________________
૪૫૯ વસ્તુની પર્યાયમાં જે સમયે જે કાર્ય થવાનું છે તે જ નિયમથી થાય છે અને સર્વજ્ઞના જ્ઞાનમાં તે જ પ્રમાણે જણાયું છે; આમ જે નથી માનતો અને નિમિત્તને લીધે તેમાં ફેરફાર થવાનું માને છે તેને વસ્તુના સ્વરૂપની કે સર્વજ્ઞતાની પ્રતીત નથી.
‘સર્વજ્ઞતા” કહેતાં જ બધા પદાર્થોનું ત્રણે કાળનું પરિણમન સિદ્ધ થઈ જાય છે. જો પદાર્થમાં ત્રણે કાળના પર્યાયો ચોક્કસ ક્રમબદ્ધ ન થતાં હોય, ને આડા-અવળા થતાં હોય તો સર્વજ્ઞતા જ સિદ્ધ ન થઈ શકે, માટે સર્વજ્ઞતા કબૂલ કરનારે એ બધું કબૂલ કરવું જ પડશે.
આ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થતાં દષ્ટિ પરથી હટી સર્વજ્ઞ સ્વભાવ ઉપર પડે છે અને આત્માનો અનુભવ થઈ જાય છે. સર્વજ્ઞતાનો મહિમા ૧. મોક્ષમાર્ગના મૂળ ઉપદેશકશ્રી સર્વજ્ઞદેવ છે; તેથી જેને ધર્મકરવો હોય તેણે સર્વજ્ઞને ઓળખવા જોઈએ. ૨. નિશ્ચયથી જેવો સર્વજ્ઞ ભગવાનનો સ્વભાવ છે તેવો જ આ આત્માનો સ્વભાવ છે; તેથી સર્વશને
ઓળખતાં પોતાનો આત્મા ઓળખાય છે; જે જીવ સર્વજ્ઞને ન ઓળખે તે પોતાના આત્માને પણ
ઓળખતો નથી. ૩. સમસ્ત પદાર્થોને જાણવાના સામર્થરૂપ સર્વજ્ઞત્વ શક્તિ આત્મામાં ત્રિકાળ છે, પણ પરમાં કાંઈ
ફેરફાર કરે એવી શક્તિ આત્મામાં કદી નથી. ૪. અહો! સમસ્ત પદાર્થોને જાણવાની તાકાત આત્મામાં સદાય પડી છે, તેની પ્રતીત કરનાર જીવ ધમ
૫. તે ધર્મી જીવ જાણે છે કે હું મારી જ્ઞાનક્રિયાનો સ્વામી છું પણ પરની ક્રિયાનો સ્વામી હું નથી. ૬. આત્મામાં સર્વજ્ઞશક્તિ છે, તે શક્તિનો વિકાસ થતાં પોતામાં સર્વશપણું પ્રગટે છે; પણ આત્માની
શક્તિનો વિકાસ તે પરનું કાંઈ કરી દે એમ બનતું નથી. ૭. સાધકને પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટી ન હોવા છતાં તે પોતાની સર્વજ્ઞશક્તિની પ્રતીત કરે છે. ૮. તે પ્રતીત પર્યાયની સામે જોઈને કરી નથી પણ સ્વભાવ સામે જોઈને કરી છે. વર્તમાન પર્યાય તો પોતે
જ અલ્પજ્ઞ છે. તે અલ્પજ્ઞતાને આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત કેમ થાય? ૯. અલ્પજ્ઞ પર્યાય વડે સર્વજ્ઞતાની પ્રતીત થાય, પણ અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત ન થાય;
ત્રિકાળી સ્વભાવના આશ્રયે જ સર્વજ્ઞતાની પ્રતીત થાય છે. ૧૦. પ્રતીત કરનાર તો પર્યાય છે, પણ તેને આશ્રય દ્રવ્યનો છે. ૧૧. દ્રવ્યના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત કરનાર જીવને સર્વજ્ઞતારૂપે પરિણમન થયા વગર રહે નહિ. ૧૨. અલ્પજ્ઞ પર્યાય વખતે પણ પોતમાં સર્વજ્ઞત્વ શક્તિ હોવાનો જેણે નિર્ણય કર્યો તેની રુચિનું જોર