________________
૩૩૮
મ ક્રિયાનું યથાર્થ સ્વરૂપ સમજવું તે જ ક્રિયાનું સ્થાપન છે. જેઓ ક્રિયાનું જ સ્વરૂપ સમજે નહિ અને જડની ક્રિયાને જીવની માને, જડની ક્રિયા આત્મા કરે અથવા જડની ક્રિયાથી આત્માને લાભ-નુકસાન થાય એમ માને, અગર અધર્મની ક્રિયાને ધર્મની માને તેઓ ક્રિયાનું ઉત્થાપન કરે છે.
જ્ઞાનીઓને વસ્તુઓના યથાર્થ સ્વરૂપની ખબર નથી તેથી કઈ વસ્તુની કેવી ક્રિયા હોય તે તેઓ જાણતા નથી.
૧) ‘સાચી સમજણરૂપ ક્રિયાથી ધર્મની શરૂઆત થાય છે પણ પુણ્યની ક્રિયાથી ધર્મ થતો નથી' એમ સમજવું તેમાં ધર્મની ક્રિયાનું ધર્મક્રિયા તરીકે સ્થાપન છે અને અધર્મની ક્રિયાનું અધર્મક્રિયા તરીકે સ્થાપન છે તેથી તે યથાર્થ છે.
૨) ‘પુણ્યની ક્રિયાથી ધર્મ થાય’ એમ માનવું તેમાં સાચી સમજણરૂપ ધર્મક્રિયાનું ઉત્થાપન છે અને અધર્મક્રિયાનું ધર્મક્રિયા તરીકે સ્થાપન છે, તેથી તે મિથ્યા છે.
૩) જીવને પોતાની ભાવ ક્રિયાથી લાભ-નુકસાન થાય અને શરીરની ક્રિયાથી લાભ-નુકસાન ન થાય’ એમ સમજવું તેમાં જીવની ક્રિયાનું જીવની ક્રિયાપણે સ્થાપન છે અને જડની ક્રિયાનું જડ ક્રિયાપણ સ્થાપન છે - તે યથાર્થ છે.
૪) ‘જીવને પોતાની ભાવ ક્રિયાથી લાભ-નુકસાન થાય અને શરીરની ક્રિયાથી પણ લાભ-નુકસાન થાય’ એમ માનવું તેમાં અજીવની ક્રિયાનું જીવપણે સ્થાપન છે તેથી તે મિથ્યા છે.
૫) ‘શરીરની ક્રિયા જીવ કરી શકે’ એમ માનવું તેમાં જડ ક્રિયાનું ઉત્થાપન છે અને જીવની ક્રિયાનું જડપણે સ્થાપન છે, તેથી તે મિથ્યા છે.
૬) ‘શરીરની ક્રિયા સ્વતંત્રપણે જ થાય છે, જીવ તેનો કર્તા નથી;' એમ સમજવું તેમાં જડની ક્રિયાનું જડપણે સ્થાપન છે અને જીવની ક્રિયાનું જીવપણે સ્થાપન છે, તે યથાર્થ છે.
‘ક્રિયા’ એટલે પર્યાયનો ફેરફાર, પર્યાયનું બદલવું. ક્રિયાનું સ્વરૂપ જાણવા માટે વસ્તુનું સ્વરૂપ જાણવું જોઈએ.
૭) વ્રતધારી સંત મુનિને વ્રતનો જે શુભ વિકલ્પ ઉઠે છે તે આત્માની ધર્મક્રિયા નથી પણ વિકારની ક્રિયા છે. આત્મદ્રવ્યમાંથી જ મોક્ષપર્યાય આવે છે. તેથી આત્માની ક્રિયાથી જ - સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રથી જ - - મોક્ષ થાય છે, પરંતુ વિકારની ક્રિયા કે શરીરની ક્રિયા મોક્ષનું કારણ નથી. ‘આત્મામાંથી મુક્તિ થાય અને વ્રતાદિના શુભ વિકારભાવથી પણ મુક્તિ થાય’ એમ માનવું તેમાં વિકારી ક્રિયા અને અવિકારી ધર્મક્રિયાને એકપણે માની, તેથી તે એકાંત માન્યતા છે, મિથ્યા માન્યતા છે.
‘ક્રિયા એક કરતાં જુગલ, યૌન જિનાગમ માંહિ; અથવા કરની ઔરકી, ઔર કરે યૌં નાહિ.”