________________
૩૯૯ ગાથા ૬૪: જે સંયોગો દેખિએ, તે તે અનુભવ દશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ભાવાર્થઃ જે જે સંયોગો દેખવામાં આવે છે તે તે જ્ઞાનમાં જણાય છે પણ આત્મા સંયોગથી ઊપજતો નથી, તેથી આત્મા ત્રિકાળી છે અને પોતે પોતાથી જ સીધો જણાય તેવો છે. ગાથા ૬૫ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. ભાવાર્થ નહિ જાણનાર પદાર્થોથી જાણપણું થાય અને જાણપણાથી જડ પદાર્થ ઉત્પન્ન થાય એવો કોઈને ક્યારે અને કદી અનુભવ થતો નથી. ગાથા ૬૬ કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ભાવાર્થ: કોઈ પણ સંયોગોમાં જે પદાર્થનું ઊપજવું થતું નથી, તેનો નાશ કોઈમાં થતો નથી, તેથી આત્મા ત્રિકાળ નિત્ય છે. ગાથા ૬૭ કોધાદિતરતમ્યતા, સર્પાદિકની માંય; પુર્વજન્મ સંસ્કાર તે, જીવ નિયતા ત્યાંય. ભાવાર્થઃ સર્પ વગેરે પ્રાણીઓમાં ગુસ્સા વગેરેનું ઓછાપણું વધારેપણું જોવામાં આવે છે તે આગલા ભવના સંસ્કાર છે અને તે વડે જીવનું ત્રિકાળપણું-અનાદિ અનંતપણું સિદ્ધ થાય છે. ગાથા ૬૮ આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળદિવય ત્રયનું જ્ઞાન એકને થાય. ભાવાર્થ આત્મા વસ્તુપણે કાયમ ટકનારો છે, એના ગુણોને હંમેશા સાથે રાખી ટકી રહ્યો છે અને અવસ્થાએ પલટાય-બદલાય છે, અર્થાત્ તેના ગુણોની અવસ્થા સમયે સમયે બદલાય છે. બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણે ઉંમરનું જાણપણું તેના તે જ જીવને થાય છે. ગાથા ૬૯ઃ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ભાવાર્થ અથવા ક્ષણિકપણાનું જ્ઞાન થાય છે એમ જાણીને જે બોલનારો છે, તે બોલવાના ભાવ કરનારો જીવ નાશ પામે તેવો નથી એમ અનુભવ કરી આત્માના ત્રિકાળપણાનો નિર્ણય કર. ગાથા ૭૦ઃ ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોયનનાશ, ચેતન પામે નાશ તો તેમાં ભળે તપાસ. ભાવાર્થ: કોઈ વસ્તુનો સર્વથા કોઈ પણ વખતે નાશ થતો નથી માટે જો ચૈતન્યસ્વરૂપ જીવ નાશ પામે તો તે શેમાં એકરૂપ થઈ જાય તેનો વિચાર કરી નિર્ણય કર. અર્થાત્ આત્મા કોઈમાં ભળી જતો નથી કે કદી તેનો સર્વથા નાશ થતો નથી પણ ટકીને અવસ્થા બદલે છે એમ નક્કી કર.
શંકા:
ગાથા ૭૧: કર્તા જીવન કર્મનો, કર્મ જ કર્તા કર્મ અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ભાવાર્થ જીવ વિકારી ભાવ કરતો નથી તો પણ જડકર્મ જ કર્મને (વિકારી ભાવ અને જડકર્મને) કરે છે. અથવા કર્મ અનાયાસે પોતાથી થયા કરે છે અથવા કર્મ તે જીવનો ધર્મ છે.