________________
૪૭૭
ક્યાંય નથી પણ મારામાં જ છે, ને હું પોતે જ શાંતિ સ્વરૂપ છું. હું પોતે જ આનંદ સ્વરૂપ છું, હું પોતે જ જ્ઞાનસ્વરૂપ છું,હું પોતે જ સુખ સ્વરૂપ છું.
બસ, આવો જ આત્મા તે જ ધ્યાનનો વિષય. ‘જેને હું ધ્યાવવા ચાહું છું તે હું જ છું.’ આ ભાવનાનો દૃઢ અભ્યાસ કરવો.
૧૬ અનુભવ પ્રકાશ :
૧. આત્માને શુદ્ધ સ્વરૂપે અનુભવમાં લેવો તે મુમુક્ષુ જીવનું કર્તવ્ય છે.
૨. અશુદ્ધ આત્માના ચિંતનથી દુઃખ પરિપાટી ઊભી થઈ છે.
૩. જીવ પોતાના સહજ શુદ્ધ સ્વરૂપની સંભાળ કરે તો એક ક્ષણમાં સર્વ દુઃખનો ન શ થાય,
આનંદમય પરમપદને પામે.
ને શાશ્વત
૪. પરિણામ પોતાને ભૂલી પરમાં એકત્વ માની રહ્યા છે, તે ગુલાંટ ખાઈને સ્વસ્વરૂપમાં એકત્વ (પોતાપણું) કરે તો આત્મા મુક્તિ સુખ પામે.
૫. પ્રજ્ઞાછીણી વડે રાગને જુદો કરીને તારા ચેતન અંશને પોતાનો જાણ, તો તારો ભગવાન આત્મા તારાથી ગુપ્ત રહેશે નહિ. ચૈતન્ય ભગવાન ચેતનાથી જુદો જીવી શકતો નથી. જ્યાં ચેતના છે ત્યાંજ ચૈતન્ય ભગવાન છે. બન્નેને જુદાઈ નથી. (જ્યાં ચેતના છે ત્યાં સર્વ ગુણ છે.)
૬. હે ભવ્ય ! તું આ વાત કહેવામાત્ર ન ગ્રહતો, પણ ચિત્તને ચેતનામાં લીન કરી, સ્વાનુભવનો સુખ
વિલાસ કરજે.
૭.
જ્ઞાનપ્રકાશના કિરણો જ્યાંથી નીકળે છે તે ચૈતન્યસૂર્ય તું છો. તેની ભાવનામાં મગ્ન રહેવું. દ્રવ્યગુણ-પર્યાય ત્રણેયને ચૈતન્યરૂપી અનુભવીને એકરસ કરવા - એકરસ જ છે, તેમાં ભેદ-વિકલ્પ ન કરવા. આ અનુભવમાં અનંતગુણનો સર્વ રસ આવે છે. પંચ પરમેષ્ઠી જેવો જ હું છું - એમ સમજીને તું તારા આત્માનો અનુભવ કર.
૮. સ્વને જાણનારું જે જ્ઞાન છે તે જ્ઞાન તો નિજ વાનગી છે. તે નિજ વાનગી ચાખી ચાખીને ઘણા સંતો અજર-અમર થયા છે.
૯. જ્ઞાનપરિણતિ સ્વરૂપ જે આત્મા છે તે આનંદ રસ સહિત છે, એ જ રીતે સર્વ ગુણોના રસનો સ્વાદ તેમાં છે; તે કોઈ અત્યંત મધુર સ્વાદ છે.
૧૦. જ્ઞાનમાં પોતાની આત્મવસ્તુનો મહાન રસ ભાસવો એ જ અનુભવની રીત છે.
૧૧. જ્ઞાનપરિણતિ તે આત્મદ્રવ્યની પરિણતિ છે. જુદું કાંઈ નથી. પરિણતિ દ્વારા દ્રવ્યનો જ અનુભવ થાય છે.
૧૨. તેનું નામ જ ‘આત્મપ્રકાશ’ તે જ ‘સ્વભાવ રસ’. તેનું જ નામ ‘અનુભવ પ્રકાશ’.