________________
૪૬૨ પણ સ્વીકાર્યો, કેમ કે જ્યાં સર્વજ્ઞતા હોય ત્યાં રાગ-દ્વેષ હોતાં નથી અને જ્યાં રાગ-દ્વેષ હોય ત્યાં સવજ્ઞતા હોતી નથી. તેથી સર્વજ્ઞ સ્વભાવને સ્વીકારનાર કદી રાગ-દ્વેષથી લાભ માની શકે નહિ,
અને રાગ-દ્વેષથી લાભ માનનાર સર્વજ્ઞ સ્વભાવને સ્વીકારી શકે નહિ. ૩૨. જ્ઞાની કહે છે કે તણખલાના બે કટકા કરવાની શક્તિ પણ અમે ધરાવતા નથી - એનો આશય એમ
છે કે અમે તો જ્ઞાયક છીએ, એક પરમાણુમાત્રને પણ ફેરવવાનું કર્તુત્વ અને માનતા નથી. તણખલાના બે ટકા થાય તેને કરવાની અમારી કે કોઈ આત્માની તાકાત નથી પણ જાણવાની તાકાત છે અને તે
પાન એટલું જ જાણવાની તાકાત નથી પણ પરિપૂર્ણ જાણવાની તાકાત છે. ૩૩. જે જીવ પોતાના જ્ઞાનની પૂર્ણ જાણવાની શક્તિને માને તથા તેનો જ આદર અને મહિમા કરે તે જીવ
અપૂરી દશાને કે રાગને પોતાનું સ્વરૂપ ન માને તથા તેનો આદર અને મહિમા ન કરે, એટલે તેને જ્ઞાનના ઉઘાડનો અહંકાર ક્યાંથી થાય ? જ્યાં પૂર્ણ સ્વભાવનો આદર છે ત્યાં અલ્પ જ્ઞાનનો અહંકાર
હોતો નથી. ૩૪. જ્ઞાનસ્વભાવી આત્મા સંયોગ વિનાનો તેમ જ પરમાં અટકવાના ભાવ વિનાનો છે. કોઈ બીજા વડે
તેનું માન કે અપમાન નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ પોતે પોતાથી જ પરિપૂર્ણ અને સુખથી ભરપૂર
૩૫. સર્વજ્ઞતા એટલે એકલું જ્ઞાન, પુરેપુરું જ્ઞાન ! એવા જ્ઞાનથી ભરેલા આત્માની પ્રતીત કરવી તે ધર્મનો
મૂળ પાયો છે. ૩૬. મ રામાં જ સર્વજ્ઞપણે પરિણમવાની શક્તિ છે. તેનાથી જ મારું જ્ઞાન પરિણમે છે - એમ ન માનતાં
શ સ્ત્ર વગેરે નિમિત્તને લીધે મારું જ્ઞાન પરિણમે છે એમ જેણે માનું તેણે સંયોગથી લાભ માન્યો, એટલે તેને સંયોગમાં સુખબુદ્ધિ છે; કેમ કે જે જેનાથી લાભ માને તેને તેમાં સુખબુદ્ધિ હોય જ.
ચૈતન્યબિંબ સ્વતત્ત્વ સિવાય બીજાથી લાભ માનવો તે મિથ્યા બુદ્ધિ છે. ૩૭. ‘મારો આત્મા જ સર્વજ્ઞતા અને પરમ સુખથી ભરેલો છે એવી જેને પ્રતીત નથી તે જીવ ભોગ હેતુ
ધર્મને એટલે કે પુષ્પને જ શ્રદ્ધ છે; ચૈતન્યના નિર્વિષય સુખનો તેને અનુભવ નથી એટલે ઊંડાણમાં
તેનો ભોગનો જ હેતુ પડ્યો છે. ૩૮. સર્વજ્ઞત્વપણે પરિણમવાની આત્માની જ શક્તિ છે તેનો આશ્રય કરવાને બદલે, નિમિત્તના આશ્રયે
જ્ઞાન ખીલે, એમ જે માને છે તેને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખબુદ્ધિ ટળી નથી. નિમિત્ત અને વિષયો બન્ને એક છે. નિમિત્તના આશ્રયથી લાભ માનનાર કે વિષયોમાં સુખ માનનાર એ બન્નેની એક જવાત છે; તેઓ આત્મસ્વભાવનો આશ્રય કરીને ન પરિણમતાં સંયોગનો આશ્રય કરીને જ પરિણમી રહ્યા છે. ભલે શુભ ભાવ હો તો પણ તેમને વિષયોની રુચિ ટળી નથી ને સ્વભાવના અતીન્દ્રિય મુખની રુચિ થઈ નથી; તેઓએ પોતાના આત્માને નહિ પણ વિષયો જ ધ્યેયરૂપ બનાવ્યા છે.