________________
3८०
ઉ. : જ્યાં જીવ સાચો પુરુષાર્થ કરે છે ત્યાં સ્વયં બીજા ચારે સમવાય હોય જ છે. પાંચ સમવાયનું સ્વરૂપ નીચે મુજબ સમજવું.
(૧) પુરુષાર્થ : હુ પરનું કાંઈ કરતો નથી, હું તો જ્ઞાયક છું. મારો પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે. આમ સ્વભાવદષ્ટિ કરીને પરની દૃષ્ટિ તોડી તે પુરુષાર્થ.
(૨) સ્વભાવ : ૧ઃ સ્વભાવદષ્ટિનો પુરુષાર્થ કરતાં જે નિર્મળ દશા પ્રગટી, તે દશા સ્વભાવમાં હતી તે જ પ્રગટી છે. એટલે જે શુદ્ધતા પ્રગટી તે સ્વભાવ.
(૩) નિયતિ : સ્વભાવદષ્ટિના પુરુષાર્થ વડે સ્વભાવમાંથી જે ક્રમબદ્ધ પર્યાય તે સમયે પ્રગટવાનો હતો તે જ શુદ્ધ પર્યાય પ્રગટ્યો તે નિયત. સ્વભાવની દૃષ્ટિના જોરે સ્વભાવમાંથી જે પર્યાય પ્રગટવાની યોગ્યત હતી તે જ પ્રગટ્યો છે. બસ ! સ્વભાવમાંથી જે સમયે જે દશા પ્રગટી તે દશા જ તેનું નિયત છે. પુરુષાર્થ કરનાર જીવને સ્વભાવમાં જે નિયત છે તે જ પ્રગટે છે પણ બહારથી કાંઈ આવતું નથી. (૪) કાળલબ્ધિ ઃ સ્વભાવદષ્ટિના પુરુષાર્થ વખતે જે દશા પ્રગટી તે જ તે વખતનો સ્વકાળ છે. પહેલાં પર તરફ ઢળતો હતો તેને બદલે સ્વમાં ઢળ્યો તે જ સ્વકાળ છે.
(૫) નિમિત્ત : સ્વભાવદષ્ટિના પુરુષાર્થથી જ્યારે આ ચાર સમવાય પ્રગટ્યા ત્યારે નિમિત્તરૂપે કર્મો તેમની પોતાની લાયકાતથી સ્વયં ખસી ગયા તે નિમિત્ત છે.
સ્વ તરફનું પુરુષાર્થ થતાં પાંચે સમવાય પોતાના પર્યાયમાં સમાઈ જાય છે.
પુરુષાર્થની પ્રેરણા ઃ સાર ઃ
ભગવાન કહે છે અરે પ્રભુ ! તારા આત્માની જાત અને અમારા આત્માની જાતમાં કાંઈ ફેર નથી. તે તારું સ્વરૂપ પ્રગટ કર્યું નથી, એટલો જ ફેર છે. માટે હવે પરમાત્મા જેવા જ તારા આત્માની નિભ્રાંતભ્રાંતિ રહિત નિઃશંકપણે ભાવના કર !
શક્તિ એ બધા આત્મા ભગવાન છે. તું તારી ચૈતન્ય સત્તાનો સ્વીકાર કર !
Y
જાણવું....જાણવું....જાણવું. આ જાણવાની જ્ઞાનશક્તિની બેહદતા, અચિંત્યતા, અમાપતા છે તે હું જ છું. જ્ઞાન સાથે રહેલો આનંદ એ પણ હું જ છું. અતીન્દ્રિય, બેહદ અને પૂર્ણ આનંદ મારું જ સ્વરૂપ છે. આવા જ્ઞાન-આનંદ સ્વરૂપ આત્માની દષ્ટિ કરતાં - સત્ય સ્વરૂપનો સ્વીકાર કરતાં પર્યાયમાં જે સત્ય દશા પ્રગટ થાય છે તે જ ખરેખર આત્માનો નિજ ધર્મ છે.
Ο
કરવા-ફરવાનું છે જ ક્યાં ? કરું કરુંની દૃષ્ટિ જ છોડવાની છે. રાગને કરવાનું તો છે જ નહિ પણ આત્મામાં અનંતા ગુણ છે તેનું પરિણમન પણ સમયે સમયે થઈ જ રહ્યું છે તેને પણ કરે શું ? ફક્ત તેના ઉપરથી દષ્ટિ છોડીને (ભેદજ્ઞાન કરીને) અંદરમાં જવાનું છે. પોતાની પર્યાય પણ સ્વકાળે થાય છે તેને કરે શું ? ખરેખર તો એ જ્ઞાતા-દૃષ્ટા જ છે.
તે કોઈ પણ રીતે તીવ્ર પુરુષાર્થ કરીને ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને નિશ્ચળપણે અનુભવ્યા