________________
૪૫૫
યથાર્થ શ્રદ્ધા થતી નથી. આ અનેકાન્ત વસ્તુને પ્રમાણ-નય વડે સાત ભંગથી સાધવી તે સમ્યકત્વનું કાર્ય છે, તેથી તેને પણ સમ્યકત્વ જ કહીએ છીએ એમ જાણવું. જિનમતની કથની અનેક પ્રકારે છે તે અનેકાન્તરૂપે સમજવી. આ સપ્તભંગીમાં અસ્તિ અને નાસ્તિ એ બે પ્રથમ ભેદો ખાસ લક્ષમાં લેવા જેવા છે; તે બે ભેદો એમ બતાવે છે કે જીવ પોતામાં સવળા કે અવળા ભાવ કરી શકે પણ પરનું કાંઈ કરી શકે નહિ, તેમ જ પરદ્રવ્યરૂપ અન્ય જીવો કે જડકર્મ વગેરે સૌ પોતપોતામાં કાર્ય કરી શકે પણ તે કોઈ જીવનું ભલું, બુરું કાંઈ કરી શકે નહિ; માટે પરવસ્તુઓ ઉપરથી લક્ષ ઉઠાવી લઈને પોતાના ત્રિકાળી અભેદ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ઉપર દષ્ટિ આપવી. તેને આશ્રયે નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટે છે. તેનું ફળ અજ્ઞાનનો નાશ
થઈને ઉપાદેયની બુદ્ધિ અને વીતરાગતાની પ્રાપ્તિ છે. ૩. દરેક વસ્તુ અનેક ધર્મસ્વરૂપ છે, તે સર્વને અનેકાન્ત સ્વરૂપ જાણીને જે શ્રદ્ધા કરે અને તે પ્રમાણે જ
લોકને વિષે વ્યવહાર પ્રવર્તાવે તે સમ્યગ્દષ્ટિ છે. ૪. અનેકાન્ત શું બતાવે છે ? ૧) અનેકાન્ત વસ્તુને પરથી અસંગ બતાવે છે. અસંગણાની સ્વતંત્ર
શ્રદ્ધા તે અસંગપણાની ખીલવટનો ઉપાય છે; પરથી જુદાપણું તે વસ્તુનો સ્વભાવ છે. ૨) અનેકાન્ત વસ્તુને ‘સ્વપણે છે અને પરપણે નથી' એમ બતાવે છે. પરંપણે આત્મા નથી તેથી પરવસ્તુનું કાંઈ પણ કરવા આત્મા સમર્થ નથી અને પરવસ્તુ ન હોય તેથી આત્મા દુઃખી પણ નથી. તું તારાપણે છો” તો પરપણે નથી અને પરવસ્તુ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય તેને ફેરવવા તું સમર્થ નથી. બસ! આટલું નક્કી કર તો શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ તારી પાસે જ છે. ૩) અનેકાન્ત વસ્તુને સ્વપણે સહુ બતાવે છે. સને સામગ્રીની જરૂર નથી, સંયોગની જરૂર નથી, પણ સતને સત્ના નિર્ણયની જરૂર છે કે ‘સત્પણે છું, પરપણે નથી.' ૪) અનેકાન્ત વસ્તુને એક-અનેક સ્વરૂપ બતાવે છે. ‘એક’ કહેતાં જ “અનેક’ની અપેક્ષા આવી જાય છે. તું તારામાં એક છો અને તારામાં જ અનેક છે. તારા ગુણ-પર્યાયથી અનેક છો. વસ્તુથી એક છો. ૫) અનેકાન્ત વસ્તુને નિત્ય-અનિત્ય સ્વરૂપ બતાવે છે. પોતે જ નિત્ય છે અને પોતે જ પર્યાય અનિત્ય છે, તેમાં જે તરફની રુચિ તે તરફનો પલટો (પરિણામ) થાય. નિત્ય વસ્તુની રુચિ કરે તો નિત્ય ટકનારી એવી વીતરાગતા થાય અને અનિત્ય એવા પર્યાયની રુચિ થાય તો ક્ષણિક એવા રાગલેષ થાય. ૬) અનેકાન્ત દરેક વસ્તુની સ્વતંત્રતા જાહેર કરે છે. વસ્તુ પરથી નથી અને સ્વથી છે તેમાં સ્વ અપેક્ષાએ દરેક વસ્તુ પરિપૂર્ણ જ છે એ આવી જાય છે. વસ્તુને પરની જરૂર નથી, પોતાથી જ પોતે સ્વાધીન-પરિપૂર્ણ છે.