________________
૪૪૧
૮. મતિ અને શ્રુતજ્ઞાન વચ્ચેનો ભેદઃ ૧. મતિ અને શ્રુતજ્ઞાનને એક માનવા બરાબર નથી. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બન્ને ઇન્દ્રિયો અને મનથી
ઉત્પન્ન થાય છે એ હેતુ અસિદ્ધ છે. ૨. જીભ અને કાનને શ્રુતજ્ઞાનની ઉત્પત્તિના કારણ માનવા તે ભૂલ છે. વક્તાની જીભતો શબ્દનું ઉચ્ચારણ
કરવામાં કારણ છે, શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ નથી. શ્રોતાના કાન પણ જીવને થતાં મતિજ્ઞાનની
ઉત્પત્તિમાં કારણ છે, શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ નથી. ૩. તેથી શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં બે ઇન્દ્રિયોને કારણ બતાવવી, મતિ અને શ્રુતજ્ઞાન બન્ને ઇન્દ્રિયો અને
મનથી ઉત્પન્ન થાય છે એમ કહીને બન્નેની એકતા માનવી મિથ્યા છે. તે બે ઇન્દ્રિયો શ્રુતજ્ઞાનમાં | નિમિત્ત નથી. ૪. એ રીતે મતિ અને શ્રુતજ્ઞાનની ઉત્પત્તિના કારણમાં ભેદ છે. મતિજ્ઞાન ઇન્દ્રિયો અને મનના કારણે
ઉત્પન્ન થાય છે, અને જે પદાર્થનો ઇન્દ્રિયો તથા મન દ્વારા મતિજ્ઞાનથી નિર્ણય થઈ ગયો હોય તે પદાર્થનું મન દ્વારા જે વિશેષતાથી જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન છે; માટે બન્ને જ્ઞાન ક નથી પણ જુદાં
જુદાં છે. ૫. ઇન્દ્રિય અને મન દ્વારા “આ ઘડો છે' એમ નિશ્ચય કર્યો તે મતિજ્ઞાન છે; ત્યાર પછી એ ઘડાથી જુદા,
અનેક સ્થળો અને અનેક કાળમાં રહેવાવાળા અથવા ભિન્ન રંગોના સમાન જાતિના બીજા ઘડાનું જ્ઞાન કરવું તે શ્રુતજ્ઞાન છે. એક પદાર્થને જાણ્યા બાદ સમાન જાતિના બીજા પ્રકારને જાણવા તે
શ્રુતજ્ઞાનનો વિષય છે. ૬. ઈન્દ્રિય અને મન દ્વારા જે ઘડાનો નિશ્ચય કર્યો ત્યાર પછી તેના ભેદોનું જ્ઞાન કરવું તે શ્રુતજ્ઞાન છે;
ઇન્દ્રિય અને મન દ્વારા નિશ્ચય કરી તેના ભેદ-પ્રભેદને જાણનારું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. ૭. “આ જીવ છે કે “આ અજીવ છે' એવો નિશ્ચય કર્યા પછી જે જ્ઞાનથી સંખ્યાદિ દ્વારા તેનું સ્વરૂપ
જાણવામાં આવે છે તે શ્રુતજ્ઞાન છે; કેમ કે તે વિશેષ સ્વરૂપનું જ્ઞાન ઇન્દ્રિય દ્વારા થઈ શકતું નથી, તેથી તે મતિજ્ઞાનનો વિષય નથી પણ શ્રુતજ્ઞાનનો વિષય છે. જીવ-અજીવ જાણ્યા પછી તેના સત્ સંખ્યાદિ વિશેષોનું જ્ઞાન માત્ર મનના નિમિત્તથી થાય છે. મતિજ્ઞાનમાં એક પદાર્થ સિવાય બીજા પદાર્થનું કે તે
જ પદાર્થોના વિશેષોનું જ્ઞાન થતું નથી; માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જુદા જુદા છે. ૮. અવગ્રહ પછી ઇહાજ્ઞાનમાં તે જ પદાર્થનું વિશેષ જ્ઞાન છે અને ઇહા પછી અવાયમાં તે જ પદાર્થનું
વિશેષ જ્ઞાન છે, પણ તેમાં (ઇહા કે અવાયમાં) તે જ પદાર્થના ભેદ-પ્રભેદનું જ્ઞાન નથી, માટે તે
મતિજ્ઞાન છે-શ્રુતજ્ઞાન નથી. (અવગ્રહ, ઇહા, અવાય એ મતિજ્ઞાનના ભેદો છે. ૯. જીવને સમ્યગ્દર્શન થતાં જ સમ્યફ મતિ અને સમ્યક શ્રુતજ્ઞાન થાય છે. સમ્યગ્દર્શન કારણ છે અને
સમ્યજ્ઞાન કાર્ય છે એમ સમજવું. આ સમ્યક મતિ અને સમ્યક કૃતજ્ઞાનના જે મેદ આપ્યા છે તે