________________
૩૬૦ સ્વભાવ તેમજ પ્રતિભાસરૂપસ્વભાવ અપ્રચલિત છે. આગળ જણાવેલ દશ ગાથાઓમાં જે જાણવું' શબ્દ છે તે લક્ષના હેતુએ વપરાયેલ છે. ‘જીવ પણ જાણવા ન જાયે”. ૬) ‘લક્ષ' એ જૈનદર્શનનો પ્રાણ છે. લક્ષ સમ્યક થયા વિના જાણવું” કદી સમ્યક થતું નથી. લક્ષમાં સર્વ વિવિક્ષાનો અભાવ છે. લક્ષ જ્ઞાનનો ઉપાદેય સ્વભાવ છે. લક્ષ કહો કે જ્ઞાનનો સ્વપ્રકાશક સ્વભાવ કહો, બન્ને એકાર્થ છે. લક્ષના સ્વભાવની ઉપાદેયતા વિના કદી પ્રયોજનની સિદ્ધિ થતી નથી. આ જ્ઞાનના લક્ષવાળા ધર્મમાં સમ્યક એકાંત જ છે. લક્ષની પ્રાપ્તિ પણ અસ્તિ-નાસ્તિ અનેકાન્તથી જ થાય છે. ૭) લક્ષનું ફળ જ્ઞાનત્વ: આમાં પ્રયોજનપૂર્વક પદાર્થની સિદ્ધિ થાય છે. નયપૂર્વક સમ્યફપ્રમાણજ્ઞાનની સિદ્ધિ થાય છે. આ સમ્યકજ્ઞાનના સ્વભાવમાં “અનેકાન્ત’ની મુખ્યતા રહેલી છે. આખું વણેય પ્રમાણજ્ઞાનમાં પ્રમેય થાય છે. ધ્યેયપૂર્વક જોય થાય છે. અભેદના ભેદને નથી જાણતો એવો લક્ષનો સ્વભાવ ચાલુ છે ત્યારે આનંદને પણ જાણી લે છે. કેમ કે એક વસ્તુ છે, એક સત્તા છે, એક પદાર્થ છે. આમાં પ્રદેશભેદ નથી.
ક્રમ વિના, લક્ષ વિના, ભેદ વિના, વિકલ્પ વિના એક સમયમાં દ્રવ્ય-ગુણ-પર્યાયને અભેદ જાણી લે છે. ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત’ પદાર્થને જાણી લે છે.
આનંદને જાણવા માટે જ્ઞાને આનંદની સન્મુખ ન થવું પડે. આ જ્ઞાનનો કોઈ દિવ્ય અને અદ્ભુત સ્વભાવ છે. દ્રવ્યનું લક્ષ કદી છૂટે નહિ, પર્યાયનું લક્ષ કદી થાય નહિ અને પર્યાય જણાયા વિના રહે નહિ. “દેખ્યા વિના દેખી લેવું” તે સમ્યજ્ઞાનનો કોઈ અદ્ભુત સ્વભાવ છે. આમ સ્વપ્રકાશકપૂર્વક તે જ સમયે નિર્વિકલ્પ ધ્યાનમાં નિશ્ચય સ્વ-પરપ્રકાશક પ્રગટ થાય છે. ૮) કેવળજ્ઞાનનું પરમાર્થ સ્વરૂપ આત્મસિદ્ધિમાં શ્રીમજી લખે છે -
કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ.” કેવળી ભગવાન અસંભૂત નયે લોકાલોકને જાણે છે તેવું કથન આવે છે. તેનું રહસ્ય એ છે કે કેવળજ્ઞાનમાં લોકાલોકનો પ્રતિભાસ દેખીને કાર્યમાં કારણનો ઉપચાર કરીને કેવળી ભગવાન લોકાલોકને જાણે છે તેમ કહેવાય છે. કેવળીભગવાન જાણે છે કેવળજ્ઞાનને અને કહેવાય કે લોકાલોકને જાણે છે, તો તે વ્યવહાર આવ્યો કેવી રીતે? પ્રતિભાસ દેખીને વ્યવહાર આવ્યો છે.
(૧) જો પ્રતિભાસ ન થયો હોત તો કેવળી લોકાલોકને જાણે છે તેવો વ્યવહાર ન આવત. (૨) કેવળી ભગવાન લોકાલોકનું લક્ષ કરીને જાણતા હોય તો કેવળજ્ઞાન ન હોત.
(૩) લોકાલોક કેવળજ્ઞાનમાં તન્મય થઈ ગયું હોય તો પણ કેવળજ્ઞાન ન હોય. ૯) સ્વ-પરપ્રકાશકની સ્પષ્ટતા : અજ્ઞાની તો એક જ પ્રકારે સ્વ-પરપ્રકાશકને માને છે, પરંતુ લક્ષ કરીને જાણવું તેવું સ્વ-પરપ્રકાશક જ્ઞાનને જ માને છે. જ્ઞાની ધર્માત્મા તો કહે છે અમે તો ત્રણ પ્રકારના સ્વ-પરપ્રકાશકને માનીએ છીએ.