________________
અનાદિ અનંત એકરસમય છે. બીજા કલુષ રસને એમાં ન ભેળવો તો ચેતનરસ એકલો અત્યંત મધુર વીતરાગ સ્વાદવાળો છે. આ શુદ્ધ ચેતના થઈ. ચેતનાનું ચેતનપણું ઓળખતો રાગાદિ પરભાવોથી નિજભાવનું ભેદજ્ઞાન થાય છે. તે જ્ઞાતા-દષ્ટા જીવ અનુભવમાં આવે છે. ૩. અહો! એ અનુભવની શી વાત ! અતીન્દ્રિય આનંદરૂપ એનો પ્રકાશ છે. જ્ઞાનચેતના શુદ્ધ થતાં હવે
હું જાગ્યો...મોહભાવ ભાગ્યો. હું મારા સ્વરૂપ હાથી ઉપર આરૂઢ થયો. અનુભવમાં આવું વેદન છે
પણ વિકલ્પ નથી, ભેદ નથી, વિચાર નથી. આત્મપરિણમન જ તેવું વર્તે છે. ૪. ત્યાં તે પરિણમતો આત્મા પોતે જ સાધ્ય-સાધક અભેદ છે. અનુભૂતિમાં દ્રવ્ય- ગુણ-પર્યાય ત્રણેય
સ્વભાવજાતિરૂપ થવાથી એકપણે અનુભવાય છે. સ્વભાવ સંગથીને રંગથી સમ્યકત્વ, શુદ્ધોપયોગ, જ્ઞાન, આનંદ વગેરે બધા સ્વભાવભાવો ખીલી જાય છે. થોડીક શુદ્ધતા, પૂર્ણ શુદ્ધતાને પ્રસિદ્ધ કરે છે; થોડોક પણ ચૈતન્યરસ પૂર્ણ ચૈતન્યસ્વભાવને પ્રસિદ્ધ કરે છે. સ્વભાવનો એક અંશ પણ પૂર્ણ સ્વભાવને પ્રસિદ્ધ કરે છે, કેમ કે તે અંશ-અંશીથી અભેદ છે. નાનકડું જ્ઞાન તે કાંઈ રાગનો અંશ
નથી, તે પૂર્ણ જ્ઞાનનો અંશ છે, પૂર્ણ જ્ઞાન તે જ રૂપે પરિણમ્યું છે. ૫. જેવી પરિણતિ થઈ તેવો આખો સ્વભાવ જાગ્યો. અનાદિથી પરસમય થતો હતો તે હવે સ્વસમયરૂપ
પરિણમવા લાગ્યો. શુદ્ધ તત્ત્વનો નિશ્ચય તેની સન્મુખ થયેલા શુદ્ધોપયોગ વડે થાય છે. તે ઉપયોગ કેવળજ્ઞાનની જાતનો છે. અહા ! કેવળજ્ઞાનનો તે નાનો ભાઈ છે, લઘુનંદન છે.
આવા નિજ વૈભવના અવલોકનથી આત્માનો અનુભવ થાય છે -પરમેશ્વર થવાની આ ભાવના છે. ૧૯ સાતિશય ઉપયોગ આત્માને સાધે છે: ૧. સામાન્ય રીતે જીવત્રણ પ્રકારના શુભોપયોગમાં હોય છે. ક્રિયારૂપ, દેવ-ગુરુ-શાસ્ત્ર સંબંધી ભક્તિરૂપ, શાસ્ત્રના અભ્યાસથી તત્ત્વના વિચાર અને ગુણ-ગુણીના ભેદરૂપ ભેદજ્ઞાનના અભ્યાસરૂપ.
હવે આ ત્રણે પ્રકારના શુભ વિકલ્પના રસમાં જ રોકાઈ રહે, ઉપયોગને વિકલ્પથી અધિક ન કરે, વિકલ્પથી જુદું ચૈતન્ય સ્વરૂપ લક્ષગત ન કરે તો એવા જીવના શુભોપયોગમ, કોઈ સાતિશયતા નથી. આ શુભોપયોગમાં ઉપયોગ બળવાન નથી. ઉપયોગ રાગમાં દબાઈ રહ્યો છે. તેમાં એકાકાર
વર્તી રહ્યો છે. તેથી અનુભવનું કાર્ય થતું નથી. ૨. ઉપયોગમાં સાતિશયપણું આવ્યા વગર પોતાના સ્વભાવને સાધી શકે નહિ. એ ધ્યાન રાખવું કે
‘શુભ ઉપયોગમાં તેમાંથી સાધકપણે ઉપયોગમાં છે “શુભ'માં નહિ. શુભ રાગ અને ઉપયોગ બન્ને
ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. તેમાં ઉપયોગ જ્યારે રાગ કરતાં બળવાન હોય તેને સાતિશય કહીએ છીએ. ૩. શુભોપયોગ વખતે જો ઉપયોગ સ્વરૂપ આત્મા “લક્ષગત” વર્તતો હોય એટલે કે ઉપયોગની અધિકતા
ને શુભ રાગથી ભિન્નતાણું લક્ષ વર્તતું હોય તો તે શુભોપયોગ સાતિશય છે. સમ્યકત્વરાથે તે સંબંધવાળો
છે.