________________
૩૫૫ ૨. જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન (વિશેષ ચિંતવન):
“કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદનહિ ગુણનો કરે,
તેથી બધા દ્રવ્ય નિજ સ્વભાવથી ઉપજે રે.” - સમયસાર ગાથા ૩૭૨. ગાથાર્થ અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી, તેથી એ સિદ્ધાંત છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઉપજે છે. ટીકાઃ વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવવાની અયોગ્યતા છે, કેમ કે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. આ વાત દષ્ટાંતથી સમજાવવામાં આવે છે.
માટી કુંભભાવે (ઘડા ભાવે) ઉપજતી થકી શું કુંભારના સ્વભાવથી ઉપજે છે કે માટીના સ્વભાવથી ઉપજે છે? જો કુંભારના સ્વભાવથી ઉપજતી હોય તો જેમાં ઘડો કરવાના અહંકારથી ભરેલો પુરુષ રહેલો છે અને જેનો હાથ (ઘડો કરવાનો) વ્યાપાર કરે છે એવું જે પુરુષનું શરીર એના આકારે ઘડો થવો જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદજોવામાં આવતો નથી. જો આમ છે તો પછી માટી કુંભારના સ્વભાવથી ઉપજતી નથી પરંતુ માટીના સ્વભાવથી ઉપજે છે. કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી, માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના જ સ્વભાવથી કુંભભાવે ઉપજે છે.
એવી રીતે બધાય દ્રવ્યો સ્વ પરિણામ પર્યાય (અર્થાત્ પોતાના પરિણામ-ભાવરૂપે) ઊપજતાં થકા, નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઉપજે છે કે પોતાના સ્વભાવથી ઉપજે છે ? જો નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઉપજતાં હોય તો નિમિત્તભૂત અન્ય દ્રવ્યોન, આકારે તેમના પરિણામ થવા જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. જો આમ છે તો સર્વ દ્રવ્યો નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઊપજતાં જ નથી, પરંતુ પોતાના સ્વભાવથી જ ઊપજે છે કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદજોવામાં આવે છે. આમ હોવાથી, સર્વદ્રવ્યો પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતા હોવાને લીધે, નિમિત્તભૂત અન્ય દ્રવ્યો પોતાના (અર્થાત્ સર્વ દ્રવ્યોના) પરિણામના ઉત્પાદક છે જ નહિ, સર્વ દ્રવ્યો જ, નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવને નહિ સ્પર્શતા થકા પોતાના સ્વભાવથી પોતાના પરિણામ ભાવે ઊપજે છે. માટે આચાર્ય કહે છે જીવને રાગાદિકનું ઉત્પાદક અને પરદ્રવ્યને દેખતા (માનતા-સમજતા) નથી કે જેના પર કોપ કરીએ. ભાવાર્થ આત્માને રાગાદિક ઊપજે છે તે પોતાના જ અશુદ્ધ પરિણામ છે. નિશ્ચયનયથી વિચારવામાં આવે તો અન્ય દ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી,અન્ય દ્રવ્ય તેમનું નિમિત્તમાત્ર છે; કારણ કે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય-ગુણ-પર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે.