________________
૩૬૨
૫) ભવિતવ્ય અથવા નિયતિ એટલે જે બનનાર છે તે જ બનનાર છે. બનનાર છે તે ફરનાર નથી. જગતમાં બધું ભવિતવ્ય (નિયતિ) આધીન છે, તેથી ધર્મ થવાનો હશે ત્યારે થશે એ માન્યતા બરાબર નથી. કેમ કે તે માનનાર જીવે પોતાના જ્ઞાયક સ્વભાવ, પુરુષાર્થ આદિ પાંચ સમવાયને એકી સાથે માન્યા નહિ પરંતુ એકલા ભવિતવ્યને જ માન્યું, તેથી તે માન્યતાવાળાને શાસ્ત્રમાં એકાંત નિયતિવાદી ગૃહીત મિથ્યાદષ્ટિ કહ્યા છે. ૬) દરેક કાર્ય જ્યારે થાય ત્યારે ત્યાં જે વસ્તુ હાજર હોય તેના ઉપર નિમિત્તનો આરોપ ઉપચારથી કરવામાં આવે છે, પણ નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. દરેક વખતે દ્રવ્યકર્મની કોઈને કોઈ અવસ્થા નિમિત્ત છે. પણ કર્મકાંઈ જીવને કરતું નથી. જ્યાં સુધી દર્શનમોહ માર્ગન આપે ત્યાં સુધી સમ્યગ્દર્શન ન થાય એ માન્યતા બરાબર નથી. એ માન્યતા મિથ્યા છે. કેમ કે તે જીવે પુરુષાર્થ વડે જ્ઞાયક સ્વભાવી આત્માની સન્મુખ થઈને એકી સાથે પાંચ સમવાય માન્યા નથી; તે તો માત્ર કર્મની ઉપશમાદિ અવસ્થાને જ માને છે. તેથી તેવા વિપરીત માન્યતાવાળા જીવને એકાંત કર્મવાદી ગૃહીત મિથ્યાદૃષ્ટિ કહ્યો છે. ૭) ત્યારે મોક્ષના ઉપાય માટે શું કરવું? જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક યથાર્થ ઉપાય કરવો. કેમ કે જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. વર્તમાન જ્ઞાનની પર્યાય પરનું લક્ષ છોડી જ્ઞાયક સ્વભાવ સન્મુખ થાય, એ તરફ ઢળે, એનો આશ્રય લે, એમાં અભેદરૂપ પરિણમી જાય એને સમ્યક પુરુષાર્થ કહે છે.
- જ્યારે જીવ (વર્તમાન જ્ઞાનની પર્યાય) પોતાના જ્ઞાયક સ્વભાવ સન્મુખ થઈ પુરુષાર્થ કરેપરિણમે ત્યારે કાળલબ્ધિ, ભવિતવ્ય, ઉપદેશાદિ કારણો મેળવવા પડતાં નથી; પણ જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને જે ઉપાય કરતો નથી તેને તો કોઈ પણ કારણો મળતાં નથી અને તેથી ધર્મની પ્રાપ્તિ પણ થતી નથી – એવો નિશ્ચય કરવો.
વિશેષ એમ છે કે જીવને કાળલબ્ધિ, ભવિતવ્ય, કર્મના ઉપદમાદિ મેળવવાના હોતા નથી, પણ જ્યારે જીવ સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરે છે ત્યારે તે કારણો અવશ્ય આવી મળે છે.
વળી કર્મના ઉપશમાદિ તો પુદ્ગલના પર્યાય છે, તેનો કર્તા-હર્તા આત્મા નથી પણ આત્મા જ્યારે યથાર્થ પુરુષાર્થ કરે છે ત્યારે કર્મના ઉપશમાદિ સ્વયં થઈ જાય છે. તે તો પુદ્ગલની શક્તિ છે, તેનો કર્તા-હર્તા આત્મા નથી.
જીવનું કર્તવ્ય તો તત્ત્વનિર્ણયનો અભ્યાસ જ છે. તે કરે ત્યારે દર્શનમોહનો ઉપશમ સ્વયં થાય છે, પણ કર્મની અવસ્થા જીવનું કાંઈ કર્તવ્ય નથી. ૮) હવે પ્રશ્ન એ થાય છે કે જો પુરુષાર્થથી જ ધર્મ થાય છે તો દ્રવ્યલિંગી મુનિએ મોક્ષના અર્થે ગૃહસ્થપણું છોડીને ઘણો પુરુષાર્થ તો કર્યો; છતાં તેને કાર્યની સિદ્ધિ કેમ ન થઈ?
તેનો ઉત્તર એ છે કે તેણે ઊંધો પુરુષાર્થ કર્યો છે. સમ્યક પુરુષાર્થ કર્યો નથી. અન્યથા પુરુષાર્થ