________________
૪૬૦ અલ્પજ્ઞ પર્યાય ઉપરથી ખસીને અખંડ સ્વભાવમાં વળી ગયું છે, એટલે તે જીવ ‘સર્વજ્ઞ ભગવાનનો
નંદન’ થયો છે. ૧૩. હજુ પોતાને સર્વજ્ઞપણું પ્રગટ્યા પહેલાં પણ ‘મારો આત્મા ત્રણે કાળે સર્વજ્ઞતાપણે પરિણમવાની
તાકાનવાળો છે” એમ જેણે સ્વસમ્મુખ થઈને નક્કી કર્યું તે જીવ અલ્પજ્ઞતાને, રાગને કે પરને પોતાનું
સ્વરૂપ ન માને, પોતાના પૂર્ણ જ્ઞાનસ્વરૂપ ઉપર જ તેની દષ્ટિ હોય. ૧૪. જે આત્મા પોતાની પૂર્ણ જ્ઞાનશક્તિની પ્રતીત કરે તે જ ખરો જૈન અને સર્વશદેવનો ભક્ત છે. ૧૫. આત્મા પરને લ્ય-મૂકે, કે તેમાં ફેરફાર કરે એમ જે માને છે તે જીવ આત્માની શક્તિને, સર્વશદેવને કે
જૈનશાસનને માનતો નથી. તે ખરેખર જૈન નથી. ૧૬. જુએ ભાઈ! આત્માનો સ્વભાવ “સર્વજ્ઞ છે. સર્વજ્ઞશક્તિ બધા આત્મામાં ભરી છે. “સર્વજ્ઞ એટલે
બધાને જાણનાર. બધાને જાણે એવો મોટો મહિમાવંત પોતનો સ્વભાવ છે, તેને અન્યપણે વિકારી સ્વરૂપ માની લેવો તે આત્માની મોટી હિંસા છે. આત્મા મોટો ભગવાન છે, તેની મોટાઈના આ
ગાણાં ગવાય છે. ૧૭. ભાઈ રે! તું સર્વજ્ઞ એટલે જાણનાર છો પણ પરમાં ફેરફાર કરનાર તું નથી. જ્યાં દરેકે દરેક વસ્તુ જુદી
છે તાં જુદી ચીજનું તું શું કરે ? તું સ્વતંત્ર અને તે પણ સ્વતંત્ર. અહો ! આવી સ્વતંત્રતાની
પ્રતીતમાં એકલી વીતરાગતા છે. ૧૮. “અનેકાન્ત” એટલે મારા જ્ઞાનતત્ત્વપણે છું ને પરપણે નથી એમ નક્કી કરતાં જ જીવ સ્વતત્વમાં
રહી ગયો ને અનંત પરતત્ત્વોથી ઉદાસીનતા થઈ ગઈ. આ રીતે અનેકાન્તમાં વીતરાગતા આવી જાય
૧૯. જ્ઞાનતત્ત્વની પ્રતીત વગર પર પ્રત્યેથી સાચી ઉદાસીનતા થાય નહિ. ૨૦. સ્વ-પરના ભેદજ્ઞાન વગર વીતરાગતા થાય નહિ. જ્ઞાન તત્ત્વને ચૂકીને હું પરનું કરું એમ માનવું તે
એકાંત છે, તેમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષ ભરેલા છે, તે જ સંસાર ભ્રમણનું મૂળ છે. ૨૧. હું જ્ઞાનપણે છું અને પરપણે નથી' એવા અનેકાન્તમાં ભેદજ્ઞાન અને વીતરાગતા છે, તે જ મોક્ષમાર્ગ
છે અને તે પરમ અમૃત છે. ૨૨. જગતમાં સ્વ અને પર બધા તત્ત્વો નિજ નિજ સ્વરૂપે સત્ છે, આત્માનો સ્વભાવ તેને જાણવાનો
છે, છતાં હું પરને ફેરવું' એવા ઊંધા અભિપ્રાયમાં સનું ખૂન થાય છે તેથી તે ઊંધા અભિપ્રાયને
મહાન હિંસા કહેવામાં આવી છે અને તે જ મહાન પાપ છે. ૨૩. અહો ! હું તો જ્ઞાન છું, આખું જગત એમને એમ પોતપોતાના સ્વરૂપમાં બિરાજી રહ્યું છે ને હું મારા
જ્ઞાનતત્વમાં બિરાજુ છું; તો પછી ક્યાં રાગ અને ક્યાં દ્વેષ? રાગ-દ્વેષ ક્યાંય છે જ નહિ. હું તો બધાને જાણનાર સર્વજ્ઞતાનો પિંડ છું. મારા જ્ઞાનતત્વમાં રાગ-દ્વેષ છે જ નહિ - આમ ધર્મી જાણે છે.