________________
૫૧૫
અસીમ નિઃશંકતા, ભોગો પ્રતિ અનાસક્તિ, સર્વ પદાર્થોની વિકારી-અવિકારી દશાઓમાં સમતાભાવ, વસ્તુસ્વરૂપની સૂક્ષ્મ પકડ, બીજાના દોષો પ્રતિ ઉપેક્ષાભાવ, આત્મશુદ્ધિની વધતી દશા, શ્રદ્ધાનમાં દૃઢતા, પરિણામોમાં સ્થિરતા, ગુણ-ગુણવાનો પ્રત્યે પ્રેમ, ઉપદેશાદિ વડે વસ્તુતત્ત્વની પ્રભાવના વગેરે. અનુભૂતિનો શ્લોક ઃ સમ્યદષ્ટિ પોતાને કેમ જાણે છે ?
‘“આ લોકમાં હું પોતાથી જ પોતાના એક આત્મસ્વરૂપને અનુભવું છું કે જે સ્વરૂપ સર્વતઃ પોતાના નિજરસરૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે; માટે આ મોહ મારો કાંઈ પણ લાગતો વળગતો નથી અર્થાત્ એને અને મારે કાંઈ પણ નાતો નથી. હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજઃપુંજનો નિધિ છું.
વિશેષાર્થ : ધર્માત્મા જ્ઞાનીને વિચક્ષણ પુરુષ કહેવાય છે. દુનિયાના ડાહ્યા તો ખરેખર પાગલ છે. અહીં સમ્યગ્દષ્ટિ - વિચક્ષણ પુરુષ એમ કહે છે અર્થાત્ એમ વિચારે છે કે - ‘હું તો સદા એક છું. રાગના સંબંધવાળો હું નથી. હું તો જ્ઞાયકની પરિણતિ જે નિર્મળ પ્રત્યક્ષ આસ્વાદરૂપ છે તેના સ્વભાવથી એકરૂપ છે છું. મારા એકસ્વરૂપમાં બગડે એમ બીજા ભાવ-રાગના ભાવનો બગાડ નથી. હું તો નિજ ચૈતન્યરસથી ભરપૂર ભરેલો મારા પોતાના આશ્રયે છું. એટલે કે મારી પર્યાયનો દોર ચૈતન્યના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ ઉપર લાગ્યો છે. પર્યાયની ધારા દ્રવ્યથી તન્મયપણે છે તેથી કહ્યું કે સદાય હું એક છું, મારા જ્ઞાનરસથી ભરપૂર, મારા આશ્રયે જ છું. રાગનો આશ્રય મને નથી. અહાહા ! હું અતીન્દ્રિય આનંદરસ અને જ્ઞાનરસથી અનાદિથી ભરપૂર ભરેલો છું. એ જ્ઞાન-દર્શન સ્વભાવની મને રુચિ થઈ એટલે કે સ્વભાવનો રસ પ્રગટ થયો તેથી રાગના રસની જે રુચિ હતી તે નીકળી ગઈ. રસ એટલે તદાકાર - એકાકાર થવું, એઃ જ્ઞાયકમાં એકાકાર લીન થવું અને બીજે એકાકાર ન થવું તે જ્ઞાન-દર્શનનો રસ છે. અને તે જ છે સમ્યગ્દર્શન - આત્માની અનુભૂતિ છે.
‘આ લોકમાં હું પોતાથી જ પોતાના એક આત્મસ્વરૂપને અનુભવું છું. મારું જ્ઞાયક સ્વરૂપ છે તેને હું વેદનમાં લઉં છું. એક જ્ઞાયકને અનુભવું છું, વેદું છું. મારા વેદનમાં રાગનું વેદન નથી.' આવી વાત સમજવામાં પણ કઠણ પડે તો પ્રયોગ તો ક્યારે કરે ? વીતરાગ જિનેશ્વર દેવનો આ માર્ગ અપૂર્વ છે.
ધર્મી કહે છે કે હું તે સ્વરૂપને અનુભવું છું જે સર્વતઃ નિજરસરૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે. પરિણમન એટલે નિર્મળ સ્વભાવવાળું. આ ત્રિકાળી દ્રવ્યની વાત છે.
શુદ્ધ ચૈતન્ય-આનંદનો સાગર ભગવાન આત્મા છે. જીવત્વ, ચિતિ, દશિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ ઇત્યાદિ અનંત અનંત શક્તિઓનું અનંત અનંત સામર્થ્ય તે આત્મા છે. જે અનંત શક્તિઓ છે તે એક એક શક્તિનું પણ અનંત સામર્થ્ય છે. આવા અનંત શક્તિના સામર્થ્યવાળું મારું તત્ત્વ છે. આવા સ્વરૂપને હું પ્રત્યક્ષ આનંદના આસ્વાદરૂપ અનુભવું છું. હું શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજ પુંજન. નિધિ છું એમ પરિણતિ વેદે છે, જાણે છે. આ પરિણતિ તે ધર્મ છે.