________________
૩૭૦ દરેક જીવને વર્તમાન અવસ્થામાં વીર્યનું કાર્ય તો થયા જ કરે છે પણ તે વીર્યને સ્થાપવું છે ક્યાં તેનું ભાન નહિ હોવાથી જીવને વ્યવહારનો પક્ષ છૂટતો નથી.
“એક જ્ઞાયકભાવ છું, વર્તમાન અવસ્થા જેટલો નથી પણ અધિક (પરથી વિભક્ત અને સ્વથી અવિભક્ત) ત્રિકાળ સામર્થ્યનો પિંડ છું” આમ પોતાના નિશ્ચય સ્વભાવની રુચિના જોરમાં વીર્યને સ્થાપવું જોઈએ. એકાગ્ર કરવું જોઈએ તો સમ્યગ્દર્શન પ્રગટે.
જો નિશ્ચય સ્વભાવ તરફના જોરમાં અને રુચિમાં વીર્યને ન જોડે તો તે વીર્ય વ્યવહારના પક્ષમાં જોડાય છે એટલે તેને વ્યવહારનો સૂક્ષ્મ પક્ષ છૂટતો નથી.
સમ્યગ્દર્શન થતાં વ્યવહારનું જ્ઞાન તો રહે છે પરંતુ દષ્ટિ તેના ઉપરથી ઉઠીને સ્વભાવ તરફ એકાગ્ર થાય છે. જ્ઞાન તો સમ્યજ્ઞાનરૂપ અનેકાન્ત જ રહે છે. પરંતુ જ્ઞાન જ્યારે સર્વથા વ્યવહાર તરફ ઢળે છે ત્યારે ત્યાં નિશ્ચય નયનો આશ્રય જરા પણ નહિ હોવાથી તે વ્યવહારના પક્ષવાળું જ્ઞાન મિથ્થારૂપ એકાંત છે.
સ્વભાવની વાત તે વર્તમાન વિકલ્પના રાગ કરતાં જુદી પડે છે. સ્વભાવની રુચિપૂર્વક સ્વભાવની વાત જે જીવ સાંભળે છે તે રાગથી અંશે તે વખતે જુદો પડીને સાંભળે છે. સ્વભાવની વાત સાંભળતા તે તરફ મહિમા લાવીને 'અહો ! આ તો મારું જ સ્વરૂપ બતાવી રહ્યા છે.’ એમ સ્વભાવ તરફ વીર્યનો ઉલ્લાસ આવવો જોઈએ. પણ જો આ કામ આપણાથી ન થાય” એમ માને તો તે વર્તમાન પૂરતા રાગની પક્કડમાં અટકી ગયો છે; પણ રાગથી જુદો પડ્યો નથી.
અરે ભાઈ ! તારાથી રાગનું કાર્ય થાય અને રાગથી છૂટા પડીને રાગ રહિત જ્ઞાનનું કામ કે જે તારો સ્વભાવ જ છે તે તારાથી ન થાય..!! એમ જો તેં માન્યું તો ત્રિકાળી સ્વભાવની આડ મારી હોવાથી (અરુચિ કરી હોવાથી) તને સૂક્ષ્મપણે રાગની મીઠાસ છે, વ્યવહારની પક્કડ છે એટલે જ
સમ્યગ્દર્શન થતું નથી. ૩. સુખનું સ્વરૂપ
૧) દરેક પ્રાણી સુખ શોધે છે તેથી તેને વર્તમાન સુખ નથી. સુખ તો પોતાનું સ્વરૂપ છે. ૨) જો સુખની સત્તા હોવાપણું) ન કબૂલે તો સુખની શોધ થઈ શકે નહિ; જે ન હોય તેમાં કાર્ય કરવા કોઈ પ્રયત્ન કરતું નથી. ૩) સુખનો પ્રયાસ કરે છે તેથી ક્યાંક સુખનું અસ્તિત્વ માને છે. સુખનું અસ્તિત્વ ન હોય તો શોધે નહિ અને સુખ પ્રગટ હોય તો પણ ગોતે નહિ. ૪) સુખ ક્યાંક માન્યું અને તેનો ઉપાય છે એ પણ કબૂલે છે. પણ એ સુખ શું છે? ક્યાં છે? અને તેનો ઉપાય શું છે? તેની સાચી સમજ વગર સુખના નામે દુઃખના ઉપાય અનાદિથી જીવ કરી રહ્યો છે. ૫) જગતના બધા જીવો સુખ ચાહે છે અને તે સુખ ટળે નહિ એવું કાયમી ચાલે છે અને સતત તે