________________
૪૦ ગાથા ૭૨ આત્મા સદા અસંગ ને કરે પ્રકૃત્તિ બંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ભાવાર્થ આત્મા હંમેશા નિરાળો છે અને જડ કર્મ જીવને બાંધે છે, અથવા ઇશ્વર કર્મ કરવાની પ્રેરણા કરે છે તેથી જીવ બંધાતો નથી. ગાથા ૭૩ માટે મોક્ષ ઉપાયનો, કોઈન હેતુ જણાય; કર્મપણું કર્તાપણું, કાંનહિ કાંનહિ જાય. ભાવાર્થઃ આમ હોવાથી મુક્ત થવાના ઉપાયનું કોઈ કારણ જણાતું નથી, વિકારી ભાવનું કર્તાપણું જીવને નથી અને હોય તો તે જાય તેવું નથી.
સમાધાન:
ગાથા ૭૪: હોય ન ચેતના પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ, જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી મર્મ. ભાવાર્થ: ચેતન (જીવ) મનન ન કરે તો તેની સાથે જડકર્મ એક ક્ષેત્રે ભેગાં થાય? જડનો સ્વભાવ મનન (વિકારી ભાવ) કરવાનો નથી એમ જીવનો ધર્મ અને જડનો ધર્મ વિચારી જોશો તો ખબર પડશે. ગાથા ૭૫: જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીવ ધર્મ. ભાવાર્થ: જીવ જો વિકારી ભાવ કરતો નથી તો રજકણો (કાર્પણ વર્ગણા) કર્મરૂપ થતાં નથી, તેથી કર્મ અનાયાસે થતાં નથી, તેમ જ વિકારી ભાવ તે જીવનો સ્વભાવ નથી. ગાથા ૭૬ કેવળ હોત અસંગ જો, ભાસત તને કેમ? અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ. ભાવાર્થ : જો સર્વથા પર તરફનું લક્ષ કર્યા વગર આત્મા રહેતો હોત તો તને તેવો જણાત કેમ નહિ? એટલે કે જણાત જ. વસુદષ્ટિ એ જીવ અસંગ જ છે, પણ જો તે પોતાનું ભાન કર તો અસંગ રહે.. ગાથા ૭૭ કર્તા ઇશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષ પ્રભાવ. ભાવાર્થ: કોઈ ઇશ્વર જગતનો અથવા કર્મોનો કર્તા નથી, જીવનો શુદ્ધ સ્વભાવ તે જ ઈશ્વર છે અથવા તેને કર્મનો કરાવનાર ગણીએ તો ઇશ્વર મહાન દોષનો કર્તા થાય. ગાથા ૭૮ ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ, વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. ભાવાર્થ: જો જીવ પોતાના ભાનમાં રહેતો પોતાના શુદ્ધસ્વભાવનો કર્તા થાય અને પોતાના શુદ્ધ સ્વભાવમાં ન વર્તે તો વિશેષ પ્રકારે ભાવકર્મનો કર્તા થાય અથવા જડકર્મનું નિમિત્ત થયો કહેવાય.
શંકા:
ગાથા ૭૯ઃ જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય. ભાવાર્થ જીવને કર્મનો કર્તા કહો તો ભલે પણ તે ભોગવનારો થાય નહિ, જડકર્મને શી ખબર પડે કે તે ફળ આપનારું થાય ?