________________
૩૫૮
ΟΥ
સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે. આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતાં શબ્દાદિક કિંચિતમાત્ર પણ વિકાર કરતાં નથી.
જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતાં નથી તેમ આવો વસ્તુસ્વભાવ છે તો પણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂંધી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ-દ્રવ્યને જાણી, તેમને સારા-નરસા માની રાગ-દ્વેષ કરે છે, તે અજ્ઞાન જ છે. ૪. સારભૂત કથનો
૧) આત્મા અકર્તા છે તે જૈન દર્શનની પરાકાષ્ટા છે.
૨) મોક્ષની પર્યાયને પણ પરદ્રવ્ય કહ્યું તે ભેદજ્ઞાનની પરાકાષ્ટા છે.
૩) પર્યાયનો કર્તા પર્યાય છે, તે પર્યાયના કર્તા-કર્મની પરાકાષ્ટા છે.
૪) આહા ! જ્ઞાન તો જ્ઞાનને પ્રસિદ્ધ કરે જ છે. પરંતુ શેય પણ જ્ઞાનને જ જાહેર કરે છે. આ સત્ની પરાકાષ્ટા છે.
૫) જ્ઞાન, શેય, જ્ઞાતા એવા નામ ભેદ છે. પણ વસ્તુમાં ભેદ નથી. આ સ્વતંત્રતાની પરિપૂર્ણતાની
પરાકાષ્ટા છે.
૬) ઉત્પાદ સત્, વ્યય સત્, ધ્રુવ સત્ - વસ્તુના સત્પણાની પરાકાષ્ટા છે.
૭) પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો તે અધ્યાત્મની પરાકાષ્ટા છે.
૮) ‘હું પરને જાણું છું’ તે અધ્યવસાન હોવાથી, ભાવબંધની પરાકાષ્ટા છે.
૯) સર્વને જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞાયક પરમાત્મા જણાય છે તે જ્ઞાનસ્વભાવની પરાકાષ્ટા છે. ૧૦) આબાળ-ગોપાળ બધાને જાણનારો જણાય છે. તે જ્ઞાયકભાવની સરળતાની - ઉદારતાની પરાકાષ્ટા છે.
૧૧) અગીયાર અંગનો પાઠી થયો ! ભેદ-પ્રભેદને જાણતાં, પોતાને એમ થાય છે હવે ‘જ્ઞાન’ ઘણું વધ્યું ! અને બીજા અજ્ઞાની પ્રાણીઓને એમ ભાસે છે કે ‘આ’ પુરુષનું જ્ઞાન હવે પરાકાષ્ટાએ પહોંચ્યું છે. જ્ઞાન તો પ્રગટ થયું જ નથી ભાઈ એને !!
૧૨) પરાકાષ્ટા દ્વારા, પરાકાષ્ટા સુધી પહોંચી જવું તે માત્ર પ્રયોજનની પરાકાષ્ટા છે.
૫. જ્ઞેય-જ્ઞાયકના સંકરદોષના પરિહારની પરાકાષ્ટા સંબંધી ઃ
૧) ‘આત્મા કદી પરને જાણવા ગયો જ નથી' આ જ્ઞાનના મૂળ સ્વભાવની વાત છે. આબાળ-ગોપાળ સહુને આત્માને જાણતું જ જ્ઞાન પ્રગટ થાય છે. તે સ્વને જાણવાનું કોઈ સમયે છોડતું જ નથી. અનાદિથી આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું તે છે.