________________
૩૩૯
૩. સામાન્ય અને વિશેષ: વસ્તુ સામાન્ય-વિશેષરૂપ છે. વસ્તુના બન્ને અંશસ્વતઃ છે, સ્વાધીન છે, પરાધીન નથી. જાધવલામાં જે કેવળજ્ઞાનના રહસ્ય ભર્યા છે અને તેની જે મુખ્ય બે વિશેષતા છે તેની સ્પષ્ટતા જાહેર થાય છે. ૧) પોતાના જ્ઞાનની વિશેષરૂપ અવસ્થા પરાવલંબન વગર સ્વાધીનપણે છે. ૨) તે સ્વાધીન અંશમાં આખું કેવળજ્ઞાન પ્રત્યક્ષ આવે છે. આ
આત્મા જ્ઞાનસ્વભાવી છે. તેનું જ્ઞાન અત્યારે પણ ઇન્દ્રિયના અવલંબનથી જાણે છે કે ઇન્દ્રિય વગર ? જો વર્તમાન જ્ઞાન ઇન્દ્રિયથી જાણે તો સામાન્ય જ્ઞાનસ્વભાવના વર્તમાન વિશેષનો અભાવ થાય. જો જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું હોય તો તે વખતે સામાન્ય જ્ઞાન છે તેનું વિશેષ શું?
આત્માનું જ્ઞાન ઈન્દ્રિયથી જાણતું નથી, પણ સામાન્ય જ્ઞાનની વિશેષ અવસ્થાથી જાણે છે. જો વર્તમાનમાં વિશેષ જ્ઞાનથી જીવન જાણતો હોય અને ઇન્દ્રિયથી જાણતો હોય તો વિશેષ જ્ઞાને શું કાર્ય કર્યું? આત્મા ઇન્દ્રિયથી જાણવાનું કાર્ય કરતો જ નથી. આત્મા પોતાથી જ જાણવાનું કાર્ય કરે છે. નીચલી દશામાં પણ જડ ઇન્દ્રિય અને જ્ઞાન ભેગાં થઈને જાણવાનું કાર્ય કરતાં નથી, પણ સામાન્ય જ્ઞાન જે આત્માનો ત્રિકાળ સ્વભાવ છે તેનું જ વિશેષરૂપ જ્ઞાન વર્તમાન જાણવાનું કાર્ય કરે છે. પ્ર. જો જ્ઞાનનું વિશેષ જ જાણવાનું કાર્ય કરે છે તો ઇન્દ્રિય વગર કેમ જાણવાનું કાર્ય થતું નથી ? ઉ. જ્ઞાનની તેવા પ્રકારની વિશેષતાની લાયકાત ન હોય ત્યારે જ્ઞાન અને ઇન્દ્રિય ન હોય. અને જ્યારે ઇન્દ્રિય હોય ત્યારે પણ જ્ઞાન જાણવાનું કાર્ય તો પોતાથી જ કરે છે, કેમ કે જ્ઞાન પરના અવલંબન વગરનું છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરવું જોઈએ.
ઇન્દ્રિય હાજર છે પણ જ્ઞાન સ્વતંત્રપણે પોતાની અવસ્થાથી જાણે છે. જો જ્ઞાન ઇન્દ્રિયથી જાણે છે એમ માનવામાં આવે તો જ્ઞાનનો વિશેષ સ્વભાવ કામ નથી કરતો એમ થાય અને તેથી વિશેષ વગર સામાન્યનો અભાવ જ થાય. માટે જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું નથી. અધુરું જ્ઞાન પોતાથી જાણવાનું કાર્ય કરે છે ત્યારે અનુકૂળ ઇન્દ્રિયો હાજર હોય છે, પણ તે ઇન્દ્રિયના અવલંબનથી જ્ઞાન જાણતું નથી. આમ સમજવું તે જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું યથાર્થ જ્ઞાન છે. પણ જ્ઞાન ઇન્દ્રિયથી જાણે છે એમ સમજે તો જ્ઞાન ખોટું છે, કેમ કે તેવી સમજણમાં નિમિત્ત અને ઉપાદાન એક થઈ જાય છે.
આચાર્યદેવ શિષ્યને પૂછે છે કે જો જીવે ઇન્દ્રિયથી જ્ઞાન કર્યું તો સામાન્ય જ્ઞાને શું કાર્ય કર્યું? તેનો તે વખતે અભાવ થયો?
શિષ્ય ઉત્તરમાં કહ્યું કે ભલે વિશેષ જ્ઞાન ન હોય, તો પણ સામાન્ય જ્ઞાન તો ત્રિકાળ રહેશે, અને જાણવાનું કામ ઇન્દ્રિયથી થશે. આમ થવાથી જ્ઞાનનો નાશ નહિ થાય, અભાવ નહિ થાય. આચાર્યદેવનો ઉત્તર:- વિશેષ વિનાનું સામાન્ય તો સસલાના શીંગ સમાન (અભાવરૂપ) છે. વિશેષ જ્ઞાન વગર સામાન્ય જ્ઞાન ન હોઈ શકે. માટે વિશેષ જ્ઞાન વગરનું સામાન્ય જ્ઞાન માનવાથી સામાન્ય