________________
દર્શન-જ્ઞાનમય છું. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો, ભાવક ભાવ અને શેય ભાવથી ભેદજ્ઞાન થયું, પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી, હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય? ન થાય.
આ રીતે સ્વાનુભૂતિ પ્રગટ કરેલો આત્મા અનુભવમાં પોતાને કેવો જાણે છે એ બતાવ્યું છે. વિશેષાર્થ: શ્રી ગુરુની દેશનામાં આત્માનું સ્વરૂપ આ રીતે સમજાવવામાં આવ્યું : “ભગવાન ! તું ચૈતન્ય સ્વરૂપ છે, તારામાં અનંત ગુણો ભર્યા છે. અહાહા ! પ્રભુ તું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા એવા એવા પૂર્ણ સ્વભાવની અનંત શક્તિઓનું સંગ્રહાલયસ્થાન છે.'
આ સાંભળનાર શિષ્યને એવી સ્વભાવની ધૂન ચડી કે તેને ચોટ લાગી અને તે મહા પુરુષાર્થથી તેણે સ્વસંવેદન પ્રગટ કરી લીધું.
આત્મા અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય શાંતિ અને અનંત ઇશ્વરશક્તિનો સમુદાય છે એવું સમ્યગ્દર્શનમાં તેને ભાન થયું. આવું સમજીને - ભાન કરીને શિષ્ય સાવધાન થયો, સ્વરૂપ પ્રતિ સાવધાન થયો. અનંત કાળમાં જે નહોતું કર્યું અને જે કરવા યોગ્ય હતું તે સમ્યગ્દર્શન-સ્વાનુભૂતિ તેણે કરી. હું તો જ્ઞાયક સ્વરૂપ ચેતન્ય સ્વભાવના ભાવથી ભરેલો ચૈતન્ય - તેજના નૂરનું પૂર છું એમ સાવધાન થઈ તેણે જાણ્યું કે “અહો ! હું તો અતીન્દ્રિય આનંદ અને શાંતિનો સાગર છું. આનંદ, જ્ઞાન અને વીતરાગતાના રસથી છલોછલ ભરેલો પરમેશ્વર છું.’
આત્મા શક્તિએ વીતરાગમૂર્તિ છે તેથી તેની પર્યાયમાં વીતરાગતા પ્રગટે છે, પ્રવહે છે. અહાહા! ભગવાન આત્માની સત્તા-હોવાપણું પરમેશ્વરપણાના સ્વભાવથી ભરેલું છે. અનંત સામર્થ્યમંડિત એક એક શક્તિ એમ અનંત શક્તિ, ગુણસ્વભાવથી ભરેલો પરમેશ્વર પોતે છે. તે સર્વ સામર્થ્યનો ધરનાર અનંત બળથી ભરેલો ભગવાન છે. આત્મામાં પ્રભુતાના ગુણ છે. તેના નિમિત્તે અનંત ગુણોમાં પ્રભુતાનું રૂપ છે. એક ગુણમાં અનંત ગુણોનું રૂપ છે. આવો આત્માનો મહિમા આવતાં તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને અને તેનું આચરણ કરીને સમ્યક પ્રકારે તે એક આત્મારામ થયો. તે હવે પોતાને કેવો અનુભવે છે તે કહે છે.
હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે.’ હું આત્મા છું. તે મારા પોતાના અનુભવથી જ પ્રત્યક્ષ જણાય છે. વજન અહીં છે કે મારા અનુભવથી એટલે આનંદના વેદનથી હું મારા આત્માને જાણું છું. પરથી, વિકલ્પથી, નિમિત્તથી કે રાગથી નહિ પણ મારા જ અનુભવથી હું આત્માને પ્રત્યક્ષ જાણું છું.
___ वस्तु विचारत ध्यावतै, मन पावै विश्राम । रस स्वादत सुख ऊपजै, अनुभौ याकौ नाम ॥ જેમાં આત્માના આનંદના રસનો સ્વાદે આવે તેવા વેદનથી હું મારા આત્માને પ્રત્યક્ષ જાણું છું.
અહીં ચિન્માત્રજ્યોતિ હુંઆત્મા છું એમ કહીને જીવનો સ્વભાવ જ્ઞાનમાત્ર છે એમ કહ્યું. જ્ઞાનમાત્ર કહેતાં એમાં બીજા અનંત ગુણો છે તેનો નિષેધ કરવો નથી, પરંતુ રાગાદિ વિકારનો નિષેધ કરવો છે.