________________
૩૮૨
૮) સામા દ્રવ્યોની એક પછી એક જે અવસ્થા થાય છે તેના કર્તા સ્વયં તે તે દ્રવ્યો છે, પણ હું તેનો કર્તા નથી અને મારી અવસ્થા કોઈ પર કરતું નથી, કોઈ નિમિત્તના કારણે રાગ-દ્વેષ થતાં નથી. અને આ રીતે નિમિત્ત અને રાગ-દ્વેષને જાણનાર એકલી જ્ઞાનની અવસ્થા રહી; તે અવસ્થા જ્ઞાતાસ્વરૂપને જાણે, રાગને જાણે અને બધા પરને જાણે; માત્ર જાણવાનું જ જ્ઞાનનું સ્વરૂપ છે. રાગ થાય તે જ્ઞાનનું શેય છે પણ રાગ તે જ્ઞાનનું સ્વરૂપ નથી - આવી શ્રદ્ધામાં જ્ઞાનનો અનંતો પુરુષાર્થ સમાય છે.
૯) આત્માની અવસ્થા ક્રમબદ્ધ થાય છે. જ્યારે આત્માની જે અવસ્થા થાય ત્યારે તે અવસ્થાને અનુકૂળ નિમિત્તરૂપ પરવસ્તુ સ્વયં હાજર જ હોય છે. આત્માની ક્રમબદ્ધ પર્યાયની જે લાયકાત હોય તેને અનુસાર નિમિત્ત ન આવે તો તે પર્યાય અટકી જાય એમ બનતું નથી. નિમિત્ત ન હોય તો ? એ પ્રશ્ન જ અજ્ઞાન ભરેલો છે. ઉપાદાન સ્વરૂપની દષ્ટિવાળાને તે પ્રશ્ન ન ઊઠે; વસ્તુમાં પોતાના ક્રમથી જ્યારે અવસ્થા થાય ત્યારે નિમિત્ત હોય જ છે, એવો નિયમ છે. જ્યાં ઉપાદાન પોતે તૈયાર થયું ત્યાં નિમિત્ત સ્વયં (હાજર) હોય જ. નિમિત્ત ન હોય એમ ન બને અને નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય એમ પણ ન બને.
૧૦) જે કાળે જે વસ્તુની અવસ્થા સર્વજ્ઞદેવના જ્ઞાનમાં જણાણી છે તે જ પ્રમાણે ક્રમબદ્ધ અવસ્થા થવાની, ભગવાન તીર્થંકરદેવ પણ તેને ફેરવવા સમર્થ નથી. જુઓ ! આમાં સમ્યગ્દષ્ટિની ભાવનાની નિઃશંકતાનું જોર કેટલું છે ! ‘ભગવાન પણ ફેરવવા સમર્થ નથી' એમ કહેવામાં ખરેખર પોતાના જ્ઞાનની નિઃશંકતા છે. સર્વશદેવ માત્ર જાણે પણ કાંઈ ફેરવવા સમર્થ નથી, તો પછી હું તો શું કરું ? હું પણ માત્ર જાણનાર જ છું. આમ પોતાના જ્ઞાનની પૂર્ણતાની ભાવનાનું જોર છે.
૧૧) ‘જેમ સર્વજ્ઞ ભગવાને જોયું તેમ જ થાય, તેમાં જરાય ફેરફાર ન જ થાય’ આવી દૃઢ પ્રતીતિ તેનું નામ નિયતવાદ નથી પણ આ તો સમ્યગ્દષ્ટિ ધર્માત્માનો પુરુષાર્થવાદ છે. સમ્યગ્દર્શન સિવાય આ વાત નહિ બેસે ! આમાં તો એકલો સ્વાધીન તત્ત્વદષ્ટિનો પુરુષાર્થ ભરેલો છે. ‘વસ્તુનું પરિણમન સર્વજ્ઞના જ્ઞાન પ્રમાણે ક્રમબદ્ધ થાય છે’ એમ નક્કી કર્યું ત્યાં બધા પરદ્રવ્યોથી જીવ ઉદાસ થઈ ગયો અને તેથી સ્વદ્રવ્યમાં જ તેને જોવાનું રહ્યું અને તેમાં જ સમ્યક્ પુરુષાર્થ આવી ગયો. આ પુરુષાર્થમાં મોક્ષના પાંચે સમવાય સમાઈ જાય છે.
૧૨) ‘હું તે જ્ઞાતા સ્વરૂપ છું. પરપદાર્થોની ક્રિયા સ્વતંત્ર થાય છે તેનો કર્તા હું નથી પણ જાણનાર જ છું’ આવી યથાર્થ શ્રદ્ધા તે જ કેવળજ્ઞાન પ્રગટાવવાનો એક જ અપૂર્વ અને અફર ઉપાય છે. ૧૩) જેમ વસ્તુમાં થાય છે તેમ કેવળી જાણે છે અને જેમ કેવળીએ જાણ્યું છે તેમ વસ્તુમાં થાય છે. આ રીતે જ્ઞેય અને જ્ઞાયકનો પરસ્પર મેળ છે. શેય-જ્ઞાયક મેળ ન માને અને કર્તા-કર્મનો જરા પણ મેળ માને તો જીવ મિથ્યાદષ્ટિ છે.
૧૪) સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન દશા આત્માના પુરુષાર્થ વગર થાય એમ જે માને તે મિથ્યાદષ્ટિ છે. ૧૫) જો સર્વજ્ઞનો નિર્ણય હોય તો પુરુષાર્થ અને ભવની શંકા ન હોય; સાચો નિર્ણય આવે અને પુરુષાર્થ ન આવે તેમ બને જ નહિ.