________________
૪૪૨ જ્ઞાનની વિશેષ નિર્મળતા થવા માટે આપ્યા છે, પણ તે ભેદમાં અટકી, રાગમાં રોકાઈ રહેવા માટે આપ્યા નથી, માટે તે ભેદોનું સ્વરૂપ જાણી જીવે પોતાના ત્રિકાળી અખંડ અભેદ ચૈતન્ય સ્વભાવ તરફ વળી નિર્વિકલ્પ થઈ આત્માનો અનુભવ કરવાનો ઉપદેશ છે.
અંગપ્રવિષ્ટ એ બાર ભેદના નામ છે. અંગબાહ્ય શ્રુતમાં ચૌદ પ્રકીર્ણક હોય છે.
આ બાર અંગ અને ચૌદ પૂર્વની રચના, જે દિવસે તીર્થકર ભગવાનનો દિવ્યધ્વનિ છૂટે છે ત્યારે માવતરૂપ પર્યાયથી પરિણત ગણધર ભગવાન એક જ મુહૂર્તમાં ક્રમથી કરે છે. આ બધા
શાસ્ત્રો નિમિત્ત માત્ર છે; ભાવકૃતમાં તેને અનુસરીને તારતમ્યતા હોય છે એમ સમજવું. ઉપયોગ અને લબ્ધિ: ૧. એક જીવને એક સાથે એકથી શરૂ કરીને ચાર જ્ઞાન સુધી હોઈ શકે છે; વળી એક જ જ્ઞાન એક વખતે
ઉપયોગરૂપ હોય છે. કેવળજ્ઞાન પ્રગટ્યું ત્યારથી તે કાયમ માટે ટકે છે; બીજા જ્ઞાનોનો ઉપયોગ વધારેમાં વધારે અંતર્મુહૂર્ત હોય છે, તેથી વધારે હોતો નથી, પછી જ્ઞાનના વિષયનો ઉપયોગ બદલે જ છે કેવળી સિવાય બધા સંસારી જીવોને ઓછામાં ઓછા બે એટલે મતિ અને શ્રુતજ્ઞાન હોય જ
૨. ક્ષયોપથમિક જ્ઞાન ક્રમવર્તી છે, એક કાળમાં એક જ પ્રવર્તે છે; પણ અહીં જે ચાર જ્ઞાન એકી સાથે
કહ્યાં છે તે ચારનો ઉઘાડ એકી વખતે હોવાથી ચાર જ્ઞાનની જાણનરૂપ લબ્ધિ એક કાળમાં હોય એમ
કહેવું છે, ઉપયોગ તો એક કાળે એક સ્વરૂપે જ હોય છે. ૩. આત્મા ખરેખર પરમાર્થ છે અને તે જ્ઞાન છે; આત્મા પોતે જ પદાર્થ છે; તેથી જ્ઞાન પણ એક જ પદ
છે. જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત્ મોક્ષ ઉપાય છે. જ્ઞાનના જે ભેદો
કહ્યા છે તે આ એક પદને અભિનંદે છે. ૪. જ્ઞાનના હીનાધિકરૂપ ભેદો, તેના સામાન્ય જ્ઞાનસ્વભાવને ભેદતા નથી પણ અભિનંદે છે. માટે
જેમાં સમસ્ત ભેદોનો અભાવ છે એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું અવલંબન કરવું - એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જ અવલંબન કરવું. જ્ઞાનસ્વરૂપ આત્માના અવલંબનથી જ નીચે
મુજબ પ્રાપ્તિ થાય છે. ૫. ૧) નિજપદની પ્રાપ્તિ થાય છે.
૨) ભાંતિનો નાશ થાય છે. ૩) માત્માનો લાભ થાય છે. ૪) અનાત્માનો પરિવાર સિદ્ધ થાય છે. ૫) ભાવકર્મ જોરાવર થઈ શકતું નથી.