________________
૪૭૩ જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળતાં, જે સ્વ - પોતાનું વદન થાય, તેનાથી ‘આ આત્મા છે' એમ જણાય. અને તેનાથી આત્મા પ્રાપ્ત થાય, એટલે પર્યાયમાં આત્માની પ્રાપ્તિ થાય. અનાદિથી પર્યાયમાં જે પર્યાયની અને રાગની પ્રાપ્તિ છે, તે પર્યાય આત્મા'માં અંતર્મુખ થઈને સ્વસંવેદન કરે તો જે (બાત્મ) વસ્તુ છે તે પ્રાપ્ત થાય. આહાહા...! આવી વાત અને વસ્તુસ્થિતિ છે.
ભરિતાવસ્થ’ - હું તો મૂળ એવો શક્તિઓ અને સ્વભાવથી ભરેલી દશાવાળ - અવસ્થ એટલે શક્તિવાળો છું. આહાહા....! ભરિતાવસ્થ એટલે પરિપૂર્ણ સ્વરૂપ. ‘પરિપૂર્ણ સ્વરૂપ હું છું રાગ નથી, નિમિત્ત નથી, અપૂર્ણતા પણ મારામાં નથી. ‘મારા’માં રાગની વિપરીતતા તો નથી પણ અપૂર્ણતાયે નથી - એવો હું પરિપૂર્ણ છું.
આ થઈ મારા શુદ્ધ સ્વભાવની અસ્તિથી વાત. આવા શુદ્ધ સ્વભાવનું જ્ઞાન શ્રદ્ધા અને એમાં સ્થિરતા થતાં એની પર્યાયમાં પ્રાપ્તિ થાય છે.
આવી આત્મભાવના ભાવવાની વાત છે. આ આત્મભાવના વ્યવહારથી પ્રથમ તો વિકલ્પરૂપ જ હોય છે - પણ જેમ જેમ સ્વભાવ વિજ્ઞાનઘન થતો જાય છે તેમ તેમ સહજ એવી એક અપૂર્વ ધ્યાનની સ્થિતિ બનતી જાય છે અને એ જ્ઞાનની પર્યાય દ્રવ્યસ્વભાવમાં અભેદ રીતે પરિણમતી જાય છે એટલે એ પર્યાયમાં દ્રવ્યસ્વભાવનું જે સામર્થ્ય છે તે આવતું જાય છે અને અનુભવના કાળે, નિર્વિકલ્પ સ્થિતિ ઉત્પન્ન થતાં અપૂર્વ આનંદનો રસ વેદાય છે. હવે નાસ્તિથી જોઈએ. મારા દ્રવ્ય સ્વભાવમાં શું શું નથી ? પરદ્રવ્યના તરફના વલણની દશારૂપ - અનુકૂળતા પ્રત્યે ગમવાપણું એ રાગ, પ્રતિકૂળતા પ્રત્યે અણગમો) એ ઘેષ - મોહ’ પર તરફના વલણવાળી દશા - સાવધાની એ બધાથી હું રહિત છું.
‘ષની વ્યાખ્યા ક્રોધ-માન” અને રાગની વ્યાખ્યા “માયા-લોભ એ ચારે ય કષાયની જે ચોકડી છે એનાથી હું રહિત છું. ઇન્દ્રિયથી ભગવાનને જોવા અને ભગવાનની વાણી સાંભળવી - એ પાંચ ઇન્દ્રિયના વિષય વ્યાપારથી પણ હું રહિત છું.
મન-વચન-કાયાના વ્યાપારથી એ ભગવાન આત્મા પાર છે - એ બધો જડનો વિષય અને ભગવાન આત્મા ચૈતન્ય છે. તે વાણીથી, દેહથી, મનના ભાવથી પણ મળે એવો નથી. અંતરમન અને ભાવના ‘પ્રભુ” તો એનાથી પણ રહિત છું. અંદર ભિન્ન છે. એવા પ્રભુની ભાવના એનું નામ “આત્મભાવના” કહેવાય છે.
- ભાવકર્મ - પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ એ બધા ભાવકર્મ. ભાવકર્મ એટલે વિકલ્પની વૃત્તિ - વિકારી પરિણામ - બધા જ શુભાશુભ ભાવ - એનાથી પ્રભુ આત્મા ભિન્ન છે. દ્રવ્ય કર્મ - જડકર્મ જે જ્ઞાનાવરણીય આદિ એમ આઠ પ્રકારના છે તેનાથી પ્રભુ અંદર ભિન્ન છે. વસ્તુ છે, અસ્તિ છે, હાજર છે, હયાતિ ધરાવે છે એવું જે આત્મતત્ત્વ - નોકર્મ એટલે શરીર-મન-વાણી આદિ બધાથી ભિન્ન છે.
‘ખ્યાતિ-પૂજા-લાભ”મારી પ્રસિદ્ધિ થાઓ, મારી પૂજા થાઓ, ખ્યાતિ-પૂજાના લાભની આકાંક્ષાથી “પ્રભુ રહિત છે.