________________
૩૪૦
જ્ઞાનનો નાશ થાય છે, અભાવ થાય છે. માટે વિશેષ જ્ઞાનથી જ જાણવાનું કાર્ય થાય છે એમ માનવામાં આવે તો જ સામાન્ય જ્ઞાનની અસ્તિ રહે છે.
જ્ઞાનસ્વભાવ રાગ અને નિમિત્તના અવલંબન રહિત છે તથા વિશેષ જ્ઞાન સામાન્ય જ્ઞાનમાંથી જ આવે છે એમ જાણીને તેની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા કરવા તે જ ધર્મ છે.
જો જ્ઞાન ઇન્દ્રિયથી જાણે તો જ્ઞાનનું વર્તમાન કાર્ય ક્યાં ગયું? ઇન્દ્રિયની હાજરી વખતે જો જ્ઞાન ઇન્દ્રિયના કારણે જાણતું હોય તો તે વખતે સામાન્ય જ્ઞાન વિશેષ-પર્યાય વગરનું થયું. પણ વિશેષ વગર તો સામાન્ય હોય જ નહિ. જ્યાં સામાન્ય હોય ત્યાં તેનું વિશેષ હોય છે. હવે તે વિશેષ જ્ઞાન સામાન્ય જ્ઞાનથી જ થાય છે કે નિમિત્તથી થાય છે?વિશેષ જ્ઞાન નિમિત્તને લઈને થતું નથી પણ સામાન્ય જ્ઞાનસ્વભાવથી થાય છે. વિશેષ જ્ઞાનનું કારણ સામાન્ય જ્ઞાન છે, નિમિત્તે તેનું કારણ નથી. કેમ કે જો તે કાર્ય અંશે કે પૂર્ણપણે નિમિત્તનું હોય તો, જ્ઞાન નિમિત્તરૂપ જે પરદ્રવ્ય છે તે પરદ્રવ્યરૂપ થઈ જાય. આત્માનો જ્ઞાનસ્વભાવ કાયમ છે તે સામાન્ય છે અને વર્તમાન કાર્યરૂપ જે જ્ઞાન થાય છે તે તેનું વિશેષ છે. સામાન્ય જ્ઞાનનું વિશેષ કહો કે કાયમના જ્ઞાનસ્વભાવનું પરિણમન કહો કે જ્ઞાનની વર્તમાન દશા (હાલત-પર્યાય) કહો તે એક જ છે.
આત્માનો સ્વભાવ જ્ઞાન છે. તે જ્ઞાન એકલું જાણવાનું જ કાર્ય કરે છે. શબ્દને કે રૂપને કે ગમે તેને જાગતાં જ્ઞાન એકરૂપ જ રહે છે, જ્ઞાનમાં કાંઈ ફેર પડતો નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ પોતાથી છે, કોઈના નિમિત્તથી નથી. આત્માનો ત્રિકાળી જ્ઞાનસ્વભાવ છે તે પોતાથી જ વિશેષરૂપ કાર્ય કરે છે. આત્મા ઇન્દ્રિયથી જાણતો જ નથી, પોતાના જ્ઞાનની વિશેષ અવસ્થાથી જ જાણે છે. સામાન્ય જ્ઞાન પોતે પરિણમીને વિશેષરૂપ થાય છે અને તે વિશેષ જ્ઞાન જાણવાનું કાર્ય કરે છે. જ્ઞાન પરના અવલંબનથી જાણે એમ માનવું તે અધર્મ છે. જ્ઞાન સ્વાવલંબનથી જાણે એવા શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરત થવા તે ધર્મ છે.
અહીં પરાવલંબન રહિત જ્ઞાનની સ્વાધીનતા બતાવી છે. મારા જ્ઞાનનું પરિણમનરૂપ વર્તન થાય છે અને તે વર્તનરૂપ વિશેષ વ્યાપાર (ઉપયોગ) મારાથી થાય છે, તેમાં કોઈ પરનિમિત્તની અર્થાતુ પરદ્રવ્યની જરૂર નથી. એટલે કે જ્ઞાન સ્વાધીનતાથી ખસીને કદી પરાવલંબનમાં જતું નથી, તેથી તે જ્ઞાન પોતે સમાધાન અને સુખ સ્વરૂપ છે. સ્વાધીન જ્ઞાનસ્વભાવને લીધે જ નિગોદથી લઈને સિદ્ધ સુધીના બધા જીવોને જ્ઞાન થાય છે, પણ જેમ થઈ રહ્યું છે તેમ અજ્ઞાની માનતો નથી, તેથી જ તેની માન્યતામાં વિરોધ આવે છે.
સર્વ જીવોનો સામાન્ય જ્ઞાનસ્વભાવ છે, તેથી જ્ઞાનનું વિશેષ કાર્ય પોતાના સામાન્ય જ્ઞાનસ્વભાવના અવલંબને જ થાય છે. એટલે કે રાગ કે પર નિમિત્તના અવલંબન વગર જ જ્ઞાન કાર્ય કરે છે. તેથી જ્ઞાન રાગ કે સંયોગ રહિત છે.
જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું નથી. જો જ્ઞાન ઇન્દ્રિયથી જાણે તો તે કાર્ય વગરનું રહે અર્થાત્ વિશેષ