________________
૩૬૩ કરી મોક્ષનું ફળ ઇચ્છે પણ તેથી કેવી રીતે ફળ સિદ્ધિ થાય? ન જ થાય. વળી તપશ્ચરણાદિ વ્યવહાર સાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ તો શાસ્ત્રમાં શુભ બંધ કહ્યો છે, અને દ્રવ્યલિંગી મુનિ વ્યવહાર સાધનથી ધર્મ થશે એમ માની તેમાં અનુરાગી થાય છે અને તેનાથી મોક્ષ ઇચ્છે છે, તે કેવી રીતે બને?
વ્યવહાર સાધન કરતાં કરતાં નિશ્ચય ધર્મ થાય એમ માનવું છે તો એક ભ્રમ છે. ૯) હજારો શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રતાદિપાળે તો પણ દ્રવ્યલિંગી મિથ્યાદષ્ટિને સ્વપરના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કેમ થતો નથી? ઉત્તરઃ (૧) તે જીવતેના જ્ઞાનમાંથી કારણ વિપરીતતા, સ્વરૂપવિપરીતતા અને ભેદભેદવિપરીતતાને ટાળતો નથી; તેથી તેને સ્વ-પરના સ્વરૂપનો સાચો નિર્ણય થતો નથી. (૨) તત્ત્વજ્ઞાનનો તેને અભાવ હોવાથી તેના શાસ્ત્રજ્ઞાનને અજ્ઞાન કહે છે. (૩) પોતાનું પ્રયોજન સાધતું નથી તેને જ કુજ્ઞાન કહે છે. (૪) પ્રયોજનભૂત જીવાદિતત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવામાં તે જ્ઞાન લાગતું નથી એ જ જ્ઞાનમાં દોષ થયો. તેથી તે જ જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહ્યું છે. ૧૦) કારણ વિપરીતતા જેને તે જાણે છે તેના મૂળ કારણને તો ન ઓળખે અને અન્યથા કારણ માને તે કારણ વિપરીતતા છે. સ્વરૂપ વિપરીતતા જેને તે જાણે છે તેના મૂળ વસ્તુસ્વરૂપને તોન ઓળખે અને અન્યથા સ્વરૂપમાને તે સ્વરૂપ વિપરીતતા છે. ભેદભેદ વિપરીતતા જેને તે જાણે છે તેને “એ એનાથી ભિન્ન છે તથા એ આનાથી અભિન્ન છે” એમ યથાર્થ ન ઓળખતાં અન્યથા ભિન્ન-અભિન્નપણું માને તે ભેદભેદ વિપરીતતા છે. ૧૧) નિમિત્ત અને ઉપાદાન બન્ને ભેગાં મળીને કાર્ય કરે છે એમ જાણે તેના જ્ઞાનમાં શો દોષ છે? 'ઉ. : (૧) મૂળ (ખરું) કારણ તો ઉપાદાન છે, તેને તેણે ઓળખું નહિ અને નિમિત્ત-ઉપાદાન બન્નેને મૂળ કારણપણે જાણ્યા તેથી તેને કારણ વિપરીતતા થઈ. (૨) ઉપાદાન પોતાનું કાર્ય કરે ત્યારે ઉચિત નિમિત્ત સ્વયં ઉપસ્થિત હોય છે, તેથી નિમિત્તને ઉપચારમાત્ર કારણ કહેવામાં આવે છે - એવા સ્વરૂપને તેણે ન ઓળખ્યું એટલે ઉપાદાન-નિમિત્તના મૂળભૂત વસ્તુ સ્વરૂપને ન ઓળખ્યું તેથી તેને સ્વરૂપ વિપરીતતા થઈ. (૩) દરેક દ્રવ્ય હંમેશા પોતાનું કાર્ય કરી શકે છે અને પરનું કાર્ય કરી શકે નહિ - એવી ભિન્નતા ન માનતા ઉપાદાન અને નિમિત્ત બન્ને મળીને કાર્ય કરે એમ માન્યું, તેથી બન્નેની અભિવ્રતાને લીધે તેને ભેદભેદ વિપરીતતા થઈ.
આ રીતે એના જ્ઞાનમાં ત્રણે વિપરીતતા હોવાને લીધે તે જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહ્યું છે. અને જ્યારે એ દોષ ટળે ત્યારે જ તેને સમ્યકજ્ઞાન નામ મળે છે.