________________
૪૮૬ ચીજ છે. પોતાનો પોતાથી અનુભવ થાય છે. તે સ્વાનુભૂતિ' છે.
હવે આ ત્રણ શબ્દોમાં ‘ભાવાય’ એટલે સત્તાસ્વરૂપ પદાર્થ-વસ્તુ-દ્રવ્ય; અને ‘ચિત્ત સ્વભાવાય” કહેતાં ગુણ એટલે જ્ઞાન-દર્શન જેનો સ્વભાવ છે તે અને ‘સ્વાનુભૂલ્યા ચકાસત અને અનુભૂતિથી પ્રકાશે છે તે. અનુભૂતિ તે પર્યાય. એમ દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણે સિદ્ધ થયા. આ રીતે આત્માનું સ્વરૂપ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે એમ સિદ્ધ થયું. અને “સ્વાનુભૂતિ' એ ત્રણેની
એકતાથી થાય છે. ૪. “સર્વ ભાવાન્તરચ્છિદ : હવે મોક્ષસ્વરૂપ અસ્તિની વાત કરે છે. પૂર્ણતાની વાત કરે છે. પોતાના
ભાવથી અનેરાં સર્વ જીવ-અજીવ (ચરાચર) ગતિ કરનાર અને ગતિસ્થ (સ્થિર રહેનાર), સર્વ પદાર્થોને સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ વિશેષોથી સહિત એક જ સમયમાં જાણનારો છે. આ પર્યાયના પૂર્ણ સામર્થ્યની વાત છે. પોતાના ભાવને સ્વાનુભૂતિથી જાણે, પણ ભાવાન્તર કહેતાં બીજાના ભાવોને પણ સંપૂર્ણ જાણનાર છે. પોતાથી અનેરાં ભાવોને એટલે એકેક દ્રવ્યના અનંત ગુણો અને એકેક ગુણની અનંત પર્યાયો સહિત એક જ સમયે જાણનાર છે. આમ આ આત્મા પૂર્ણ જ્ઞાનદશામાં સર્વજ્ઞ સ્વભાવ છે.
અરેરે ! અનાદિથી જન્મ-મરણ કરીને ભાઈ તું દુઃખી છે. સંસારમાં ગરીબ થઈને ભટકતો-રાંકો થઈને ખડે છે. પોતાની બાદશાહી શક્તિની તને ખબર નથી ! પોતે બાદશાહ ! હા ભાઈ! ભગવાન પૂર્ણાનંદનો નાથ બાદશાહ છે. તે બાદશાહનો તે સ્વરૂપે જે સ્વીકાર કરે – તેને સ્વતંત્ર અતીન્દ્રિય સુખરૂપ પર્યાય પ્રગટે છે. તે ‘સ્વાનુભૂતિ છે.
જેનોને તો સર્વજ્ઞ વીતરાગ શુદ્ધ આત્મા જ ઈષ્ટ છે. પછી ભલેને તે ઈષ્ટદેવને પરમાત્મા કહો, પરમ જ્યોતિ કહો, પરમેશ્વર, પરબ્રહ્મ, શિવ, નિરંજન, નિષ્કલંક, અક્ષય, અવ્યવ, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અનુપમ, અચ્છેદ્ય, અભેદ્ય, પરમ પુરુષ, નિરાબાધ, સિદ્ધ, શુદ્ધાત્મા, ચિદાનંદ, સર્વજ્ઞ, વીતરાગ, અહંત, જિન, આમ, ભગવાન, સમયસાર ઇત્યાદિહજારોનામોથી કહો, તે સર્વનામો કથંચિત સત્યાર્થ છે. આવું છે ભગવાન આત્માનું, વસ્તુનું, જૈનદર્શનનું સ્વરૂપ! આત્માનુભૂતિ : વ્યાખ્યા સમ્યકત્વની સંપ્રાપ્તિ માટે અંતસ્તત્ત્વોન્મુખી સ્થિતિ થવી આવશ્યક છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે આત્મનુભૂતિ એ અનિવાર્ય શરત છે. આત્માનુભૂતિને સ્વાનુભૂતિ પણ કહે છે. પોતાના આત્માની અનુભૂતિ જ સ્વાનુભૂતિ છે. વેદનપૂર્વક જાણકારી અનુભૂતિ છે. તેના સાથે આનંદરસ તેનું લક્ષણ છે.
એક માત્ર નિજ શુદ્ધાત્માનો અનુભવ કરવો એ જ સાર છે. આત્માનુભૂતિ સર્વ ધર્મનો સાર છે. એનાથી ધર્મનો પ્રારંભ થાય છે અને ધર્મની પૂર્ણતા આત્માની પૂર્ણ દશા પ્રગટ થવી એની પૂર્ણતામાં જ રહેલી છે. અર્થાત્ અનંત આત્મલીનતાની દશા જ ધર્મની પૂર્ણતા છે. આત્માનુભૂતિ જ આત્મધર્મ છે.