________________
૩૩૬
અહો ! આત્માનો જ્ઞાનસ્વભાવ છે, તે સ્વભાવમાંથી જે કેવળજ્ઞાન ખીલ્યું છે તેનું અચિંત્ય સામર્થ્ય છે. તે કેવળજ્ઞાન અસ્પષ્ટ જાણે નહિ, વિકલ્પથી જાણે નહિ, પર સન્મુખ થઈને જાણે નહિ, છતાં જાણ્યા વિનાનું કાંઈ રહે નહિ. આવું કેવળજ્ઞાન છે ! આવા કેવળજ્ઞાનને યથાર્થપણે ઓળખે તો આત્માના જ્ઞાયક સ્વભાવની સન્મુખ થઈને સમ્યગ્દર્શન થયા વિના રહે નહિ. વ્યવહાર અને નિશ્ચય બન્ને એક સાથે ‘સાધકને હોય છે, પણ ત્યાં વ્યવહારના કારણે નિશ્ચય માને કે વ્યવહાર સાધન કરતાં કરતાં તેનાથી નિશ્ચય પ્રગટી જશે - એમ માને તો તે પણ મિથ્યાદષ્ટિ છે, તેને આસ્રવ અને સંવર તત્વની ખબર નથી. વ્યવહાર રત્નત્રયનો જે શુભ રાગ છે તે તો આસવ છે, ને નિશ્ચય સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તે તો સંવર-નિર્જરા છે; આસ્રવ અને સંવર બન્ને ભિન્ન ભિન્ન તત્ત્વો છે, બન્નેના કારણ ભિન્ન છે.
સાધક દશામાં જ્ઞાનીને શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર વગેરે અનંત ગુણોની પર્યાયો સ્વભાવના અવલંબને નિર્મળ થતી જાય છે. જો કે હજી ચારિત્ર ગુણની પર્યાયમાં અમુક રાગાદિનું પણ થાય છે. પરંતુ જ્ઞાનીને તેમાં એકતા નથી તેથી રાગાદિનું તેને ખરેખર કર્તાપણું નથી. ચારિત્રની પર્યાયમાં જે રાગાદિ છે તેને તે આસવ-બંધનું કારણ જાણે છે ને સ્વભાવના અવલંબને જે શુદ્ધતા થઈ છે તેને સંવરનિર્જરા જાણે છે; એ રીતે આસ્રવ અને સંવરને ભિન્ન ભિન્ન જાણે છે.
જ્ઞાનીને ચારિત્ર ગુણની એક પર્યાયમાં સંવર-નિર્જરા, આસવ-બંધ એ ચારે પ્રકાર એક સાથે વર્તે છે, તેને સમયભેદનથી, એક જ પર્યાય એક સાથે ચાર પ્રકારે વર્તે છે, છતાં તેમાં આસવ તે સંવર નથી, સંવર તે આસ્રવ નથી. વળી તેના કર્તા-કર્મ વગેરે છ એ કારકો સ્વતંત્ર છે. બન્ને એક સાથે છે છતાં બન્નેના કારણ જુદા. જો આમ્રવના કારણને સંવર માને તો તે મિથ્યાદષ્ટિ છે. તત્ત્વાર્થ શ્રદ્ધાનમાં જ તેને ભૂલ છે, તે મિથ્યાદષ્ટિ છે. જ્ઞાયક સ્વભાવના અવલંબન સિવાય રાગ કે વ્યવહારના અવલંબને મોક્ષમાર્ગ માને તો તે જીવ આત્માના જ્ઞાયક સ્વભાવને જાણતો નથી, સાત તત્ત્વોને તે જાણતો નથી
તે મિથ્યાદષ્ટિ છે. ૧૭ મોક્ષનો ઉપાય - ભગવતી પ્રજ્ઞા : ૧. ભગવતી પ્રજ્ઞા
૧) ભગવતી પ્રજ્ઞા ભગવતી પ્રજ્ઞા વડે જ આત્માના સ્વભાવને અને બંધ ભાવને જુદા જાણીને છેરવામાં આવતાં મોક્ષ થાય છે. ૨) ચેતક - ચૈત્યપણું આત્મા જાણનાર ચેતક છે અને બંધ ભાવ તેના જ્ઞાનમાં જણાય છે તેથી ચેત્ય છે. ભેદજ્ઞાન વડે બન્નેનું ભિન્નપણું સ્પષ્ટ જણાય છે. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે ને બંધ ભાવ બહાર જતી વિકારી લાગણી છે. ૩) પ્રજ્ઞા અને સમ્યજ્ઞાન : જો પ્રજ્ઞા વડે બંધ અને જ્ઞાનને જુદા જાણે તો જ્ઞાનની એકાગ્રતા વડે બંધનનો છેદ કરે.