________________
૪૧૯ છે. હજારો-લાખો કારણો મળે તો પણ સમ્યત્વી આત્માને કદી પણ અશ્રદ્ધા થાય નહિ. તેમને તત્ત્વ સંબંધી સંશય, વિપર્યય અને વિમોહ એ ભાવો હોય નહિ. આ ત્રણે ભાવો આ પ્રમાણે છે. ૧. સંશય: વિરુદ્ધ બે પ્રકારનું જ્ઞાન હોય તેને સંશય કહે છે. જેમ કે રાત્રે કોઈને જોઈને સંશય થયો કે આ
પદાર્થ માણસ પણ પ્રતિભાસે છે અને વ્યંતર જેવો પણ પ્રતિભાસે છે. તેની દૃષ્ટિમાં તેનો નિર્ધાર થતો નથી, તે સંશય દોષ છે.
સંશયવાળા માણસને છીપ લાવીને પૂછયું કે આ શું વસ્તુ છે? છીપ છે કે રૂપું? ત્યારે સંશય દષ્ટિવાળો હોવાથી તે માણસ કોઈ પણ જાતનો નિર્ણય કરી શક્યો નહિ. આ રૂપું હશે કે છીપ હશે? એમ વિમાસણમાં પડી ગયો, આ છીપ પણ પ્રતિભાસે છે અને રૂપું પણ પ્રતિભાસે છે. તેની દષ્ટિમાં નિર્ધાર ન થયો.
એ જ રીતે સ્વરૂપના અને તત્ત્વના નિર્ણયમાં જેને ભૂલ પ્રવર્તે છે તે આત્મા સંશયવાળો છે. તેને એવા પ્રકારનો સંશય હોય છે કે આ આત્મા છે કે શરીર છે? આત્મા અને શરીર એક જ હશે? કે શરીરથી આત્મા જુદો હશે? આ રીતે તેને સ્વરૂપનો નિર્ણય હોતો નથી, તેથી સંશય દોષવાળો છે. જ્યારે સમકિતીને પોતાના સ્વરૂપ સંબંધી અને જડના સ્વરૂપ સંબંધી આવો સંશય હોતો નથી. તે
પોતાના યથાર્થ સ્વરૂપની શ્રદ્ધા કરે છે. ૨. વિમોહ: આ વિમોહવાળા પુરુષને છીપ લાવીને બતાવવામાં આવે અને પૂછવામાં આવે કે કહો આ
શું છે? છીપ છે કે રૂપું છે? તે માણસ ઉત્તર આપે છે કે જુઓ ભાઈ ! આ કાંઈક વસ્તુ તો છે પણ શું છે તે હું જાણતો નથી. રૂપું કોને કહેવાય અને છીપ કોને કહેવાય તેની મને કાંઈ સુઝ-સમજ નથી. અથવા તો કાંઈ ઉત્તર ન આપતાં તે ચૂપ જ રહે છે.
આ દષ્ટાંત પ્રમાણે વિમોહવાળો મનુષ્ય એ જાણતો નથી કે સ્વભાવ શું છે? પરભાવ શું છે? તત્ત્વનો યથાર્થ નિર્ણય નથી. નિશ્ચય મોક્ષમાર્ગ શું અને વ્યવહાર મોક્ષમાર્ગ શું તેની કાંઈ સમજ કે સૂઝ
નથી. આમ કોઈ પણ પ્રકારની સ્પષ્ટ સમજ “વિમોહવાળા’ને હોતી નથી. ૩. વિશ્વમ વિભ્રમવાળાને વિપરીતરૂપે એક તરફનું જ્ઞાન હોય છે. તે માણસ વસ્તુને અન્યથા જાણે છે.
વિભ્રમવાળાને છીપ બતાવીને પૂછવામાં આવે કે આ છીપ છે કે રૂપું છે? તો તે ઉત્તર આપશે કે એમાં પૂછવા જેવું શું છે? તેમાં શંકા કરવા જેવું કશું જ નથી. હું પ્રત્યક્ષ પ્રમાણથી કહી શકું છું કે આ રૂડું છે, રૂપા સિવાય કશું જ નથી. તમે શું આને છીપ માનો છો ય તો તમારી માન્યતા જૂઠી છે. આ તો રૂપે સર્વથા પ્રકારે રૂપું જ છે. આ પ્રમાણે અન્યથા પ્રકારે એક પ્રકારનું મિથ્યાજ્ઞાન હોય તે વિભ્રમ જ છે.
તે પ્રમાણે વિભ્રમવાળો જીવ મિથ્યાજ્ઞાનથી એવો નિર્ણય કરે છે કે આત્મા અને શરીર એક છે. એમાં કાંઈ શંકા કરવા જેવું નથી. આત્મા શરીરનું કાર્ય-હલનચલન કરાવી શકે છે. એ રીતે પોતાના સ્વરૂપ સંબંધી તેને ભ્રમ થઈ ગયો છે તે વિભ્રમ છે.