી આખું આત્મદ્રવ્ય નજરમાં આવે છે.
મૂળ વાત એ છે કે અંદરમાં જે આશ્ચર્યકારી આત્મવસ્તુ છે એ વસ્તુસ્વભાવનો એને અંદરથી મહિમા નથી આવતો, દ્રવ્યલિંગી સાધુ થયો છતાં અંદરથી મહિમા નથી આવતો, પર્યાયની પાછળ આખો ધ્રુવ મહા પ્રભુ પડ્યો છે એનો મહિમા આવતો નથી, મહિમા આવે તો કાર્ય થાય જ. અનંત અનંત આનંદનું ધામ છે તે એને વિશ્વાસમાં (શ્રદ્ધામાં) આવવું જોઈએ. વિશ્વાસે વહાણ ચાલે છે.
જેણે જીવતી જ્યોત એવા ચૈતન્યનો અનાદર કરીને રાગને પોતાનો માન્યો છે, રાગ તે હું છું એમ માન્યું છે, તેણે પોતાના આત્માનો જ ઘાત કર્યો. આત્માનો અનાદર કરનાર, તિરસ્કાર કરનાર, અવિવેકી મિશ્રાદષ્ટિ છે.
રાગ કરતાં કરતાં વીતરાગ કેમ થાય? વ્યવહાર કરતાં કરતાં કોઈ કાળે નિશ્ચય ન થાય. અનુભવનો માર્ગ અલૌકિક છે. પ્ર. ૫ આત્માના પરિણમન માટે પ્રથમ શું કરવું? ઉ.૫ પહેલાં તો સત્સમાગમે આવા વસ્તુના સ્વરૂપનું (સત્યનું) શ્રવણ કરવું જોઈએ. જ્યાં સત્યનું શ્રવણ