________________
૪૮૨
૨૯. હું ભગવાનનું શરણ શા માટે લઉં ? ત્યાં શું મળશે ? હું સ્વયં પરિપૂર્ણ છું. ૩૦. હું મારા શરણમાં જ રહું એમાં જ મારું ભલું છે.
૩૧. મને દુઃખી થવાનો માત્ર ભ્રમ છે, હું દુઃખી થયો નથી અને થઈ શકતો નથી. ૩૨. વિશ્વની બધી જ શક્તિઓ મળીને મારું ભલું કે બુરું કરી શકતી નથી. ૩૩. મારું કોઈ પૂજ્ય નથી, હું જ મને પૂજ્ય છું.
૩૪. અરિહંત, સિદ્ધ પૂજ્ય છે તો હું પરમ પૂજ્ય છું.
૩૫. હું અનંત ગુણમયી, અભેદ, એકરૂપ ચૈતન્યપિંડ છું.
૩૬. જગતમાં મારું કોઈ નથી, હું કોઈનો નથી, માત્ર હું જ મારો છું.
૩૭. પ્રત્યેક દ્રવ્યની પર્યાય તેના સ્વકાળે સ્વતંત્ર થાય છે, તો પછી હું કોઈનું શું કરું ? કર્તૃત્વનો બોજો ફેંકી દેવામાં જ નિર્ભરતા (નિરાકુળતા) છે.
૩૮. કાંઈ પણ જાણવાની, કરવાની ઉત્સુકતા આકુળતાની જનેતા છે. ૩૯. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એ ધારા સહજ ચાલવી જોઈએ. ૪૦. સમકિતની તે મુક્તિની પર્યાય પોતાના યોગ્ય સમયે સ્વયં પ્રગટ થશે. ૪૧. હું જ ધ્યાતા, ધ્યેય.... હું જ ધ્યાન છું, હું જ જ્ઞાતા, શેય... ૪૨. હું નિશ્ચય નયથી શુદ્ધ નથી, પ્રત્યક્ષ સ્વભાવથી જ શુદ્ધ છું. ૪૩. હું ત્રિકાળ સત્ અર્થાત્ સ્વતંત્ર અને અવિનાશી છું.
૪૪. સ્વાનુભૂતિ જ ધર્મ છે. બહિર્મુખતા તો અધર્મ છે, આસ્રવ છે.
૪૫. હું શુદ્ધ છું, બુદ્ધ છું, નિરંજન છું - આ વિચારવું શું ? એમાં જામી જવું જોઈએ.
૪૬. ગમે તેવા પરિણામ હોય તો ય શું ? હું તો અપરિણામી છું.
૪૭. આત્મજ્ઞાન જ જ્ઞાન છે, અન્ય જ્ઞાન અજ્ઞાન છે.
..હું જ જ્ઞાન છું.
૪૮. સંયોગ, સંયોગમાં છે, હું મારામાં છું. બન્ને વચ્ચે વજ્ર જેવી દિવાલ છે. ૪૯. બધા જ દ્રવ્ય સત્, બધા જ ગુણ સત્, બધી જ પર્યાય સત્. તો પછી મારે કોઈનું શું કરવું ? ૫૦. હું પરમાત્મા હતો, પરમાત્મા છું અને પરમાત્મા જ રહીશ.....!
Οι
ઉપર જણાવેલ ભાવનાથી, ચિંતવનથી અંતર્મુખી ચિંતન ધારામાં સ્વરૂપની મહિમાનું બળ દિન પ્રતિદિન વધતું જશે. તેના ફળસ્વરૂપે કાળાંતરે શીઘ્ર જ સ્વાનુભૂતિની દશા પ્રગટશે. પામરતાનો અંત પર્યાયમાં થઈ પરમાત્મા બની જઈશ.