________________
૪૩૬
૨. નય પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક દેશને જે જ્ઞાન ગ્રહણ કરે તેને નય કહે છે. પ્રમાણ દ્વારા નકકી થયેલ અનંત ધર્માત્મક વસ્તુના એક એક અંગનું જ્ઞાન મુખ્યપણે કરાવે તે નય છે. વસ્તુઓમાં ધર્મ અનંત છે તેથી તેના અવયવો અનંત સુધી થઈ શકે છે, અને તેથી અવયવના જ્ઞાનરૂપ નય પણ અનંત સુધી થઈ શકે છે. શ્રુતપ્રમાણના વિકલ્પ, ભેદ કે અંશને નય કહેવામાં આવે છે. શ્રુતજ્ઞાનમાં જ નયરૂપ અંશ પડે છે. જે નય છે તે પ્રમાણ સાક્ષેપરૂપ છે.
૩. યુકિત પ્રમાણ અને નય એ યુક્તિનો વિષય છે. સત્શાસ્ત્રનું જ્ઞાન તે આગમજ્ઞાન છે. આગમમાં જણાવેલાં તત્ત્વોનું યથાર્થપણું યુક્તિ દ્વારા નક્કી કર્યા સિવાય તત્ત્વોના ભાવોનું યથાર્થ ભાસન થાય નહિ, માટે યુક્તિ દ્વારા નિર્ણય કરવો.
જેમણે સમ્યક્ત્વનો આશ્રય લીધો છે તેવા આત્માના હિતકારી પુરુષોએ સર્વદા જિનાગમની પરંપરા અને યુક્તિ અર્થાત્ પ્રમાણ-નયના અનુયોગ વડે વિચારીને પ્રયત્નપૂર્વક સમ્યજ્ઞાનનું સારી રીતે સેવન કરવું યોગ્ય છે. જે પદાર્થનું સ્વરૂપ જિનાગમની પરંપરા સાથે મળતું આવે તેને પ્રમાણ નય વડે પોતાના ઉપયોગમાં બરાબર ગોઠવી, યથાર્થ જાણે તેનું નામ સમ્યજ્ઞાન સેવવું. ૪. સમ્યજ્ઞાતના ભેદ :
૧) મતિ ૨) શ્રુત ૩) અધિ ૪) મન:પર્યય ૫) કેવળજ્ઞાન - એ પાંચ ભેદ છે. જ્ઞાનગુણ એક છે અને તેના પર્યાયના આ પાંચ પ્રકાર છે. આ પાંચમાંથી એક સમયે એક જ જ્ઞાનનો પ્રકાર ઉપયોગરૂપ હોય છે.
૧. મતિજ્ઞાન ઃ પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા (પોતાની શક્તિ અનુસાર) જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન છે. ૨. શ્રુતજ્ઞાન : મતિજ્ઞાન દ્વારા જાણવામાં આવેલાં પદાર્થને વિશેષરૂપથી જાણવો તે શ્રુતજ્ઞાન છે.
૩. અવધિજ્ઞાન ઃ જે ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે અવધિજ્ઞાન છે.
:
૪. મનઃ પર્યયજ્ઞાન જે ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના જ અન્ય પુરુષના મનમાં સ્થિત રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે મનઃપર્યયજ્ઞાન છે.
૫. કેવળજ્ઞાન : જે સર્વ દ્રવ્યો અને તેના સર્વ પર્યાયોને યુગપત્ત(એક સાથે) પ્રત્યક્ષ જાણે છે તે કેવળજ્ઞાન
છે.
તે સિવાય જ્ઞાનોપયોગના બીજા પણ ત્રણ ભેદ કહ્યા છે.
૧) કુમિત
૨) કુશ્રુત ૩) કુઅધિ.
કુમતિ, કુશ્રુત અને કુઅવધિ મિથ્યાજ્ઞાનના પ્રકાર છે. કુમતિ અને કુશ્રુત બધા મિથ્યાદષ્ટિઓને હોય છે. સર્વ મિથ્યાદષ્ટિ દેવો તથા નારકીઓને કુઅવધિ પણ હોય છે. કોઈ કોઈ મિથ્યાદષ્ટિ મનુષ્ય