________________
૪૨૦ હવે જે સમ્યગ્દષ્ટિ આત્મા છે તે આ સંશય, વિમોહ અને વિભ્રમ દોષોથી સર્વથા રહિત હોય છે. તે પોતાના આત્માનું સ્વરૂપ યથાર્થ જાણે છે અને માને છે. સમ્યક નિર્ણયમાં તેને કશાય પ્રકારનો
સંદેહ હોતો નથી. આવા છે સમકિતીના લક્ષણ. ૮. સમ્યગ્દષ્ટિ જીવ: ૧. જેમના હૃદયમાં નિજ-પરનો વિવેક પ્રગટ થયો છે, જેમનું ચિત્ત ચંદન સમાન શીતલ છે અર્થાત્
કષાયોનો આતાપ નથી. અને નિજ-પર વિવેક થવાથી જે મોક્ષમાર્ગમાં આનંદ અનુભવે છે, જે
સંસારમાં અરહંતદેવના લઘુનંદન છે, થોડાક સમયમાં અરહંતપદ પ્રાપ્ત કરનાર છે. ૨. જેમને પોતાના આત્માનું સાચું જ્ઞાન છે. મોક્ષ પદાર્થ પર સાચો પ્રેમ છે, જે હદયના સાચા છે અને
સત્ય વચન બોલે છે તથા જિનવરના વચનો પર જેમને અટલ વિશ્વાસ છે, કોઈની સામે જેમને વિરોધ નથી, શરીરની જેમને અહંબુદ્ધિ નથી, જે આત્મસ્વરૂપના શોધક છે, અણુવ્રતી કે મહાવ્રતી નથી. જેમને સદૈવ પોતાના જ આત્મામાં આત્મહિતની સિદ્ધિ, આત્મશક્તિની રિદ્ધિ અને આત્મગુણોની વૃદ્ધિ પ્રગટ દેખાય છે, જે અંતરંગ લક્ષ્મીથી સંપન્ન છે. જે જિનરાજના સેવક છે, સંસારથી ઉદાસીન રહે છે, જે આત્મિક સુખથી સદા આનંદરૂપ રહે છે એ લક્ષણોના ધારક સમ્યગ્દષ્ટિ
હોય છે. ૩. જેના આત્મામાં ગણધર જેવો સ્વ-પરનો વિવેક પ્રગટ થયો છે, આત્મઅનુભવથી સાચા સ્વાધીન
સુખને જ સુખ માને છે, પોતાના જ્ઞાનાદિ ગુણોની અવિચળ શ્રદ્ધા કરે છે. પોતાના સમ્યગ્દર્શનાદિ સ્વભાવને પોતાનામાં જ ધારણ કરે છે. જે જેમ કીચડથી પાણીનું પૃથ્થકરણ કતકફળથી થાય છે તેમ અનાદિથી મળેલા જીવ અને અજીવ તેમજ જ્ઞાન અને રાગનું પ્રજ્ઞાછીણીથી પૃથ્થકરણ કરે છે. જે આત્મબળ વધારવામાં પુરુષાર્થ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે તે જ સમ્યગ્દષ્ટિ નજીકના
ભવિષ્યમાં સંસાર સમુદ્રથી પાર ઉતરે છે. સિદ્ધદશા - પરમ અનંત સુખદશા પ્રાપ્ત કરે છે. ૯. પાંચ લબ્ધિઓનું સ્વરૂપઃ (વિશેષ)
૧. ક્ષયોપશમ લબ્ધિ : જ્ઞાનનો ઉઘાડ. ૨. વિશુદ્ધિ લબ્ધિ: કષાયની મંદતા, મોહન મંદ થવું. ૩. દેશના લબિ: સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું નિમિત્ત - સાચો ઉપદેશ - સાત તત્ત્વની યથાર્થ સમજણ. ૪. પ્રયોગ્ય લબ્ધિ સુવિચારણા - યુક્તિનું અવલંબન - તત્ત્વનો નિર્ણય - નય-પ્રમાણનું જ્ઞાન - નિજ
જ્ઞાનની પ્રગટતા ૫. કરણ લબ્ધિ રુચિમાં પલટો -ઉપયોગનો પલટો - વીર્ય રુચિ અનુસાર સ્કુરાયમાન થાય. ૧. ક્ષયોપશમ લબ્ધિ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની ઓળખાણ - જીવાદિ સાત તત્ત્વોની ઓળખાણ -
સ્વરૂપની ઓળખાણનો પુરુષાર્થ - આત્મસ્વરૂપ સમજવાની તીવ્ર રુચિ - હિત-અહિતનો વિવેક જાગૃત થાય - કર્મનો સિદ્ધાંત સ્પષ્ટ સમજાય - જીવના પરિણામ ઉત્તરોત્તર નિર્મળ થતાં જાય.