________________
૩૭૬ જેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. દ્રવ્યકર્મ - જડ, ભાવકર્મ - વિકાર, નોકર્મ - શરીરાદિ પુદ્ગલ દ્રવ્યોમાં મારાપણાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે, એ મિથ્યાત્વ છે. અને શેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ પડવો તેને વિકલ્પ કહે છે. આવા સંકલ્પ-વિકલ્પથી ભગવાન આત્મા ભિન્ન છે.
સમ્યગ્દર્શન થતાં અર્થાત્ પૂર્ણ સ્વરૂપનો અનુભવ થતાં સંકલ્પ-વિકલ્પ નાશ પામી જાય છે. આવા આત્મસ્વભાવને પ્રગટ કરતો શુદ્ધ નય ઉદય પામે છે. એ શુદ્ધ નયને ગાથા સૂત્રથી કહે છે :
અબદ્ધસ્પષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને,
અવિશેષ, આણસંયુક્ત, તેને શુદ્ધ નય તું જાણજે.” ગાથાર્થ જે નય આત્માને બંધ રહિત ને પરના સ્પર્શ રહિત અન્યપણા રહિત, ચળાચળતા રહિત, વિશેષ રહિત, અન્યના સંયોગ રહિત એવા પાંચભાવરૂપ દેખે છે તેને, હે શિષ્ય ! તું શુદ્ધ નય જાણ.
નિશ્ચયથી અબદ્ધ-અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત - એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નય છે, અને એ અનુભૂતિ આત્મા જ છે; એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. (શુદ્ધ ના કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો - એક જ છે, જુદાં નથી). આવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે ? બ-સ્કૂટવ આદિભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. શુદ્ધ નય ભૂતાર્થ છે. આ વસ્તુનું સ્વરૂપ છે. આ પ્રમાણે શુદ્ધ નયના વિષયભૂત ભગવાન આત્માને ઉક્ત પાંચ વિશેષણો - ૧) અબદ્ધસપૃષ્ટ ૨) અવિશેષ ૩) અનન્ય ૪) નિયત અને ૫) અસંયુક્ત - બીજા બધાથી ભિન્ન બતાવ્યો છે. (૧) અબદ્ધસ્કૃષ્ટ પરથી ભિન્ન - દ્રવ્યકર્મથી ભિન્ન કર્મથી બંધાયો જ નથી - જડપુદ્ગલ પરમાણુનો એને સ્પર્શ થયો નથી. (૨) અવિશેષ અભેદ વસ્તુ છે, ગુણભેદથી ભિન્ન છે. (૩) અનન્ય નોકર્મથી ભિન્ન, નર-નારકાદિ પર્યાયોથી ભિન્ન છે. (૪) નિયત : ષગુણ હાની-વૃદ્ધિરૂપ સ્વભાવ છે - પર્યાયોથી પાર, ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિકભાવોથી ભિન્ન છે. (૫) અસંયુક્ત ભાવકર્મથી - ઔદયિક ભાવોથી - રાગાદિ વિકારીભાવોથી ભિન્ન છે. પર્યાયદષ્ટિથી આત્મા પાંચ પ્રકારથી અનેકરૂપ દેખાય છે. (૧) અનાદિ કાળથી કર્મપુદ્ગલના સંબંધથી બંધાયેલો દેખાય છે.