________________
૪૭૪ -
દ” જે ભોગો દેખવામાં આવે છે; ‘શ્રુત’ જે ભોગો સાંભળેલા છે અને “અનુભૂત” જે ભોગો ભોગવેલા છે, તેની આકાંક્ષાથી પ્રભુ રહિત છે.
હવે ત્રણ શલ્યની વાત છે. નિદાન, માયા અને મિથ્યા. કોઈ પણ કાર્ય તેના ફળની ઇચ્છાથી કરવું તે નિદાન. માયા એટલે કપટ-કુટિલતા, વસ્તુનું સ્વરૂપ હોય તેનાથી જુદું બતાડવું અને મિથ્યા એટલે ઊડે ઊડે કાંઈ પણ રાગથી લાભ થાય, વ્યવહારથી નિશ્ચય આત્મા પમાય, એ વિપરીત માન્યતારૂપી મિથ્યા શલ્ય. એવા ત્રણ શલ્યથી ‘પ્રભુ” રહિત છે. એટલે કોઈ પણ સૂક્ષ્મ વૃત્તિનું નિદાન’, ઊંડી ઊંડી સરળતાથી વિપરીત માયા” અને ઊંડે ઊંડે ‘મિથ્યાત્વ” વિપરીત માન્યતાનો સૂક્ષ્મ ભાવ, જેના અસંખ્ય પ્રકાર છે, એવા ત્રણ શલ્યથી પ્રભુ રહિત છે.
સર્વ વિભાવ” પરિણામ એમાં ક્યાં કાંઈ બાકી રાખ્યું? વિભાવ અર્થાત્ વિકારી ભાવ. પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, તપ, જપ, ભક્તિના પરિણામ એ બધા વિભાવ ભાવ કહ્યાં છે. એ ‘સ્વભાવ’ નથી. ‘એવા સર્વ વિભાવ પરિણામ રહિત શૂન્ય છું. ‘અભાવ બતાવવાનો છે ને! સર્વ વિભાવ પરિણામ રહિત શૂન્ય છું. શુભ-અશુભના જે વિકલ્પ છે તે પણ વિભાવ છે. ભાઈ ! પ્રભુ'માં વિભાવ નથી. એ તો અધ્યાસથી વિભાવને પોતાનો માન્યો છે. પણ વસ્તુમાં એ નથી. વિભાવ ભાવને સંયોગીભાવ કીધો છે. આ તો સમ્યક એકાંત છે.
શ્રીમદ્ રાજચંદ્ર પણ કહ્યું છે, “આ અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી.”
લોકો અનેકાન્તના નામે એમ કહે છે કે સ્વભાવથી લાભ થાય અને વિભાવથી પણ લાભ થાય તો અનેકાન્ત કહેવાય. તેમજ પોતાના ઉપાદાનથી પણ કામ થાય અને નિમિત્તથી પણ અંદર આત્મામાં કામ થાય એને અનેકાન્ત કહે છે. નિશ્ચયથી પણ કામ થાય અને વ્યવહારથી પણ કામ થાય એ અનેકાન્ત છે. ભાઈ ! એ અનેકાન્ત નથી. એ તો એકાંતિક મિથ્યાત્વભાવ છે. એ વિભાવભાવ છે. અહીં તો વિભાવ નામનો અંશ પણ જેના સ્વભાવમાં નથી એવો આ “ભગવાન આત્મા” પોતે પોતાના અંતરના આનંદ અને જ્ઞાનની નિર્મળ પર્યાય દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ત્યાં આ રીતે મળી શકે એમ કહે છે.
ત્રાળ લોકમાં ત્રણે કાળે શુદ્ધ નિશ્ચય નવે-પર્યાયદષ્ટિએ-વ્યવહાર નયે નહિ, આવો છે. પર્યાયમાં ભલે વેદન અલ્પ-ઘણું-વિશેષ-ગમે તે પ્રકારે હોય છતાંય જીવ છે એ તો ત્રણે લોકમાં ત્રિકાળ આવા શુદ્ધ સ્વરૂપે છે. ત્રણે લોકમાં બધાંય જીવ તો આવા પરિપૂર્ણ પ્રભુ” જ છે. શુદ્ધ નિશ્ચય નયથી હું આવો છું અને બધા આવાં છે.
આવી ભાવના તે આતમભાવના - તે જ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન છે. મન, વચન અને કાયાના યોગથી તમજ કરવું, કરાવવું અને અનુમોદનાથી નિરંતર આ ભાવના ભાવવી એ જીવનું કર્તવ્ય છે.
‘આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે!