________________
૪૯૯ કામ કરે તે જ આત્માનું સ્વલક્ષણ છે. આવા અતીન્દ્રિય આનંદનો ધણી તું ભગવાન આત્મા છો. આવા આત્મસ્વભાવના સંસ્કાર અંદરમાં દઢ કરવા જેવા છે. અંતરમાં સ્વભાવના ઘોલનના સંસ્કાર વારંવાર અત્યંત દઢ કરતાં સ્વસંવેદન પ્રત્યક્ષ જણાય છે, એટલે નિશ્ચય રત્નત્રય સમ્યગ્દર્શન-જ્ઞાન
ચારિત્ર થાય છે. તે જ ધર્મની સાચી કમાણી છે. ૧૫. હે ભાઈ ! જડથી ભિન્ન તારું ચૈતન્યતત્ત્વ આચાર્યદેવે તને બતાવ્યું તે જાણીને હવે તું પ્રસન્ન થા!
સાવધાન થા ! જાગૃત થા! અને ચૈતન્યસ્વરૂપ તારા આત્માને જ સ્વદ્રવ્ય તરીકે અનુભવ! આત્માનુભૂતિ સારરૂપ કેટલાક પ્રશ્નોઃ
પ્ર. ૧: આત્મઅનુભવ કરવા માટે પહેલાં શું કરવું? ઉ. ૧: પહેલાં એ નક્કી કરવું કે હું ભગવાન આત્મા - શરીરાદિ પરદ્રવ્યોથી ભિન્ન છું અને તેનું કાંઈ જ કરી શકતો નથી. પર્યાયમાં જે વિકાર થાય છે તે પરસંયોગો કે કર્મ કરાવતાં નથી પણ મારા પોતાના જ અપરાધથી થાય છે. એમ નક્કી કર્યા પછી વિકાર તે મારું સ્વરૂપ નથી, હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ્ઞાયક ભગવાન આત્મા છું - એક તત્ત્વનો યથાર્થ નિર્ણય કરીને જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની સન્મુખ થવાનો અંદર પ્રયત્ન કરવો. પ્ર. ૨: પહેલાં વ્રતાદિનો અભ્યાસ તો કરવો ને? ઉ. ૨ : પહેલાંમાં પહેલાં રાગથી ભિન્ન પડવાનો અભ્યાસ કરવો. રાગ અને જ્ઞાનના ભેદજ્ઞાનના અભ્યાસ વિના વ્રતાદિનો અભ્યાસ કરે એ તો મિથ્યાત્વનો અભ્યાસ કરે છે. પ્ર. ૩: આત્મા પામવા માટે આખો દિવસ શું કરવું? ઉ. ૩ઃ આખો દિવસ સત્સમાગમ સલ્લાસ્ત્રનો અભ્યાસ કરવો. વિચાર-મનન-ચિંતન કરીને તત્ત્વનો નિર્ણય કરવો. હું જ્ઞાન-આનંદ સ્વભાવી ભગવાન આત્મા છું, સર્વથા સર્વથી ભિન્ન છું એ છે તત્ત્વનો યથાર્થ નિર્ણય. શરીરાદિ-દ્રવ્યકર્મ-ભાવકર્મ અને નોકર્મ-રાગાદિથી ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં કરતાં સહજ સ્વભાવ સન્મુખ જીવ થાય છે એમ કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે.
વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત.
પોતાના સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને અનુભવ વર્તે અને પોતાના ભાવમાં પોતાની વૃત્તિ વહે તે પરમાર્થ સમ્યકત્વ છે. પ્ર. ૪ અભ્યાસ એટલે શું કરવું? ઉ. ૪ : શાસ્ત્ર વાંચન, શ્રવણ, સત્સમાગમ કરવો જોઈએ. સત્સંગ, સ્વાધ્યાય, ગુણજિજ્ઞાસા, પ્રભુભક્તિ, આત્મવિચાર અને આત્મસાક્ષાત્કાર એ જ આત્મઉન્નતિનો ક્રમ છે.