________________
૪૩૭ - તિર્યંચને પણ કુઅવધિ હોય છે. સમ્યફમતિ - શ્રુત તે બે જ્ઞાન સર્વ છદ્મસ્થ સમયગ્દષ્ટિઓને હોય છે. મન પર્યયજ્ઞાન કોઈ કોઈ ભાવલિંગી મુનિઓને હોય છે. તીર્થંકરદેવને મુનિદશામાં તથા ગણધરદેવને તે જ્ઞાન નિયમથી હોય છે. કેવળજ્ઞાન કેવળી અને સિદ્ધ ભગવંતો સર્વને હોય છે. મિથ્યાજ્ઞાન-અજ્ઞાન-કુજ્ઞાન: મિાદષ્ટિઓનું મતિ - શ્રુતજ્ઞાન અન્ય જોયોમાં લાગે પણ પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવામાં ન લાગે એ જ્ઞાનનો જ દોષ છે; તેથી તેને મિથ્યાજ્ઞાન કહ્યું છે; તે જ્ઞાનને તત્ત્વજ્ઞાનના અભાવથી “અજ્ઞાન” કહ્યું છે, તથા પોતાનું પ્રયોજન સાધતું નથી માટે તેને કુજ્ઞાન કહ્યું છે. હવે આગળ કહ્યા તે પાંચ જ્ઞાન જ પ્રમાણ (સાચા જ્ઞાન) છે. તેના હવે બે ભેદ પડે છે. (૧) પ્રત્યક્ષ (૨) પરોક્ષ. ૧) પ્રત્યક્ષઃ પ્રતિ + અક્ષ - અહીં ‘અક્ષ’નો અર્થ આત્મા છે. આત્મા પ્રતિ જેનો નિયમ હોય એટલે પર નિમિત્ત-ઇન્દ્રિયો, મન, આલોક, ઉપદેશ વગેરે રહિત આત્માને આશ્રયે જે ઊપજે, જેમાં બીજું કાંઈ નિમિત્ત ન હોય એવું જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. ૨) પરોક્ષ જે જ્ઞાન પોતાના વિષયને સ્પષ્ટ ન જાણે તેને પરોક્ષ પ્રમાણ કહે છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનથી જે જાણવું થાય તે બધું પરોક્ષ નામ પામે છે. એ જ્ઞાન પરોક્ષ છે તેથી સંશયવાળા કે ભલવાળા છે એમ માનવું નહિ, એ તો તદ્ન સાચા જ છે. એ જ્ઞાનના ઉપયોગ વખતે ઇન્દ્રિય અને નિમિત્ત છે તેથી પર અપેક્ષાએ તેને પરોક્ષ કહ્યા છે. સ્વ અપેક્ષાએ પાંચ પ્રકારના જ્ઞાન પ્રત્યક્ષ છે.
જે જીવોને “સમ્યજ્ઞાન થયું હોય તે પોતાના સમ્યક મતિ અને સમ્યક શ્રુતજ્ઞાન વડે પોતાને સમ્યકત્વ થવાનો નિર્ણય કરી શકે છે, અને તે જ્ઞાન પ્રમાણ અર્થાત્ સાચું જ્ઞાન છે. - આનંદ (સંતોષ), ઉપેક્ષા (રાગ-દ્વેષ રહિતપણું) અને અજ્ઞાનનો નાશ એ રામ્યજ્ઞાનનું ફળ છે. જ્ઞાન પોતાથી જ થાય છે પરપદાર્થથી થતું નથી.
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન અવિનાભાવી છે - માટે સમ્યજ્ઞાન થવાનો નિર્ણય કરી શકે છે. ૫. મતિજ્ઞાનના ક્રમના ભેદોઃ
અવગ્રહ, ઇહા, અવાય, ધારણા એમ ચાર ભેદો છે. તેનું સ્વરૂપ ઉત્તરોત્તર તરતમ્ વધારે ને વધારે શુદ્ધ હોય છે. ૧. અવગ્રહઃ ચેતનામાં જે થોડો વિશેષાકાર ભાસવા લાગે છે તે પહેલાં થનારું જ્ઞાન તેને અવગ્રહ’ કહે
છે. વિષય અને વિષયી (વિષય કરનાર)નું યોગ્ય સ્થાનમાં આવ્યા પછી આદ્યગ્રહણ તે અવગ્રહ છે.
સ્વ અને પર બન્નેનો (જે વખતે જે વિષય હોય તેનો) પહેલાં અવગ્રહ થાય છે. (Photo) ૨. ઈહા અવગ્રહ દ્વારા જાણવામાં આવેલાં પદાર્થને વિશેષરૂપે જાણવાની ચેષ્ટાને ‘ઇહા' કહે છે.