________________
૩૮૬
પર્યાય દ્રવ્ય તરફ ઢળે છે, તેમાં અભેરૂપે પરિણમી જાય છે ત્યાર એ સ્વાનુભૂતિની દશા આનંદના સ્વાદ સાથે પ્રગટ થાય છે. તે સમયની અવસ્થાને ધર્મધ્યાન પણ કહેવામાં આવે છે. આ સુખનો પ્રથમ કણકો છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે.
૭) વસ્તુના સ્વરૂપની સમજણ વગર આત્મજ્ઞાન શક્ય નથી. અને મૂળ વસ્તુ તો આ ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા જ છે અને એ એક જ જાણવા જેવો છે. ખરેખર બીજુ કાંઈ જાણવા અને માનવા જેવું નથી.
૮) સંપૂર્ણ શક્તિ આ વર્તમાન જ્ઞાનની પર્યાય દ્રવ્યસ્વભાવ તરફ કેમ ઢળે એમાં જ લગાડવા સિવાય આ ભવમાં બીજુ કાંઈ પણ કરવાનું પ્રયોજન નથી. નહિ તો આ રત્નચિંતામણી જેવો દુર્લભ મનુષ્યભવ નિષ્ફળ જશે.
૯) આ માટેની સૌથી સરળવિધી પાંચ ‘પ’માં બતાવી છે. જ્ઞાનસ્વરૂપ ભગવાન ત્રિકાળી આત્માનો (૧) પ્રમોદ (૨) પરિચય (૩) પ્રીતિ (૪) પ્રવૃત્તિ અને (૫) પ્રાપ્તિ - બસ આજ એક કરવા જેવું છે. વસ્તુસ્વરૂપ જાણી તેની પ્રતીતિ કરી તેમાં એક સમય માટે એકાગ્ર થવાનું છે. બસ આ એક જ માર્ગ છે.
૧૦) આના સિવાય બીજું કાંઈ પણ કરવા જેવું છે એમ માનવું એ વિપરીત માન્યતા છે, એને મિથ્યાત્વ કહેવામાં આવે છે. એ સૌથી મોટું પાપ છે અને સંસાર પરિભ્રમણ અને દુઃખનું કારણ છે. કોઈ પણ રીતે આ મિથ્યા માન્યતા કાઢવા જેવી છે.
૧૧) જ્ઞાનાનંદ સ્વરૂપ ત્રિકાળી ભગવાન આત્મા જેવો છે, જેવડો છે, જેમ અરિહંત પ્રભુએ બતાવ્યો છે તેને જ જાણ, માન અને તેમાં જ એકાગ્ર થઈ તેનો જ અનુભવ કર. બસ ! આના સિવાય આ ભવનું બીજું કોઈ પ્રયોજન નથી .
૧૨) ટૂંકમાં કહીએ તો ‘સ્વરૂપની સમજણ કરવા જેવી છે’.
૧૩) તે સ્વરૂપની સમજણ માટે પાત્રતા (યોગ્યતા) પ્રથમ જરૂરી છે અને જ્ઞાની ગુરુના માર્ગદર્શન હેઠળ સત્સંગ અને સ્વાધ્યાય કરવા અનિવાર્ય છે.
૧૪) તેની ફળશ્રુતિ પ્રમાણે સૌથી પ્રથમ તત્ત્વનો યથાર્થ નિર્ણય થાય છે. ‘“હું જ્ઞાન-આનંદ સ્વરૂપી ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.’
૧૫) હવે ભેદજ્ઞાનની વિધિ બતાવવામાં આવી છે. જ્ઞાનની પર્યાય પરનું લક્ષ છોડી, રાગાદિનું સ્વામીપણું છોડી પોતાના એક, શુદ્ધ, નિર્મમ, જ્ઞાન-દર્શનપૂર્ણ ત્રિકાળી ભગવાન આત્માનો આશ્રય લઈ ત્યાં એકાગ્ર થતાં નિર્વિકલ્પ આત્માનુભૂતિ - અતીન્દ્રિય સુખની અવસ્થા પ્રગટ થાય છે. બસ ! સૌથી પહેલાંમાં પહેલું આ જ પ્રગટ કરવાનું છે. આ સરળ, સુલભ અને સહજ છે. ૧૬) આ બધું પ્રયોજનભૂત કાર્ય થતું હોય ત્યારે પર્યાય સ્વભાવમાં ‘શુભ ભાવ’ અને બહારમાં તેના