________________
૩પ૬
તેઓ એમ માને છે એવો એકાંત કરે છે કે ‘પદ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે તેઓ નય વિભાગને સમજ્યા નથી, મિથ્યાદષ્ટિ છે. એ રાગાદિક જીવના સત્વમાં ઊપજે છે, પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર છે એમ માનવું તે સમ્યજ્ઞાન છે.
માટે આચાર્ય મહારાજ કહે છે કે અમે રાગ-દ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર શા માટે કોપ કરીએ ? રાગ-દ્વેષનું ઊપજવું તે પોતાનો જ અપરાધ છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુદ્ગલો આત્માને કાંઈ કહેતાં નથી કે તું અમને જાણ” અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બન્ને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન (-સંબંધ વિનાનો, તટસ્થ) છે, તો પણ અજ્ઞાની જીવ સ્પર્શાદિકને સારા-નરસા માનીને રાગી-કેવી થાય છે તે તેનું અજ્ઞાન છે. આવા અર્થની ગાથાઓ
કહે છે. ૩. ગાથા ૩૭૩ થી ૩૮૨૦ ૧) “રે પુગલો બહુવિધ નિંદા-સ્તુતિ વચનરૂપ પરિણમે;
તેને સુણી, “મુજને કહ્યું' ગણી, રોલ-તોષ જીવો કરે.” ગાથા ૩૭૩ ગાથાર્થ : બહુ પ્રકારના નિંદાના અને સ્તુતિના વચનોરૂપે પુગલો પરિણમે છે; તેમને સાંભળીને અજ્ઞાની જીવ ‘મને કહ્યું એમ માનીને રોષ તથા તોષ કરે છે. (અર્થાત્ ગુસ્સે થાય છે તથા ખુશી થાય
છે.)
૨) “પુદ્ગલ દરવ શબ્દવ પરિણત, તેહનો ગુણ અન્ય છે;
તો નવ કહ્યું કંઈ પણ તને, હે અબુધ! રોષ તું ક્યાં કરે? ગાથા ૩૭૪ ગાથાર્થ પુદ્ગલ દ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે, તેનો ગુણ જો તારાથી અન્ય છે, તો તે અજ્ઞાની જીવ! તને કાંઈ પણ કહ્યું નથી; તું અજ્ઞાની થયો થકો રોષ શા માટે કરે છે? ૩) “શુભ કે અશુભ જે શબ્દતે, “તું સુણ મને'નતને કહે;
ને જીવ પણ ગ્રહવા ન જાયે, કર્ણ ગોચર શબ્દને.' ગાથા ૩૭૫. ગાથાર્થ: અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતો કે તું મને સાંભળ” અને આત્મા પણ (પોતાના સ્થાનેથી છૂટીને) શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા જતો નથી. ૪) “શુભ કે અશુભ રૂપ તે તું જો મને'નતને કહે;
ને જીવ પણ ગ્રહવાન જાયે ચક્ષુગોચર રૂપને.” ગાથા ૩૭૬. ગાથાર્થ : અશુભ અથવા શુભ રૂપ તને એમ નથી કહેતું કે તું મને જો અને આત્મા પણ પોતાના
સ્થાનેથી છૂટીને) ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં આવેલા (અર્થાત્ ચક્ષુ ગોચર થયેલા) રૂપને ગ્રહવા જતો નથી.,