________________
૪૩૪
સમ્યજ્ઞાન
વ્યાખ્યા : સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત પોતાના આત્માનું તથા પરનું યથાર્થ જ્ઞાન તે સમજ્ઞાન. સંશય: ‘આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે એવું જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકારરૂપ (વિરુદ્ધ બે તરફનું) જ્ઞાન તેને રાંશય કહે છે; જેમ કે આત્મા પોતાના કાર્ય કરી શકતો હશે કે જડના કાર્ય કરી શકતો હશે? એવું જાણવું તે સંશય છે. વિપર્યયઃ વસ્તુસ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વક “આમ જ છે, અન્યથા નથી એવું એકરૂપ જ્ઞાન તેનું નામ વિપર્યય છે; જેમ કે શરીરને આત્મા જાણવો તે વિપર્યય છે. અનવસાયઃ “કંઈક છે' એવો નિર્ધારિ રહિત વિચાર તેનું નામ અનધ્યવસાય છે. જેમ કે હું કોઈક છું' એમ જાણવું તે અનધ્યવસાય છે.
આ ત્રણ ભાવથી રહિત જ્ઞાનનું નામ સમજ્ઞાન છે. હવે આ જ્ઞાનમાં બે શબ્દ છે. સમ્યક + જ્ઞાન. સમ્યક’ આ શબ્દ પ્રશંસાવાચક છે. તે યથાર્થપણું સૂચવે છે. વિપરીત આદિ દોષનો અભાવ તે “સમ્યક છે. “જ્ઞાન” એટલે માત્ર જાણવું - પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણવું તેનું નામ સમ્યજ્ઞાન છે.
પ્રશાંત અનેકાન્તાત્મક અર્થાત્ અનેક સ્વભાવવાળા તત્ત્વો અથવા પદાર્થોમાં નિર્ણય કરવા યોગ્ય છે અને તે સમ્યજ્ઞાન સંશય, વિપર્યય અને વિમોહ (અનધ્યવસાય) રહિત આત્માનું નિજ સ્વરૂપ છે. ૨. નિશ્ચય રત્નત્રયમાં સમ્યજ્ઞાન : ૧. સદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રએ ત્રણે મળીને મોક્ષનો માર્ગ છે અર્થાત્ મોક્ષ પ્રાપ્તિનો
ઉપાય છે. ૨. હવે અજ્ઞાન દશામાં જીવો દુઃખ ભોગવી રહ્યા છે તેનું કારણ એ છે કે તેઓના પોતાના સ્વરૂપની
ભ્રમણા છે. આ ભ્રમણાને મિથ્યાદર્શન' કહેવામાં આવે છે. મિથ્યાદર્શનનો અર્થ ખોટી માન્યતા
૩. પોતાના સ્વરૂપની ખોટી માન્યતા હોય ત્યાં પોતાના સ્વરૂપનું જ્ઞાન જીવને ખોટું જ હોય, તે ખોટા
જ્ઞાનને ‘મિથ્યાજ્ઞાન” કહેવામાં આવે છે. ૪. જ્યાં સ્વરૂપની ખોટી માન્યતા અને ખોટું જ્ઞાન હોય ત્યાં ચારિત્ર પણ ખોટું જ હોય; આ ખોટા
ચારિત્રને મિથ્યાચારિત્ર” કહેવામાં આવે છે. અનાદિથી જીવોને ‘મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્ર” ચાલ્યા આવે છે. તેથી જીવો અનાદિથી દુઃખ ભોગવી રહ્યા છે.
10
મા