________________
૩૫૧ ઉદય નહિ થવાથી આત્માને સાધતું નથી. આમ સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા અનુત્પત્તિ છે. ૩) સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ છે. બીજી રીતે નથી. કારણ કે પહેલાં તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. ત્યાર બાદ તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય; વિના જાયે શ્રદ્ધાન કોનું? પછી સમસ્ત અન્ય ભાવોથી ભેદ કરીને પોતામાં સ્થિર થાય. એ પ્રમાણે સિદ્ધિ છે. પણ જો જાણે જનહિ, તો શ્રદ્ધાન પણ ન થઈ શકે; તો સ્થિરતા શામાં કરે? તેથી બીજી રીતે સિદ્ધિ નથી એવો નિશ્ચય છે. ૪) આચાર્ય કહે છે ‘અનંત ચૈતન્ય જેનું ચિહ્ન છે એવી આ આત્મજ્યોતિને અમે નિરંતર અનુભવીએ છીએ કારણ કે તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી. કેવી છે તે આત્મજ્યોતિ? જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે તો પણ એકપણાથી ટ્યુત થઈ નથી અને જે નિર્મળપણે
ઉદય પામી રહી છે. વિશેષ માર્ગદર્શન :
૧) જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ-ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં' જુઓ શું કહે છે? આબાળ ગોપાળ સૌને એટલે નાનાથી મોટા દરેક જીવોને જાણવામાં તો સદાકાળ (નિરંતર) અનુભૂતિ સ્વરૂપ જ્ઞાયક નિજ આત્મા જ આવે છે. (અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા ત્રિકાળીનું વિશેષણ છે, જ્ઞાયકભાવને અહીં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા કહ્યો છે.) આબાળ ગોપાળ સૌને જાણનક્રિયા દ્વારા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ જ રહ્યો છે. જાણનક્રિયા દ્વારા સૌને જાણનાર જ જણાય છે. અજ્ઞાનીને પણ સમયે સમયે જ્ઞાનની પર્યાયમાં પોતાનો જ્ઞાનમય આત્મા જ મુખ્યપણે જણાઈ રહ્યો છે. જાણપણું નિજ આત્માનું છે છતાં એ છે તે હું છું એમ અજ્ઞાનીને થતું નથી. અજ્ઞાની પરની રુચિની આડે જ્ઞાનમાં પોતાનો જ્ઞાયકભાવ જણાતો હોવા છતાં એનો તિરોભાવ કરે છે, અને જ્ઞાનમાં ખરેખર જે જણાતા નથી એવા રાગાદિ પરશેયોનો આવિર્ભાવ કરે છે. ૨) અહાહા ! આમ સદાકાળ સૌને પોતે જ એટલે કે આત્મા જ જાણવામાં આવે છે (અજ્ઞાનીઓ કહે છે કે આત્મા ક્યાં જણાય છે? અને અહીં જ્ઞાનીઓ એમ કહે છે કે દરેક આત્માઓને પોતાનો આત્મા જ જણાય છે પણ અજ્ઞાની એનો સ્વીકાર કરતો નથી.) પુણ્ય-પાપ આદિ જે વિકલ્પ છે તે અચેતન અને પર છે તેથી મુખ્યપણે જ્ઞાનની પર્યાયમાં તે જણાતા નથી પરંતુ જાણનાર જ જણાય છે. ૩) આમ સૌને પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં અનાદિ બંધના વશે -એટલે અનાદિ બંધના કારણે એમ નહિ પરંતુ અનાદિ બંધને પોતે વશ થાય છે તેથી; આ જાણનાર...જાણનાર...જાણનાર તે હું છું એમ ન માનતા રાગ હું છું એમ માને છે. અનાદિ બંધના વશે એટલે કર્મને લઈને એમ નહિ; આ એક સિદ્ધાંત છે કે કર્મ છે માટે વિકાર થાય છે એમ નથી. આત્મા અનાદિ બંધ છે એને વશ થાય છે માટે વિકાર થાય છે. એટલે કે સૌને જાણનાગન...જાણન ભાવ જ જાણવામાં આવે છે.