________________
૩૮૫
૧૨) બધું ક્રમબદ્ધ થાય છે એવા નિર્ણયમાં જ જીવનો અનંત પુરુષાર્થ સમાણો છે, પરમાં ફેરફાર કરવો તે કાંઈ આત્માના પુરુષાર્થનું કાર્ય નથી. ભગવાન જગતનું બધું માત્ર જાણે જ છે, પરંતુ તેઓ પણ કાંઈ ફેરવી ન શકે. તેથી શું ભગવાનનો પુરુષાર્થ પરિમિત (હદવાળો) થઈ ગયો ? નહિ, નહિ. ભગવાનનો અનંત-અપરિમિત પુરુષાર્થ પોતાના જ્ઞાનમાં સમાણો છે. ભગવાનનો પુરુષાર્થ સ્વમાં છે, પરમાં નહિ. પુરુષાર્થ જીવ દ્રવ્યનો પર્યાય છે. તેથી તેનું કાર્ય જીવના પર્યાયમાં જ આવે, પણ જીવના પુરુષાર્થનું કાર્ય પરમાં ન આવે.
સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન દશા આત્માના પુરુષાર્થ વગર થાય એમ જે માને છે તે મિથ્યાદષ્ટિ છે. જ્ઞાની તો ક્ષણે ક્ષણે સ્વભાવની પૂર્ણતાના પુરુષાર્થની ભાવના કરે છે.
‘સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જેમ જોયું હોય તેમ જ થાય. આપણે તેમાં કાંઈ પુરુષાર્થ ન કરી શકીએ તેથી તેમાં પુરુષાર્થ રહેતો નથી’ આમ જે માને છે તે અજ્ઞાની છે. હે ભાઈ ! તું કોના જ્ઞાનથી વાત કરે છે ? તારા જ્ઞાનથી કે બીજાના જ્ઞાનથી ? જો તું તારા જ્ઞાનથી જ વાત કરે છે તો પછી જે જ્ઞાને સર્વજ્ઞનો અને બધા દ્રવ્યની અવસ્થાનો નિર્ણય કરી લીધો હોય તે જ્ઞાનમાં સ્વદ્રવ્યનો નિર્ણય ન હોય એમ બને જ કેમ ? સ્વદ્રવ્યનો નિર્ણય કરનાર જ્ઞાનમાં અનંત પુરુષાર્થ છે.
૧૩) જે સમયે સ્વલક્ષના પુરુષાર્થ વડે આત્માને સમ્યગ્દર્શન પ્રગટે છે તે વખતે સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્તરૂપે હોય જ છે.
૧૪) વસ્તુમાંથી ક્રમબદ્ધ પર્યાય આવે છે. તેને બીજું કોઈ કરતું નથી છતાં તે વખતે નિમિત્ત હાજર હોય છ ખરું પણ નિમિત્ત દ્વારા કાંઈ પણ કાર્ય થતું નથી. આવું ઉપાદાન-નિમિત્તની શ્રદ્ધામાં અનંત પુરુષાર્થ છે.
૧૫) વસ્તુનું સત્ય સ્વરૂપ જેમ છે તેમ સમજવાથી પર્યાયમાં સુખદશા પ્રગટે છે. સમ્યગ્દર્શન પ્રગટે છે.
૧૨. જૈન દર્શનનો સાર :
૧) કોઈ પણ જીવનું પ્રયોજન તો પૂર્ણ સુખની પ્રાપ્તિ જ છે અને એ સાધ્ય - મોક્ષ (સિદ્ધદશા) પ્રાપ્ત થતાં જ થાય છે.
૨) એ દશા પ્રાપ્ત થતાં પહેલાં કેવળજ્ઞાન-સર્વજ્ઞતા પ્રગટ થાય છે.
૩) કેવળજ્ઞાન નિથ મુનિદશામાં જ પ્રાપ્ત થાય છે.
૪) એ મુનિશા યથાર્થ આત્મજ્ઞાન સહિત જ હોય છે.
૫) ખરેખર આ મનુષ્યભવમાં આ સુખની અનુભૂતિ કરવા જેવી છે. જે આત્મજ્ઞાન થતાં પ્રગટ થાય છે. તેને સમ્યગ્દર્શન પણ કહેવામાં આવે છે. આ શ્રદ્ધા ગુણની નિર્મળ પરિણતિ છે.
૬) સમ્યગ્દર્શન થવા માટે પોતાના દ્રવ્યસ્વભાવનો આશ્રય લેવો અનિવાર્ય છે. જ્યારે વર્તમાન જ્ઞાનની