________________
૩૪૭
૩. અરિહંત અને નિજ આત્માની સરખામણી નીચે પ્રમાણે છે ઃ
૧) દ્રવ્ય-ગુણ-પર્યાય બન્નેમાં છે. બન્નેમાં નિશ્ચયથી અંતર નથી.
૨) અરિહંતનો આત્મા શુદ્ધ જ છે. દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો દ્રવ્ય અને ગુણ બન્નેના સરખા જ છે. શુદ્ધ જ છે. હવે જે ફરક છે તે પર્યાયમાં છે. પણ સ્વભાવની દૃષ્ટિથી જોતાં તે બન્ને સરખી જ છે. જે પર્યાય શુદ્ધ આત્માને શુદ્ધ જુએ છે તે શુદ્ધ જ છે.
૩) બન્નેનું જ્ઞાન પણ સરખું જ છે. બન્ને આત્મા જાણે છે. જાણવાની તરતમ્યતા વધઘટ છે પણ બન્ને જાણે છે. ક્ષયોપશમ જ્ઞાન પણ પૂર્ણ આત્માને જાણે છે.
૪) બન્નેમાં વીતરાગતા છે કારણ કે જ્ઞાયક ભગવાન આત્મામાં રાગનો પ્રવેશ નથી. અરિહંતના આત્મામાં પણ રાગનો પ્રવેશ નથી - તે તો વીતરાગી જ છે.
૫) બન્ને પોતાના સ્વચતુષ્ટયમાં જ લીન છે. એવી વસ્તુ વ્યવસ્થા અને વિશ્વ વ્યવસ્થા જ છે. પોતાની મર્યાદા તોડી કોઈ બહાર નીકળતું નથી. પરસન્મુખ થઈને પરને જાણવાનો આત્માના જ્ઞાનનો સ્વભાવ જ નથી. જ્ઞાન આત્મામાં રહીને પોતાની કળાથી પરને જાણે છે.
૬) અરિહંત ભગવાનના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણીને જીવ ત્યાં જ અટકતો નથી. પણ પોતાના આત્મા તરફ વળે છે. દ્રવ્ય-ગુણ-પર્યાય છે. પરિપૂર્ણ મારું સ્વરૂપ છે. રાગ-દ્વેષ મારું સ્વરૂપ નથી એમ નક્કી કરીને, પછી પર્યાયનું લક્ષ છોડીને અને ગુણભેદનું પણ લક્ષ છોડીને ચિન્માત્ર આત્માને લક્ષમાં લે છે. આ રીતે માત્ર એકલાં ચિત્માત્ર આત્માનો અનુભવ કરતાં સમ્યગ્દર્શન થાય છે અને મોહ ટળી જાય છે. દર્શનમોહનો નાશ થાય છે.
૪. ભગવાન અરિહંતના આત્માનું સ્વરૂપ :
૧) સર્વ પ્રથમ તો અરિહંતના સ્વરૂપને બહુ સારી રીતે સમજવા પુરુષાર્થ લગાવવો જોઈએ. એ પાકું થઈ ગયા પછી આપણાં સ્વરૂપની ઓળખાણ સુગમતાથી થઈ શકે છે.
૨) આત્માને ઓળખવાનું લક્ષણ જ્ઞાન છે. ભગવાન અરિહંતના આત્મામાં તેની પૂર્ણતા છે. તે સર્વજ્ઞ છે.
૩) ભગવાન અરિહંત પૂર્ણ વીતરાગી છે, રાગ-દ્વેષાદિ ભાવોનો તેમના આત્મામાં પૂર્ણ અભાવ છે. ભગવાન અઢાર દોષ રહિત છે.
૧. સુધા
૨. તૃષા ૩. સ્વેદ
૭. મરણ ૧૩. ચિંતા
૮. નિદ્રા ૯. શોક ૧૪. મદ ૧૫. અરિત ૪) અરિહંત ભગવાનના ચાર અનંત ચતુષ્ટય ૧. અનંત જ્ઞાન
છે.
૨. અનંત દર્શન
૪. જન્મ
૧૦. ભય
૧૬. રાગ
૫. રોગ
૧૧. વિસ્મય
૧૭. દ્વેષ
૩. અનંત વીર્ય
૬. જરા
૧૨. ખેદ
૧૮. મોહ.
૪. અનંત સુખ.