________________
૪૬૯
ભાવાર્થ :
‘હું છું’ ‘દં’ એટલે હું છું - અસ્તિત્વનો સ્વીકાર.
‘સહજ’ - ત્રિકાળ - સ્વાભાવિક - કૃત્રિમ નથી.
‘જ્ઞાનરૂપ’ - હંમેશા જ્ઞાનસ્વરૂપ જ છું - પરમ પારિણામિક ભાવરૂપ છું, ક્યારેય અજ્ઞ ની થયો નથી. ‘શુદ્ધ’ - પવિત્ર -ક્યારેય પણ અશુદ્ધ - મલિન થયો નથી.
‘આનંદપ’- આનંદ હંમેશા જ્ઞાન સાથે હોય જ. બન્ને અવિનાભાવી છે - જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ છે. ‘એક સ્વભાવ છું’ - ‘એક’ સ્વભાવ કે જેમાં ભેદ નહિ, રાગ તો નહિ પણ પર્યાયનો ભેદ પણ નહિ.
:
હવે ચારેય અનુયોગમાં સારરૂપે તો વીતરાગતા જ છે. અને આ વીતરાગતા જે દ્રવ્યસ્વભાવમાં છે તે પર્યાયમાં ત્યારે જ પ્રગટે જ્યારે પર્યાય એ દ્રવ્યસ્વભાવનો સ્વીકાર કરે. ‘સહજ જ્ઞાનાનંદ હું છું’ એવી દૃષ્ટિ કરે તો પ્રગટે ! એનો અર્થ એ આવ્યો કે ‘સ્વનો આશ્રય કરવો’. અહીં તો આ ચીજ શું છે ? એનો સરવાળો આ છે ઃ જે પર્યાય શુદ્રનો શુદ્ધ તરીકે સ્વીકાર કરે, તેના માટે તે શુદ્ધ છે અને તેના આશ્રયથી પરંપરાએ પર્યાય શુદ્ધ થાય છે. જેની પર્યાય બુદ્ધિ છૂટીને, ત્રિકાળી શુદ્ધ જ્ઞાન, સહજ શુદ્ધ જ્ઞાન, સ્વાભાવિક શુદ્ધપવિત્ર જ્ઞાન અને આનંદ તે હું છું. આમાં કોઈ વ્યવહારનો કર્તા છું કે રાગવાળો છું કે પર્યાયવાળો છું એમ પણ અહીંયા લીધું નથી. અહાહા..... ! ધર્મી ભાવના ‘આ’ કરે ! શ્રીમદ્દે કહ્યું છે ને ‘‘આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે ! '' પણ આ ‘ભાવના’ની વાત કરી છે.
જે વર્તમાન જ્ઞાનની પર્યાય - દ્રવ્યસ્વભાવ જ્ઞાયક ભગવાન આત્માનો આશ્રય કરે- એમાં લીન થાયઢળે અને એને જો સમર્પિત થઈ એમાં એક સમય માટે અભેદ રીતે પરિણમી જાય તો સમ્યગ્દર્શન થાય. આનું નામ ‘આત્મભાવના’’ અને એ પર્યાય જો બે ઘડી ત્યાં સ્થિર થઈ જાય તો કેવળજ્ઞાન પૂર્ણપદની પ્રાપ્તિ થાય. આનું જ નામ આત્મભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન....!
σε
આ ખરેખર તો ધ્યાનની એક સહજ અવસ્થા છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એક જ અભેદ થઈ જાય છે. જ્ઞાની પર્યાય ધ્યાતા છે, જ્ઞાયક ભગવાન આત્મા ધ્યેય છે અને સંપૂર્ણ પ્રક્રિયા ધ્યાનની છે.
હું એક સ્વભાવી છું. જેમાં ‘પરિપૂર્ણ ગુણ’ અને ‘પરિપૂર્ણ સ્વભાવ’ એવો પણ ભેદ નહિ. અનેકપણું કે એવા (ગુણ-ગુણીના) ભેદ નહિ. એવી એ તો પરિપૂર્ણ ગુણથી ભરેલી અભેદ ચીજ છે. એવા સ્વ(ભાવ)ની ભાવના ભાવવી.
આ વાત કોઈ ભાષા કે વિકલ્પની નથી. ‘આવો હું છું’ એવો વિકલ્પ ય નહિ, વસ્તુનું સ્વરૂપ ‘આ’ છે.
ભાવના એટલે વિકલ્પ કે ચિંતવન નહિ. ભાવના એટલે એવા (સ્વ)ભાવમાં એક.ગ્ર થવું. આવા ભાવમાં ‘હું આ છું’ એકાગ્રતા થઈ, પછી એવી સ્વ-ભાવાકારે તો પર્યાય થઈ.
‘સ્વાભાવિક’- કૃત્રિમ નહિ, કરાયેલો નહિ, નાશ થાય નહિ, એક સમયની પર્યાય પુરતું નહિ. ‘સ્વાભાવિક’ તે પણ ‘શુદ્ધ’. સ્વાભાવિક ચીજ છે એ શુદ્ધ જ હોય. એ વર્તમાન પર્યાયમાં જે અશુદ્ધતા