________________
૩૮૪
૫) આ પુરુષાર્થમાં મોક્ષના પાંચે સમવાય સમાઈ જાય છે. સર્વદેવે જોયેલું વસ્તુસ્વરૂપ કદીય ફરવાનું નથી. સર્વજ્ઞદેવે જોયું હોય તેમ જ થાય. આ વાતમાં શંકા કરે તે મિથ્યાદષ્ટિ છે. નિમિત્ત અને સંયોગમાં હું ફેરફાર કરી શકું છું એમ જે માને છે તે સર્વજ્ઞના જ્ઞાનમાં શંકા કરે છે અને તેથી તે પ્રગટપણે મિથ્યાષ્ટિ, અજ્ઞાની, મૂઢ છે. ૬) એકપણ પરમાણુને ફેરવવા જીવ સમર્થ નથી. બસ ! આમ જાણીને પરનું કર્તુત્વ છૂટીને જ્ઞાન સ્વભાવની પ્રતીતિ થાય છે. આ માનવામાં અનંતુ વીર્ય સ્વ તરફ કાર્ય કરે છે. પરનું કર્તુત્વ અંતરથી માનતો હોય, પરમાં સુખબુદ્ધિ હોય અને કહે છે જે થવાનું હશે તે થશે, તો એ શુષ્કતા છે. એવી આ વાત નર્થ; જીવ જ્યારે અનંત પરદ્રવ્યોથી છૂટો પડીને એકલો સ્વભાવમાં સંતોષ માને છે ત્યારે આ વાત યથાર્થપણે બેસે છે. આની કબૂલાતમાં તો બધાય પરપદાર્થોથી ખસીને જ્ઞાન જ્ઞાનમાં જ રોકાય છે અને એટલે એકલો વીતરાગભાવનો પુરુષાર્થ પ્રગટે છે. ૭) જેમ વસ્તુમાં છે તેમ કેવળીએ જાણ્યું છે અને જેમ કેવળીએ જાણ્યું છે તેમ વસ્તુમાં થાય છે. આ રીતે શેય અને જ્ઞાયકને અરસપરસ મેળ છે. આવો શેય-જ્ઞાયકનો મેળ ન માને અને કર્તા-કર્મનો જરાપણ મેળ માને તો તે જીવ મિથ્યાદષ્ટિ છે. ૮) હું કોઈની અવસ્થાના ક્રમને ફેરવવા સમર્થનથી તથા મારી અવસ્થા પણ મારા દ્રવ્યસ્વભાવમાંથી ક્રમબદ્ધ પ્રગટે છે. તેથી હું મારા દ્રવ્યસ્વભાવમાં એકાગ્ર રહીને બધાનો જાણનાર જ રહું છું. આવી સ્વભાવ ષ્ટિ (દ્રવ્યદૃષ્ટિ)માં અનંત પુરુષાર્થ આવે છે. ૯) કેવળજ્ઞાનને કબૂલવામાં અનંત પુરુષાર્થની અસ્તિ આવે છે, છતાં આ વાતને કબૂલતો નથી તે તું માત્ર વાતો જ કરે છે, પણ તેને સર્વજ્ઞનો નિર્ણય થયો નથી. જો સર્વજ્ઞનો નિર્ણય થયો હોય તો પુરુષાર્થની અને ભવની શંકા હોય જ નહિ. સાચો નિર્ણય થાય અને પુરુષાર્થ ન થાય તેમ બને જ નહિ . ૧૦) જેણે ભવરહિત કેવળજ્ઞાનને પ્રતીતિમાં લીધું છે તેણે રાગમાં ટકીને પ્રતીતિ કરી નથી, પણ રાગથી છુટો પડીને પોતાના જ્ઞાનસ્વભાવમાં ટકીને ભવરહિત કેવળજ્ઞાનની પ્રતીતિ કરી છે. જે જ્ઞાને જ્ઞાનમાં ટકીને ભવરહિત કેવળજ્ઞાનની પ્રતીતિ કરી છે તે જ્ઞાન પોતે ભવરહિત છે અને તેથી તે જ્ઞાનમાં ભવની શંકા થતી નથી. કેવળજ્ઞાનની પ્રતીતિ થતાં અનંત ભવની શંકા ટળી ગઈ અને એકાદ ભવે મોક્ષ થશે એ જ્ઞાન નિઃશંક થયું. આ જ્ઞાનમાં અનંત પુરુષાર્થ રહેલો છે. ૧૧) બધાથી લક્ષ છોડીને જે જીવ એકલા પરદ્રવ્યમાં ઢળે છે તે જીવને એમ પ્રતીતિ થાય છે કે સામાન્યમાંથી જ વિશેષ થાય છે. મારો પર્યાય પરથી થતો નથી, નિમિત્તથી થતો નથી, વિકલ્પથી થતો નથી અને પર્યાયમાંથી પણ થતો નથી. આવી પ્રતીતિના બળે પરિણમન સ્વતરફ ઢળી જાય છે. જ્ઞાનીને આવી સ્વાધીનતાથી પ્રતીતિ હોય છે. જ્ઞાનીએ સ્વમાં ટકીને સર્વજ્ઞના જ્ઞાન સામર્થ્યનો અને પોતાના પાર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય કર્યો છે. આમાં અનંતો પુરુષાર્થ આવી જાય છે.